________________
૩૨૧
અનુભવ સંજીવની
વીર્યોલ્લાસ સહજ વર્તે, તે જ યોગ્યતારૂપ કાળલબ્ધિ છે. કોઈ કાળલબ્ધિનું અવલંબન લઈ સ્વચ્છંદ ન સેવે તે માટે પુરુષાર્થ કરવો' એમ ઉપદેશ દેવાય છે, તો પણ યોગ્યતા પ્રમાણે જીવ પરિણમે છે. જેને સ્વરૂપ સન્મુખતા થાય છે, તેને તથા પ્રકારે પુરુષાર્થ હોય જ છે. કતૃત્વના દોષથી બચાવવા ‘કાળલબ્ધિ’ની વિવક્ષા છે.
(૧૧૬૬)
આત્મિકસુખની જરૂરતમાંથી આત્માર્થીજીવને આત્મરુચિ પ્રગટે છે, તેથી તેવા સુખના અભાવમાં કોઈપણ પર્યાયમાં સંતુષ્ટ થવાનું બને નહિ, ખેદ જ રહે. જેને અનંત સુખ ભરપુર આત્મા છે.’– એવા જિન વચનમાં વિશ્વાસ છે, તેને – આત્માર્થીને તે સુખનો સદંતર અભાવ હોવા છતાં, (વર્તમાનમાં) ચેન પડે તે કેવી રીતે બને ? ન જ બને, તેને તો પારાવાર ચપ્પટી લાગી જાય ! આત્મરુચિના અભાવમાં જ ક્ષયોપશમ વધતા પ્રસન્નતા અનુભવાય અંદરમાં સ્વકાર્યની તાલાવેલી લાગી હોય તેને તો ક્યાંય ગમે નહિ. આવું સહજ હોય.
(૧૧૬૭)
જ્ઞાનદશામાં સ્વરૂપસુખ અનંતમાં ભાગે વેદાય છે. તેથી પૂર્ણતા થાય નહિ, ત્યાં સુધી જંપ વાળીને બેસી રહેવાનું શક્ય જ નથી. અનંત સુખધામનું નિશદિન ધ્યાન રહે છે, તો પણ પુરુષાર્થની શિથિલતાનું પોસાણ નથી, તે મુનિદશાને ઝંખે છે.
મુનિરાજ તો સમસ્ત જગતને તિલાંજલિ દઈને નીકળી પડયા છે, પ્રચુર આનંદમય દેહાતીત દશા હોવા છતાં, મહાઆનંદ પાસે તેમને ધીમી ધાર' લાગે છે, તેથી અવિરતપણે સ્વરૂપને સાધે છે. જે આત્માર્થી માટે પ્રેરણા પુંજ છે. (૧૧૬૮)
ભેદજ્ઞાનના પ્રયોગનું રહસ્ય દર્શાવતાં પૂ. ગુરુદેવશ્રીએ (પ.સાર.૭૩૩માં) કહ્યું કે “સ્વપણે અનુભવાતુ જ્ઞાન તે જ આત્મા છે.’ ભેદનયે તો અનુભવજ્ઞાન પર્યાય છે, પરંતુ અહીં તેને પર્યાય ન કહેતાં ‘આત્મા’ કહેવા પાછળ રહસ્ય છે, જેમાં પરમાર્થ છે. જ્ઞાનમાં અનુભવ તો સર્વને છે, પરંતુ ‘સ્વપણે’ નથી. તે જો સ્વપણે થાય દ્રવ્યનું લક્ષ થઈ જાય. જ્ઞાન સ્વપણે વેદાતાં ‘જ્ઞાનદળ’નું ગ્રહણ થાય છે, અખંડનું ધ્યાન થાય છે. તેવું તેમાં પારમાર્થિક સિદ્ધિનું રહસ્ય છે. આત્મસ્વરૂપના લક્ષે જ્ઞાનનું સ્વસંવેદન – સર્વગુણાંશરૂપ સમ્યક્ત્વને પ્રગટ કરે છે. અહો ! શ્રીગુરુએ માર્ગને સરળ કરી દીધો છે, પરમપદનો ભેટો કરાવ્યો છે. વેદન-પ્રત્યક્ષતા દ્વારા અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસમય ચૈતન્ય જ્યોતિ – વર્તમાન'નું દર્શન સુગમ કરાવ્યું. તેનો મહિમા કઈ રીતે થાય ? આ અલખનું લખ (લક્ષ) છે.
(૧૧૬૯)
શ્રીગુરુનો જેને વ્યક્તિગત ઉપકાર (પરમાર્થ પ્રાપ્તિમાં નિમિત્ત) થયો હોય, તેને બેહદ લાભ