________________
૪૧૪
અનુભવ સંજીવની
// જેમ દર્પણ અગ્નિનું પ્રતિબિંબ ઝીલવાથી ઊનું (ગરમ) થતું નથી, તેમ ક્રોધના નિમિત્તો અને ક્રોધ ભાવનું પ્રતિબિંબ ઝીલનાર એવું જ્ઞાનીપુરુષનું જ્ઞાન અલિપ્ત રહીને સ્વાનુભવ કરે છે. આવી જ્ઞાનદશાના અભિલાષી આત્માર્થી જીવે તથારૂપ પુરુષાર્થ ઉદય પ્રસંગે કરવા યોગ્ય છે. અર્થાત્ અંતરંગમાં સદાય નિર્લેપ રહેતું જ્ઞાન સ્વપણે વેદાય અનુભવાય તેવો પ્રયત્ન કરવા યોગ્ય છે.
(૧૬૩૩)
-
જિજ્ઞાસા : ગુણ-દોષને જોવાની યથાર્થ પદ્ધતિ કેવી હોવી જોઈએ ? જેથી સ્વ-પરનું હિત
સધાય ?
સમાધાન : અન્ય મુમુક્ષુજીવના દોષનું માપ વિદ્યમાન દોષ ઉપરથી ન કાઢવું જોઈએ, પરંતુ તેણે પુરુષાર્થથી દોષ મટાડયા હોય અથવા મંદ પાડયા હોય તેનું મૂલ્યાંકન કરવું ઘટે. જ્યારે પોતાની તેવી બાબતમાં વિદ્યમાન દોષને મુખ્ય કરવા જોઈએ, અને જે દોષ ઓછા થયા હોય તેને ગૌણ કરવા જોઈએ. આ ગુણ-દોષને જોવાની યથાર્થ પદ્ધતિ છે.
(૧૬૩૪)
સુમંગળ ઘટના : કોઈ મુમુક્ષુના જીવનમાં કોઈવાર એવી સુમંગળ ઘટના ઘટે છે કે પૂર્વ પુણ્યના યોગે કોઈ મહાપુરુષની વાણીનું શ્રવણ પ્રાપ્ત થાય છે અને તે જીવ અત્યંત રુચિપૂર્વક સત્—શ્રવણ કરે છે. ત્યારે તેને ‘સત્’ના સંસ્કાર પડી જાય છે, જે નજીકના ભવિષ્યમાં જ જોર કરી ઊગી નીકળે છે અને મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવે છે–આ ઘટનામાં સત્ની રુચિ’ શ્રવણ કાળે ઉત્પન્ન થઈ, તેમાં સત્પુરુષની ઓળખાણપૂર્વકનો સ્વીકાર થઈ ગયો !! અને સત્પુરુષનો આદર પણ થઈ ગયો !!
(૧૬૩૫)
*
મુમુક્ષુ / આત્માર્થીને સૌ પ્રથમ સ્વરૂપની અનંત શુદ્ધત્વ શક્તિનું શ્રવણ – જ્ઞાનીપુરુષના વચનો દ્વારા, પ્રાપ્ત થાય, ત્યારે ઉલ્લાસિત વીર્યથી, તેવા સ્વરૂપના દર્શનની ભાવના જાગૃત થાય છે, અને અપૂર્વ અંતર જિજ્ઞાસાપૂર્વક ગુણ નિધાનને ઓળખવાનો પ્રયત્ન કરે છે. તે જીવને સ્વરૂપની હૂંફના પરિણામ થતાં, જ્ઞાનીપુરુષ પ્રત્યેનો વિશ્વાસ સ્થાપિત થઈ જાય છે. તે વિશ્વાસનું મહત્વ ઘણું છે. આવી પ્રારંભમાં યોગ્યતા તે ભાવી હોનહારનું શુભ ચિહ્ન છે.
(૧૬૩૬)
*
જેમ જ્ઞાન આત્માનું સ્વરૂપ છે, તેમ જ્ઞાનના પર્યાય પણ વસ્તુનું સ્વરૂપ છે, પરંતુ પર્યાયમાત્ર પણે અવધારતા વિપર્યાસ ઉપજે છે, વસ્તુમાત્રપણે અવધારતા, સમસ્ત પર્યાયો-પર્યાયના ભેદ વગર - જ્ઞાનમાત્રપણે અનુભવાય છે. તેથી પોતે જ્ઞાનમાત્રપણે અનુભવયોગ્ય છે. અનુભવમાં જાણવાની પ્રધાનતા નથી, પણ સ્વ-સંવેદનની પ્રધાનતા છે. મહાત્માઓએ અગમ અગોચર પરમાર્થ માર્ગને