________________
અનુભવ સંજીવની
કારણ વિના કાર્યને પ્રાપ્ત કરવા માગે છે, ઈચ્છે છે.
૪૧૭
(૧૬૪૬)
નિષ્કારણ કરુણા એ જ્ઞાનીની શોભા અંતર વીતરાગતામાંથી તેનો જન્મ છે. તેથી કૃ.દેવ લખે છે કે ‘સત્પુરુષની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રતિ સ્તવવામાં સ્વભાવ પ્રગટે છે.' તેથી એવો પરમાર્થ સૂચિત થાય છે કે આવા સ્તવન કરનારના ગર્ભમાં સ્વભાવ પ્રગટવાનું કારણ રહ્યું છે. નિષ્કારણ કરુણાવંતનું બહુમાન આવે તેને આટલો ગુણ (લાભ) થાય તો, કરુણાવંતને શું ગુણ થાય ? તે માટે શું કહેવું ? તે કહેવાનું સામર્થ્ય અત્રે નથી.
(૧૬૪૭)
જિજ્ઞાસા : સ્વરૂપમાં સ્થિર થવાની ક્ષમતા ક્યારે, કોને આવે ?
સમાધાન : મોક્ષાર્થી થયે, અનુભવમાં આવતા ભાવોના અવલોકનના અભ્યાસથી, એકલું જ્ઞાન, વેદાતું જ્ઞાન, – આ અનુભૂતિ છે તે જ હું છું.”—એમ અનુભવ ગોચર થતાં, અનુભવાય છે, તેવો જ હું છું’–એવી પ્રતીત ઉપજે છે. આ પ્રકારે સ્વરૂપના જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનનો જેને ઉદય થાય છે, ત્યારે તેને સ્વરૂપમાં લીન થવાનું સામર્થ્ય પ્રગટે છે, ત્યારે સ્વરૂપમાં ઉપયોગ સ્થિર થઈ શકે છે, જેને જ્ઞાન-શ્રદ્ધાનનું બળ ન હોય તેને સ્થિરતા – નિશ્ચંચળતાનું બળ હોતું નથી – આ પરિણમનનું વિજ્ઞાન છે.
(૧૬૪૮)
સમસ્ત જિનાગમના વચનો અને સર્વ જ્ઞાનીના વચનો એકમાત્ર આત્મકલ્યાણના આશયથી જ કહેવામાં આવ્યા છે. તેથી તે જ દૃષ્ટિકોણ રાખી અવગાહન કરવા યોગ્ય છે. જેથી સમજણની યથાર્થતા રહે. જો આ દૃષ્ટિકોણ ન રહે તો, બરાબર સમજાય તોપણ ‘યથાર્થ સમજણ’ ન થાય – ઉક્ત આશય જળવાઈ રહે, તે જ મુમુક્ષુની ભૂમિકાનું નય જ્ઞાન છે.
(૧૬૪૯)
V ગમે તે પ્રકારનો ઉદય હોય, ખરો આત્માર્થી તેને આત્મકલ્યાણમાં ઉપકારી ગણે લેખે, તેવો દૃષ્ટિકોણ સાધ્ય કરે. તે જ તેનું સાચુ નયજ્ઞાન છે. પ્રતિકુળ ઉદય પ્રસંગ પણ જીવને આત્મિક પુરુષાર્થમાં નિમિત્ત થાય છે અને પૂર્વ કરેલું કરજ ફીટાવનાર છે, તેથી અસમાધાન કર્તવ્ય નથી. (૧૬૫૦)
-
ડિસેમ્બર ૧૯૯૬
// જ્ઞાનની નિર્મળતા બે તબક્કે થાય છે. એક - જ્ઞાનીપુરુષની ઓળખાણપૂર્વક પરમેશ્વર બુદ્ધિ અને સર્વાર્પણબુદ્ધિએ તેમની સંગતી–સેવા કરવાથી' અને બીજું જ્ઞાન સ્વયંને - જ્ઞાનને ‘સેવે’તો નિર્મળ થાય. પ્રથમ પ્રકાર મુમુક્ષુ ભૂમિકાનો છે, બીજો પ્રકાર તે મોક્ષમાર્ગી ધર્માત્માને હોય છે(૧૬૫૧)