________________
૪૨૦
અનુભવ સંજીવની
પ્રયત્ન કરવો યોગ્ય છે અન્યથા પ્રકારે પ્રયત્ન કરવા યોગ્ય નથી.
(૧૬૬૦)
જાન્યુઆરી - ૧૯૯૭ /પરિભ્રમણની ચિંતનાપૂર્વક માર્ગ માટે જે જીવ દૃઢપણે ઝૂર્યો છે, તેને આત્મામાંથી પરિભ્રમણનો
નિષેધ આવ્યો છે, તેથી તેનો આત્મા અવશ્ય પરિભ્રમણથી મુક્ત થશે.
(૧૬૬૧)
અધ્યાત્મ તત્ત્વ અને તદાશ્રીત અધ્યાત્મ દશાની સુંદરતા અલૌકિક અને અચિંત્ય છે. ગ્રંથ ગ્રંથોમાં તેની સ્તુતિ / પ્રશંસા અનુભવી મહાત્માઓએ કરી છે, પરંતુ તે સંકેતમાત્ર છે, વાસ્તવમાં તેનો મહિમા વચન અગોચર છે. તેથી અનુભવ દ્વારા તેને માણવાની ભાવના જ યોગ્ય છે. જેમ હીરાની શોભા તેના તેજ અને તેના પાસાથી છે. તેમ ચૈતન્યની શોભા તેના તેજ અને દિવ્ય ગુણોથી છે, જે અનંત છે.
(૧૬૬૨)
*
પ્રયોગનો વિષય પ્રયોગથી સિદ્ધ થાય તો તેનો પારમાર્થિક લાભ થાય. પરંતુ બૌદ્ધિક સ્તર પર તે સંમત થાય, તો તેના વિકલ્પે ચડવાનું બને છે, તો પારમાર્થિક લાભ થતો નથી. તેથી બુદ્ધિગમ્ય કરનારે આ વિષયમાં સાવધાની રાખવી ઘટે. પ્રયોગથી પરિણતિ થાય છે, વિકલ્પથી થતી નથી. તેવી મેળવણી થઈ ચોકસાઈ થવી જોઈએ. અનુભવનો પ્રકાશ કોઈ જુદો જ છે, તેની આગળ વિકલ્પ અંધકાર છે.
(૧૬૬૩)
૮૮ જિનેશ્વરના માર્ગની સુંદરતા કોઈ ઔર જ છે. તે માર્ગે સંચરનાર પૂર્ણરુપેણ નિર્દોષ થવા ચાહે છે, ત્યારે પોતાના દોષ દેખાડનારને અતિ ઉપકારી ગણે છે, એટલું જ નહિ, ઉપસર્ગ કરનાર નિંદા અને અવર્ણવાદ કરનારને પણ ઉપકારી સમજે છે, કેમકે તે પ્રકારના ઉદયમાં પોતાનો પુરુષાર્થ ઉપાડે છે અને પૂર્વનો અપરાધ ધોવામાં તે નિમિત્ત (મદદરૂપ) થાય છે. તેથી તેના પ્રત્યે દ્વેષભાવ થતો નથી. દ્વેષબુદ્ધિ અને રાગબુદ્ધિ તો તે પહેલા જ મટાડી હોય છે. તેથી રાગ-દ્વેષનું બળ તો હોતું જ નથી. આવા જીવને તારણહાર શ્રીગુરુ પ્રત્યે અસીમ ઉપકાર ભાવ વર્તે તેમાં શું આશ્ચર્ય
છે ?!
(૧૬૬૪)
જ્ઞાન જ્ઞાનને વેદી રહ્યું છે, સ્વભાવ પૂર્ણ અંતર્મુખતાનો છે. તેથી પરવેદનના અધ્યાસથી મુક્ત થઈ જીવે નિજજ્ઞાન વેદન દ્વારા સ્વભાવને અવલોકવાનો છે, ‘માત્ર નિજાવલોકન’ આટલું જ કરવાનું
છે.
(૧૬૬૫)