________________
21
સૌમ્યમૂર્તિ પૂ. ભાઈશ્રી શશીભાઈનો સ્પાર્ધાત્મક જીવન પરિચય
સામાન્યતઃ કોઈપણ સાધારણ મનુષ્યનો ઇતિહાસ કે જીવનચરિત્ર લખાતુ નથી પરંતુ જે સ્વયંના પુરુષાર્થથી સ્વયંનો ઇતિહાસ બનાવે છે અર્થાત્ જન્મ-મરણનો છેદ કરીને જીવનમુક્ત થાય છે, તેનું જીવન ચરિત્ર લખાય છે અને તેની યશગાથા સમસ્ત લોકમાં પ્રસરે છે. એવા જ એક પુરુષાર્થવંત આત્માનું અર્થાત્ પૂ. ભાઈશ્રી’ નું જીવનચરિત્ર અત્ર પ્રસ્તુત
છે.
જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં આવેલ ભારત દેશમાં અનેક તીર્થંકરો, આચાર્યો તથા જ્ઞાની ભગવંતો થતા આવ્યા છે. આ કારણથી આ ભૂમિ
જન્મધામ સુરેન્દ્રનગર (મોસાળ)
હમેશા પવિત્ર રહી છે. અનાદિકાળથી પરિભ્રમણ કરતા અનેક જીવો આ ક્ષેત્રથી સાધના સાધીને મોક્ષમાં પધાર્યા છે. એવા આ ભારત દેશના સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર નામના એક નાનકડા ગામમાં, સંવત ૧૯૮૯ના માગશર સુદ આઠમ, તા-૨૪-૧૧-૧૯૩૩ના મંગલ દિવસે, પ્રમાણિક સગૃહસ્થ શ્રી મનસુખલાલ લઘુરચંદ શેઠને ત્યાં આવા જ કોઈ પવિત્ર આત્માનું આગમન થયું. માતુશ્રી રેવાબહેનની કુખ દીપી ઊઠી. પ્રભાવશાળી પુરુષના પુનિત આગમનથી કોને હર્ષ ન થાય ?
વાતાવરણ પ્રફુલ્લિત અને અનેરા પ્રકારના આનંદોલ્લાસથી હર્ષવિભોર થઈ ઊઠ્યું છે. ભરત ભૂમિ ફરી એકવાર ગૌરવવંતી બનીને ધન્યતાનો અનુભવ કરી રહી છે. માતા-પિતાના હર્ષનો પાર નથી. બાળકની શાંત અને સૌમ્ય મુખમુદ્રા દેખી તૃપ્તિ થતી નથી. સૌ કોઈ આ આત્માને જોઈને અનેરી શાંતિ અનુભવે છે. અનંત તીર્થંકરો જે માર્ગે ચાલ્યા એ માર્ગે ચાલવા આ શૂરવીર આત્માએ આગમન કર્યું છે. અહો ! ધન્ય છે આ ભૂમિને ! અને ધન્ય છે આ