________________
અનુભવ સંજીવની
જિજ્ઞાસા : અપેક્ષાજ્ઞાન સંબંધી
સ્પષ્ટીકરણ આપો ?
સમાધાન : અપેક્ષામાં આગમ અને અધ્યાત્મ બંન્ને પડખાં સમજવા જોઈએ. સિદ્ધાંત અને વસ્તુ ધર્મની મર્યાદા સમજાવવા માટે અપેક્ષા હોય છે અને પારમાર્થિક હેતુ દર્શાવવાની પણ ખાસ અપેક્ષા હોય છે. બન્નેનું ગ્રહણ થઈ, વા મુખ્ય-ગૌણ થઈ તેનો સુમેળ થવો ઘટે. અર્થાત્ પરિણામે આત્મહિત સધાય તો અપેક્ષા જ્ઞાનની યથાર્થતા છે.
(૧૬૫૨)
૪૧૮
બાહ્યદષ્ટિ અને બાહ્ય ચિહ્ન / લક્ષણથી સજીવનમૂર્તિની ઓળખાણ થઈ શકતી નથી. શ્રી સર્વજ્ઞ . વીતરાગ દેવ બાહ્ય સ્થિતિમાં નિર્દોષ ધ્યાનસ્થ અવસ્થાએ નિરંતર બિરાજમાન રહેવા છતાં તેમની ઓળખાણ થઈ નથી; થતી નથી, તો શુભયોગ અને શુભોપયોગ દ્વારા જ્ઞાની કે વીતરાગને કેમ ઓળખી શકાય ? તાત્પર્ય એ છે કે માત્ર અંતર્પરિણતિ દ્વારા જ જ્ઞાની કે વીતરાગને તથારૂપ યોગ્યતા પ્રાપ્ત થયે ઓળખી શકાય છે. એવો નિશ્ચય કરવો જોઈએ.
(૧૬૫૩)
-
-
પરિભ્રમણની વેદનાપૂર્વક યથાર્થ વૈરાગ્ય અને સંસારથી છૂટવાના પરિણામ થાય છે. પરંતુ બહુભાગ ધર્મપ્રેમી જીવોને તે વેદના દર્શનમોહના પ્રાબલ્યને લીધે આવતી નથી - અને નથી આવતી’ તે એક સમસ્યા થઈ પડે છે. ત્યારે કેમ આગળ વધવું ? તેની મૂંઝવણ થાય છે. - વ્યક્તિગત રીતે, ઉપરોક્ત ક્રમપ્રવેશ થયાં પહેલા, એટલે પરિભ્રમણની ચિંતના આવ્યા પહેલાં ‘આમ જ કરવું’– એવો કોઈ નિયમ નથી, પરંતુ જેમ દર્શનમોહ (મિથ્યાત્વ) મોળો પડે તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. તે પ્રવૃત્તિમાં સત્સંગ, સ્વાધ્યાય, સુવિચારણા, આત્મભાવના, પ્રતિકૂળ ઉદયમાં ભિન્નપણાનો પ્રયોગ, અવલોકનનો વારંવાર પ્રયોગ, જ્ઞાનીપુરુષની ભક્તિ, આદિ દર્શનમોહ પાતળો પડે, પરમાં પોતાપણું મોળું પડે, તેવા પરિણામો થવા ઘટે—અને તે દરમ્યાન ક્રમથી આગળ વધવાનો અભિપ્રાય રાખવો જોઈએ. ઉપરોક્ત પ્રવૃત્તિ અને પરિણામોમાં જેને જે પ્રકારથી આત્મ કલ્યાણની ભાવના વૃદ્ધિગત થાય, તે પસંદ કરવું જોઈએ.
(૧૬૫૪)
જિજ્ઞાસા : પાયાની મહત્વપૂર્ણ સમજણ શું હોવી જોઈએ ? તો કાર્યસિદ્ધિ થાય અને ભૂલ થવાનો અવકાશ ઓછો રહે ?
સમાધાન ઃ પાયાની સમજણની મૂળવાત એ છે કે, મુમુક્ષુની ભૂમિકા વિપરીત અભિપ્રાયને બદલવાની છે નહિ કે તપ-ત્યાગ કરવાની. વળી અભિપ્રાય બદલ્યા વિના પરિણામની અયોગ્યતાને બદલવા ઈચ્છે છે તે જીવ પણ પરિણામના વિજ્ઞાનથી અજાણ હોઈ, વારંવાર અનિચ્છક પરિણામો થવાથી મૂંઝાય છે, તેથી જ અભિપ્રાય બદલાય તેવી અનુભવ પદ્ધતિના ક્રમથી આગળ વધવાનો પુરુષાર્થ થવો ઘટે. અર્થાત્ પરિભ્રમણનો ભય, સંસારીક ઉદય પ્રત્યે ઉદાસીનતા, બળવાન વૈરાગ્ય,