________________
અનુભવ સંજીવની
૪૧૫
આ પ્રકારે સુગમ કર્યો છે; નમસ્કાર હો તેમના નિષ્કારણ કરુણા સભર ઉપકારને !!
(૧૬૩૭)
V જિજ્ઞાસા : પોતાને રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાનનો વિચાર ચાલે છે કે પ્રયોગ ચાલે છે તે કેમ સમજાય ? અહીં વિચાર અને પ્રયોગ વચ્ચે શું ફેર હોય છે ?
સમાધાન : ભેદજ્ઞાનનો વિચાર તે સમજણ છે, સમજણ અનુસાર વિકલ્પ ચાલે તે પ્રયોગ નથી. પ્રયોગ તો ચાલતા પરિણમનમાં સમજણનું અનુભવકરણ-અમલીકરણ છે. જે જીવને, સ્વલક્ષે રાગ અને જ્ઞાન જુદા છે,' એમ સમજાય છે અને ઉત્કૃષ્ટ આત્મભાવના વશ જે પોતાને જ્ઞાન લક્ષણ દ્વારા રાગથી ભિન્ન જ્ઞાનમય ‘અનુભવવાનો પુરુષાર્થ કરે તે ભેદજ્ઞાનનો પ્રયોગ છે. વિકલ્પમાં રાગનું જુદું પડવાનુ બનતું નથી પણ તેવા વિકલ્પમાં માનસિક શાંતિ થાય છે, તેમાં ઠીકપણું લાગે છે ! જ્યારે પ્રયોગમાં એકલું જ્ઞાન પોતાપણે વેદાય તેવો પ્રયાસ અને ઉદ્દેશ્ય હોય છે. માનસિક શાંતિથી સંતોષ ન થવો જોઈએ. યથાર્થ વિધિમાં સંતોષ ન થાય.
(૧૬૩૮)
-
મોક્ષાર્થીની પ્રારંભની ભૂમિકાથી લઈને ઉપર ઉપરની સર્વ ભૂમિકાઓમાં અભિપ્રાયની વિપરીતતા મટતી જાય છે. સ્વાનુભવ પહેલાની છેવટની ઉત્કૃષ્ટ ભૂમિકા ભેદજ્ઞાનની છે. આ ભેદજ્ઞાન જ્ઞાનને જરાપણ વિપરીતતારૂપે થવા દેતુ નથી અને સ્વરૂપમાં અચળ કરે છે, ત્યારે શુદ્ધોપયોગાત્મક થવાથી રાગ-દ્વેષનો અભાવ કરે છે. ભેદજ્ઞાનની પ્રક્રિયા જ્ઞાનને નિર્મળ કરે છે અને પ્રત્યક્ષપણે સ્વરૂપ ગ્રહણ કરવાની શક્તિને ઉત્પન્ન કરે છે. સાથે સાથે દર્શનમોહને અને અનંતાનુબંધીને ઉપશમાવે છે વા ક્ષય કરે છે.
(૧૬૩૯)
*
કષાયની મંદતામાં અશાંતિ છે, છતાં શાંતિ વેદાય તે ‘જ્ઞાનનો વિપર્યાસ' છે. પ્રાયઃ યથાર્થ વિધિના અભાવમાં આવો વિપર્યાસ થાય છે. સર્વ અન્યમતમાં ધ્યાન અને યોગમાર્ગે જનારની આ સ્થિતિ છે. માત્ર ભેદજ્ઞાનનો પ્રયોગ કરનાર જ, રાગાદિ સર્વ વિભાવોને જાતિથી પીછાણતા હોવાથી, આવી ભૂલ કરતા નથી અર્થાત્ આ પ્રકારે છેતરાતા નથી. ભેદજ્ઞાની જ સ્વાનુભૂતિમાં સાચી શાંતિ - આત્મશાંતિ પ્રાપ્ત કરી શકે છે. કેમકે કૃત્રિમ શાંતિમાં તેઓ સંતોષાતા નથી. ‘ભેદજ્ઞાન સર્વ વિપર્યાસને મટાડનારું છે.’
(૧૬૪૦)
ઈર્ષા અર્થાત્ માત્સર્યનો દોષ ભયંકર અકલ્પ્ય અપરાધોને ઉત્પન્ન થવાનું મૂળ બને છે. જેમકે * બીજા પુણ્યવંતો પ્રત્યે દ્વેષભાવ, વિના સંબંધે. * દેવો પણ આ જ કારણથી તીવ્ર દુ:ખી.