________________
૩૨૦
અનુભવ સંજીવની
-
જેણે ગુણગ્રાહી દષ્ટિ સાધ્ય કરી હોય, તેને જ સ્વતંત્રપણે શાસ્ત્ર વાંચવા હિતાવહ છે. તેવી યોગ્યતા વિના ભવભયથી ડરતાં રહીને, સત્પુરુષના આશ્રયે . આશ્રય ભાવનાએ રહેવા યોગ્ય છે. એવી માર્ગની ગંભીરતા છે. કારણકે અનાદિ બાહ્યદૃષ્ટિને લીધે જીવ ભૂલ કરે છે. તેથી પ્રથમથી જ ‘સ્વલક્ષી’ થવું.
(૧૧૬૧)
-
મોહભાવ બે પ્રકારે છે, દર્શન અને ચારિત્ર. દર્શનમોહ અનંત સંસારનું કારણ છે તેનો નાશ કરવાનો જે ઉદ્યમ કરતા નથી, અને બાહ્યદષ્ટિ હોવાથી માત્ર ચારિત્રમોહ જનિત રાગ-દ્વેષને મટાડવા વિવિધ કલ્પિત ઉપાયો કરે છે, તેઓ લડાઈમાં શિરચ્છેદ કરનારને લડત આપવાને બદલે માત્ર આંગળી છંદનાર સામે લડે છે. જ્ઞાનીનો માર્ગ' દર્શનમોહનો પ્રથમ પરાભવ કરવા અર્થે છે.
(૧૧૬૨)
♦ અનંતસુખમય મોક્ષના બીજરૂપ સમ્યક્દર્શન વિના, પ્રાપ્ત થયેલો મનુષ્ય જન્મ પણ, નહિ પ્રાપ્ત થવા બરાબર છે. આ ગંભીર વચનામૃતના આશય પ્રત્યે અગંભીર ન થા ! (—આ. પદ્મનંદિ).
(૧૧૬૩)
—
દ્રવ્યદૃષ્ટિ થતાં સામ્યભાવ પ્રગટે છે. સ્વયંની પર્યાયો પ્રત્યે પણ. પછી સંયોગ પ્રત્યે વિષમપણું માલૂમ ક્યાંથી પડે ? જેને શુભભાવોની ગણના થાય છે, તેને દ્રવ્યદૃષ્ટિ થવી દુર્ગમ છે. ધર્મીને તો શુદ્ધ પરિણામો પર પણ લક્ષ નથી હોતું. દૃષ્ટિ તો પર્યાયને દેખાતી જ નથી. તેથી પર્યાયમાત્રનું કતૃત્વ છૂટી જાય છે. અરે ! મોક્ષ સાધક પવિત્ર પરિણામોનું મૂલ્ય પણ સાધકને નથી, તેવું પરમ તત્ત્વ જયવંત વર્તે છે, અધિકતાએ વર્તે છે. સાધકને પૂર્ણદશાની ભાવના થાય છે, તેમાં પર્યાયત્વની મુખ્યતા નથી પરંતુ પૂર્ણ સ્વભાવની મુખ્યતા છે. તેવી મુખ્યતા કદાપિ છૂટતી નથી.
(૧૧૬૪)
–
બીજનો ચંદ્ર દેખાડનારની આંગળી જોઈ, તે ઉપરથી નજર ખસેડીને જેમ ચંદ્રને દર્શાવવામાં આવે છે, તેમ જ્ઞાનક્રિયાના આધારે ત્રિકાળી જ્ઞાનસ્વભાવને – અનુભવી મહાત્માઓએ – દર્શાવ્યો છે. પ્રગટ લક્ષણથી, જે પ્રગટ કે અપ્રગટ નથી, તેવા અલખનું લક્ષ કરાવ્યું છે. ત્રણેકાળે સ્વરૂપની પહોંચ આ પ્રકારે જ છે.
(૧૧૬૫)
જુલાઈ
૧૯૯૩
૨/ ‘કાળલબ્ધિ' અને ‘પુરુષાર્થ' બંન્ને એક જ પર્યાયની ભિન્ન વિવક્ષા છે. જે જીવને આત્મકાર્યનો
-