________________
અનુભવ સંજીવની
૩૨૩
સ્વસંવેદન થાય છે.
*
જ્ઞાનીને દ્રવ્યદૃષ્ટિને લીધે પર્યાયની ઉપેક્ષા વર્તે છે, પરંતુ દ્રવ્ય સ્વભાવની સાવધાની પર્યાયમાં વર્તતી હોવાથી, તેવી સમ્યક્ પર્યાયની ચિંતા આવશ્યક પણ નથી. તેથી જ્ઞાની સ્વભાવ સાવધાનીને વશ એમ કહે કે પર્યાય ભલે ગમે તેમ વર્તો મને તેથી કાંઈ ફેર પડતો નથી.’ પરંતુ તેમ કહેતી વખતે પ્રતીતિ વર્તે છે, કે પર્યાય મર્યાદામાં જ રહેવાની છે, અને પર્યાયના ફેરફારથી સ્વભાવમાં ફેર પડતો નથી, તે પણ પરમ સત્ય જ છે, તથાપિ જેની શ્રદ્ધા જ સ્વરૂપને છોડી, અન્ય સ્થાનમાં પરને / રાગને આત્મારુપે ગ્રહણ કરે છે, તે જ્ઞાનીની નકલ કરે, તો પર્યાયમાં વિપર્યાસ વૃદ્ધિગત થાય છે. અથવા મિથ્યા શ્રદ્ધાને લીધે પર્યાયની સાવધાની રહે છે, તેથી તેની જ ઉપેક્ષા થઈ શકે નહિ. મિથ્યાત્વ અવસ્થામાં પરથી એકત્વ વર્તે છે, તો ‘ભલે તેમ થાઓ’— તેવું ઉપેક્ષિતપણું ઈચ્છનીય નથી. છતાં અજ્ઞાનથી કહે તો સ્વચ્છંદ થાય. પર્યાયની ઉપેક્ષા સમ્યપ્રકારે થવા યોગ્ય છે.
(૧૧૭૫)
(૧૧૭૪)
પ્રશ્ન :– જ્ઞાનથી રાગ જુદો કેમ જણાય ? (કેમ ભાસે ?)
ઉત્તર ઃ– ચાલતા પરિણમનમાં, જ્ઞાન સામાન્ય મુખ્ય થતાં, રાગથી પોતાની ભિન્નતા ભાસવા લાગે છે. જે ભિન્ન જ છે, તે ભિન્ન ભાસે છે. આવું ભેદજ્ઞાન સ્વાનુભૂતિનું પ્રત્યક્ષ કારણ પ્રતીતિ ગોચર છે. જ્ઞાન સામાન્ય જ્ઞાન-વેદનરૂપ છે. તેમાં સ્વપણું થવું – ભાસવું તે મુખ્યતા થવાનું કારણ
છે.
(૧૧૭૬)
સુયોગ્યપણે વિચારવાની પદ્ધતિમાં ગુણગ્રાહીપણાનો દૃષ્ટિકોણ હોય છે. અને તેમાં દોષને અનુમોદન ન થાય તેવી સાવધાની રહે છે. પણ જ્યાં અપરિપકવ વિચાર દશા હોય, ત્યાં ગુણપ્રશંસા કરતાં, અજાણતાં દોષની અનુમોદના થવાનો સંભવ છે. – આવો પ્રકાર અન્યમતના ધર્મ-સિદ્ધાંતોની સમાલોચનાના પ્રસંગે બને છે. જ્ઞાનીપુરુષના અભિપ્રયાનું ઊંડાણ ન સમજાય ત્યારે મુમુક્ષુજીવે જિજ્ઞાસામાં રહેવું યોગ્ય છે. પરંતુ સ્વયંના ક્ષયોપશમ જ્ઞાનને મુખ્ય કરવા યોગ્ય નથી, પ્રદર્શન કરવા યોગ્ય નથી.
(૧૧૭૭)
તત્ત્વ અભ્યાસી જીવને પણ આત્મહિતની સૂઝ આવવી જરૂરી છે. તેવી સૂઝ આવવા માટે મૂળ ચાવીરૂપ (Master key) પૂર્ણતાનું લક્ષ થવું’– તે છે. જેને તથારૂપ લક્ષ થયું છે, તેને હર હાલતમાં, હર ન્યાયમાં, ‘આ સૂઝ’ વર્તે છે, તેથી વિપર્યાસ પ્રાયઃ થતો નથી. જીવ ગમે તેટલો શાસ્ત્ર-અભ્યાસ કરે કે ગમે તે કરે તેમાં આત્મહિતની સૂઝ ન હોય તો, સર્વ કાર્ય પ્રાયઃ અભિનિવેષનું