________________
22
માતા-પિતાને ! ફરીથી જન્મ ધારણ ન કરવો પડે એ અર્થે જેણે જન્મ ધારણ કર્યો છે. ચંદ્રની ચાંદની જેમ શીતળતા રેલાવે છે અને ભૂમિને શ્વેત કરે છે, તેમ ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ થઈને ઝાંઝવાના જળને લેવા દોડતા ક્લેષિત આત્માઓને શીતળતા પ્રાપ્ત કરાવનાર અને દોષોની કાલિમાને ધોઈ પવિત્ર અને શ્વેત દશા પ્રાપ્ત કરાવનાર આ બાળકનું નામ ‘શશીકાંત રાખવામાં આવ્યુ.
(૧) બાળપણ :
મૂળ વતન રાણપુરમાં બાળકુમાર શશીકાંતની નયનરમ્ય ચેષ્ટાથી સૌ કોઈ મનોમન મલકાઈ રહ્યાં છે. સ્વયંની નિર્દોષ ચેષ્ટાથી લોકોના મન હરનાર બાળકુમારનું જીવન આનંદથી વ્યતીત થઈ રહ્યું છે. અત્યારથી જ આ બાળકુમાર નીડર, પાપભીરૂ, ગુણગ્રાહી, સ્વતંત્ર વિચારક તથા આદર્શ વિચારધારા ધરાવે છે. અસાધારણ બુદ્ધિમત્તાને કારણે શાળામાં પ્રાયઃ પ્રથમ અથવા દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થાય છે. ૯-૧૦ વર્ષની વયે તેમના દાદાજી દ્વારા તેમનામાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. વૈશ્રવ કુટુંબમાં જન્મ થયો હોવાને કારણે રામાયણ,
ગીતા, મહાભારત, ભાગવત વગેરે ગ્રંથો વાંચે છે. પાણીના પુરની જેમ ચાલી રહેલી સ્મરણ શક્તિના કારણે જોતજોતામાં શ્રીમદ્ ભાગવત ગીતાના બે-ત્રણ અધ્યાયોના સંસ્કૃત શ્લોકો કંઠસ્થ કરી લીધાં છે. બાળકુમાર પ્રત્યેક કાર્ય ચુસ્તતાથી તથા દઢ મનોબળથી કરે છે. આ તો અલૌકિક આત્મા, આત્માની સાધના સાધનારા છે તે સાધારણ બાળકોની કોટિમાં
રાણપુરનું ઘર જ્યાં બાળપણ વ્યતીત થયું. કઈ રીતે આવી શકે ? બાળકુમારની ચુસ્તતા
તથા દઢ મનોબળના દર્શન આપણે
નિમ્નલિખિત પ્રસંગ ઉપરથી કરીએ.
ઉનાળાના દિવસો છે, કાળઝાળ ગરમી રેલાવતો સૂર્ય આકાશમાં તપી રહ્યો છે. આવા અતિશય પ્રખર તાપમાં નિશાળમાં આર. એસ. એસ. પરેડ ચાલી રહી છે. પરેડ દરમ્યાન અત્યંત તૃષાને કારણે કંઠ સુકાઈ રહ્યો છે છતાં નિયમોનું પાલન ચુસ્તપણે કરવાનું હોવાથી બાળકુમાર કંઈપણ બોલતા નથી. એકબાજુ ધોમધખતો તાપ, બીજી બાજુ કડકપણે ચાલી રહેલી પરેડ, સુકાઈ ગયેલો કંઠ જાણે કે પાણીના બિંદુ માટે પોકાર કરી રહ્યો છે, તેવામાં પરેડ પૂરી થવાની જ્યાં તૈયારી થાય છે ત્યાં બાળકુમાર ચક્કર ખાઈને નીચે પડી જાય છે.