________________
૪૧૯
અનુભવ સંજીવની મોક્ષનું લક્ષ, નિજદોષને અપક્ષપાતપણે જોવા, વગેરેનો પુરુષાર્થ થવો જોઈએ.
(૧૬૫૫)
| સ્વરૂપની સમજણ પ્રયોજનભૂત છે, તેમ જાણી જીવ તેની સમજણ કરે છે. પણ પોતે પરથી એકત્વ કરી રહ્યો છે, તેમાં ભિન્નપણું કેમ થતું નથી ? તેવું પ્રયોજનભૂત ભિન્નત્વ લક્ષમાં લેતો નથી ત્યાં સુધી પરમાં પોતાપણું ચાલુ રાખે છે, તેથી સ્વરૂપ સમજાયા છતાં ભિન્ન જ્ઞાનમય નિજસ્વરૂપનો અનુભવ આવતો નથી–અહીં નાસ્તિનાં પડખે સાવધાની પ્રયોજનભૂત છે. (૧૯૫૬)
સ્વરૂપદૃષ્ટિમાં સ્વરૂપની ઉપાદેયતા અને સ્વરૂપની અભિન્નતા સમાય છે– પર્યાયદૃષ્ટિમાં રાગની ઉપાદેયતા અને રાગથી અભિન્નતા / એકત્વ થાય છે. તેથી રાગની ભિન્નતા અને હેયતા દ્વારા પર્યાયદષ્ટિ છોડાવી, શ્રીગુરુ દ્રવ્યદૃષ્ટિ કરાવે છે. દ્રવ્યદૃષ્ટિ દ્રવ્યની રુચિ– ગુણ સ્વભાવની રુચિથી થાય છે. રુચિ થવા અર્થે યથાર્થ સમજણપૂર્વક સ્વરૂપ મહિમા અને વિરક્તિ / ઉદયમાં ઉદાસીનતા થવા ઘટે છે.
(૧૬૫૭)
Vજિજ્ઞાસા : સત્સંગમાં સતુશ્રવણ અને દેવ, શાસ્ત્ર, ગુરુ પ્રત્યે સમર્પણ તથા બાહ્ય વ્યવસાય આદિથી નિવૃત્તિ વગેરે કરવા છતાં કેમ પ્રાપ્ત થતું નથી ? શું રહી જાય છે ?
સમાધાન : બુદ્ધિપૂર્વક તે બધું કરવા છતાં, દઢ થવા છતાં અંતર ભેદાય તેવી પરિણતિ થવી જોઈએ, જે તે ભૂમિકાની પરિણતિ વિરુદ્ધ પરિણતિ પલટાઈને) ન થાય ત્યાં સુધી કચાશ છે. ખરી આત્મરુચિ પ્રગટે તો પરિણતિ પલટો ખાધા વગર રહે જ નહિ. આમ પરિણતિ થવાની રહી ગઈ છે, તેથી પ્રાપ્ત થતું નથી–થયું નથી.
(૧૬૫૮)
સનું શ્રવણ પ્રાપ્ત થાય ત્યારે જિજ્ઞાસુએ જ્ઞાનીનો આશય ગ્રહણ કરવા લક્ષ રાખવું જોઈએ, જેથી શ્રવણની સાથે ઊંડાણથી ગ્રહણ થાય. જ્ઞાનીનો આશય તેમના ભાવોના ઊંડાણમાં રહેલો છે.
(૧૬૫૯)
જિજ્ઞાસા : પંચાધ્યાયી (ઉ) ગા - ૪૦૦માં સમ્યકત્વને અતિ સૂક્ષ્મ કહેલ છે, તેથી તે કહી શકાતું નથી – તેમ કહેલ છે, તો તેનો પરમાર્થ શું છે ?
સમાધાન : વસ્તુતાએ સમ્યકત્વ અતિ સૂક્ષ્મ છે જ અને તેથી સુગમપણે મુમુક્ષુને સમજાતુ નથી. સમ્યકત્વ જ્ઞાનની નિર્મળતાએ સમજાય છે અને અતિ સૂક્ષ્મતાને લીધે વચન અગોચર છે, તેમ વસ્તુસ્થિતિએ છે. આથી પરમાર્થ એવો લક્ષિત થાય છે કે સમ્યકત્વ, કે સમ્યકત્વી તે કહેવા સાંભળવાનો વિષય નથી– પરંતુ જ્ઞાનગોચર કરવાનો વિષય છે. તેથી તે પ્રકારે જ ઓળખવા)