________________
૩૨૨
અનુભવ સંજીવની
થયો હોવાથી ભક્તિ પણ બેહદ થઈ આવે છે. સમષ્ટિગત તેવી ભક્તિ પરંપરાના આગ્રહનો તેમાં હેતુ ન હોવા છતાં તેના પ્રતિપાદનનો વિરોધ કર્તવ્ય નથી, કારણકે સમષ્ટિગત પ્રતિપાદનમાંથી પણ છેવટ સ્વયંના વ્યક્તિગત પ્રયોજનનો દૃષ્ટિકોણ સાધ્ય કરવાનો હોય છે. કોઈ જીવ સમષ્ટિગત દૃષ્ટિકોણને મુખ્ય કરી આચાર્યપણું કરે, તેથી તેને શું લાભ થાય ? તે વિચારણીય છે. પરલક્ષને મુખ્ય કરતાં મુમુક્ષુને તો નુક્સાન જ થાય. વર્તમાનકાળમાં ‘પ્રત્યક્ષયોગ’ મળે તો પરમેશ્વરબુદ્ધિ થાય, તેનું ફળ મોટું છે. તેથી બહુમાન તદ્નુસાર ઉપજે જ, તેમાં ખરેખર વાસ્તવિકતા છે. કાંઈ અતિપરિણામીપણું નથી.
(૧૧૭૦)
*
સ્વરૂપ ધ્યાનમાં ચિંતન-મનનની મુખ્યતા ધર્માત્માને હોતી નથી, તે ગૌણપણે થાય છે. પ્રશ્ન :- તો પછી ધ્યાનકાળે તેઓ શું કરે ?
ઉત્તર =
તેમને આત્મસ્વરૂપ પ્રત્યક્ષ છે અને આત્મ-પરિણતિ પ્રગટ છે. ધ્યાનાવસ્થામાં તેમને આત્મભાવનો સહજ આવિર્ભાવ થાય છે. તથા પ્રકારે તેમનો પુરુષાર્થ ધર્મ ઉગ્ર થાય છે. કારણ કે દૃષ્ટિનો ‘પૂટ' લાગ્યો કરે છે. જે લીનતાનું કારણ છે. ચિંતનનો વિકલ્પ અહિ સાધક નથી, પણ બાધક છે, જે પુરુષાર્થની ઉગ્રતા થતાં નાશ પામે છે.
(૧૧૭૧)
સમ્યક્વેરાગ્યનો જન્મ આત્માના આનંદમાંથી થાય છે. અમૃતરસના સ્વાદને લીધે અન્ય વિષયમાં રસ ન આવે, તે વૈરાગ્ય છે. તેવી દશામાં, લોભ નહિ જો પ્રબળ સિદ્ધિ નિદાન’... ‘સરસ અન્ને નહિ મનને પ્રસન્ન ભાવ....... એવી સહજ ઉદાસીનતા રહે.
(૧૧૭૨)
કોઈપણ જીવને અધ્યાત્મ રુચે તે સારુ ચિન્હ ગણાય તથાપિ ઓઘસંજ્ઞાને લીધે કે લોકસંજ્ઞાના કારણથી તેનો વ્યામોહ થાય ત્યારે તે જીવમાં શુષ્કતા, અતિપ્રલાપપણું વગેરે દોષની ઉત્પત્તિ થાય છે. તેમ ન થવા અર્થે શ્રી દેવ-ગુરુ આદિ મોટા પુરુષોની ભક્તિ ઉપકારી થાય છે, અથવા જો જીવ આત્મ-કલ્યાણને વિષે શુદ્ધ નૈષ્ઠિક હોય તો સ્વાભાવિક અધ્યાત્મની ઉચ્ચ દશાને ભજે છે. આવું શુદ્ધ નૈષ્ઠિકપણું ઘણું કરીને ‘પૂર્ણતાના લક્ષે’ ઉત્પન્ન ભાવનારૂપે વર્તતું હોય છે.
(૧૧૭૩)
જ્ઞાનવેદન ઉપયોગની સ્થૂળતાને લીધે જણાતું નથી, પરંતુ નિજ હિતની રુચિપૂર્વક સૂક્ષ્મ ઉપયોગે ‘સ્વપણે જ્ઞાનવેદન’ દ્વારા જ લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે. જ્ઞાનમાત્ર પણે લક્ષમાં - સ્વરૂપ - રહેવાથી, જ્ઞાનવેદનનો સહજ આવિર્ભાવ થઈ શુદ્ધોપયોગ પ્રગટ થાય છે, કારણકે જેનું લક્ષ હોય ત્યાં જ વીર્ય વળે, તેની જ મુખ્યતા રહે. આમ પ્રથમ વેદન દ્વારા લક્ષ અને પછી લક્ષના કારણે
-