________________
*
૪૧૬
અનુભવ સંજીવની * ધાર્મિક ક્ષેત્રમાં પણ દ્વેષભાવ ! આ જ કારણથી. * ગુણ પ્રમોદ, વાત્સલ્ય અને સાધર્મી પ્રેમનો અભાવ. * સત્પુરુષથી વિમુખ થઈ, વિરોધી થઈ જવું. * ઈર્ષાની આગ નરક-નિગોદમાં જીવને અંધત્વ પ્રાપ્ત કરાવી લઈ જાય છે.
*
*
*
(૧૬૪૧)
એકલુ જ્ઞાન-માત્રજ્ઞાન તે જ આત્મા; ભગવાન આત્મા.
(૧૬૪૨)
આત્માર્થીને ગુણ-પ્રમોદ અતિશય હોય છે, જેને લીધે માત્સર્યભાવ ઉત્પન્ન થતો નથી. ગુણપ્રમોદ રહેવાથી આત્મગુણો આવિર્ભાવ થવાનો અવકાશ થાય છે અને અંતે અંતર્મુખ થવાની યોગ્યતા થાય છે. તેવું અનુસંધાન છે. ગુણ પ્રમોદથી દર્શનમોહ મંદ થાય છે. બીજાના અલ્પ ગુણને મુખ્ય કરવા તે જ્ઞાની પુરુષની નીતિ છે. ગુણ પ્રમોદના ગર્ભમાં અંતર્મુખ થવાની યોગ્યતા રહેલી છે.
(૧૬૪૩)
એકત્વબુદ્ધિરૂપ વિપરીત અભિપ્રાય, ભેદજ્ઞાનના પુરુષાર્થનો રોધક છે. તેથી આત્માર્થીએ અવલોકનના અભ્યાસ દ્વારા ભિન્નત્વબુદ્ધિનો અભિપ્રાય કેળવવો જોઈએ. જેથી ભેદજ્ઞાન થવાની ક્ષમતા પ્રાપ્ત થાય. જ્ઞાન વદન દ્વારા હું પણું થઈને વિભાવથી જ્ઞાન જુદુ પડે તો સ્વાનુભવ પ્રગટે.
(૧૬૪૪)
અન્ય પદાર્થો કરતા, આબરૂ-કીર્તિનો પરિગ્રહ સૌથી મોટો પરિગ્રહ છે અને વધુ નુકસાન કારક છે. કેમકે તેથી લોકસંજ્ઞા અને સમાજ પ્રતિબંધ પ્રગાઢ થાય છે. અન્ય સચેત પદાર્થો આબરૂકીર્તિના આધાર બને છે. સામાન્ય બુદ્ધિમાં સામગ્રીના પ્રમાણમાં પરિગ્રહને માપવામાં આવે છે. તેથી આ સૌથી મોટા પરિગ્રહનું નુકસાન પ્રાયઃ સમજાતું નથી. પરંતુ આ છુપા દુશ્મનથી ચેતવા જેવું છે. આત્માર્થી જીવ પ્રસિદ્ધિથી દૂર ભાગે છે, પરિચય વધારતા નથી–તે તેની વિચિક્ષણતા છે. તે દૂરથી જ ચેતીને ચાલે છે.
(૧૯૪૫)
વાત્સલ્ય સર્વ જીવ પ્રત્યે હોવું તે જીવનો સ્વભાવ (પ્રેમ) ધર્મ છે. તેમાં પણ ધર્મેચ્છક જીવ પ્રત્યે તો સહજ રહે. પોતાના ઉપકારી શ્રીગુરુની સમીપ આવનાર પ્રત્યે વાત્સલ્ય ભાવ, તે ખરેખર શ્રીગુરુ પ્રત્યેનો વાત્સલ્ય ભાવ છે. વાત્સલ્યથી સમર્પણબુદ્ધિ, સરળતા, મધ્યસ્થતા અને મૃદુતા ઉત્પન્ન હોય છે. જે ધર્મના આભૂષણ છે. વાત્સલ્ય વિના દેવ, શાસ્ત્ર, ગુરુ - સપુરુષનો ખરો મહિમા હોતો નથી. તેથી વાત્સલ્ય વિના પ્રભાવના સંભવિત નથી. વાત્સલ્ય વિના પ્રભાવના ઈચ્છનાર,