________________
અનુભવ સંજીવની
૪૨૧ Vજિજ્ઞાસા ઃ સશ્રવણનો રાગ છે કે આત્મકલ્યાણની ભાવના છે ? તેનો નિશ્ચય કઈ રીતે થાય ?
સમાધાન : શ્રવણ કરનાર આત્મકલ્યાણનો આશય ગ્રહણ કરે તો તેની ખરી ભાવના છે. તે શ્રવણથી સંતુષ્ટ થતો નથી. રાગવાળો જીવ શ્રવણની બાહ્ય ક્રિયામાં સંતોષાય જાય છે. ત્યાં સતુનું મૂલ્યાંકન થયું નથી; અને શ્રવણયોગનો ખરો મહિમા પણ ભાસ્યો નથી. (૧૬૬૬)
Vપરલક્ષી મોટો અપરાધ છે, કોઈપણ ભૂમિકાના મુમુક્ષુને નુકસાનકર્તા છે. સર્વ પ્રકારના દોષ અને કષાય તેમાંથી ઉત્પન્ન થાય છે અને દર્શનમોહને પણ બળવાન કરે છે, તેથી શ્રીગુરુના / શાસ્ત્રના ઉપદેશની અસર જીવને થતી નથી; અને સત્સંગ નિષ્ફળ જાય છે. (૧૬૬૭)
સ્વભાવ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. અને અંત તત્ત્વ સ્વરૂપ છે. તેને ગ્રહણ કરવા માટે ઉપયોગ પણ સૂક્ષ્મ અને અંતર્મુખ થવો ઘટે. તેથી જ અંતર અવલોકનના ઘણા અભ્યાસની આવશ્યકતા છે. તે સિવાઈ સ્થળ અને બહિર્મુખ ઉપયોગ વડે કોઈપણ અને કેટલું પણ ધર્મ સાધન કરવા છતાં સ્વભાવ ગ્રહણ થાય તેવી ક્ષમતા પ્રાપ્ત થતી નથી.
(૧૬૬૮)
*/ જિજ્ઞાસા : યથાર્થ સત્સંગ કેવો હોય ? -
સમાધાન : પોતાનું હિત સધાતું હોય, એવા નિમિત્તપણાનો અનુભવ જ્યાં થતો હોય, તે યથાર્થ સત્સંગ છે.
* જ્યાં, પોતાની ભૂમિકાને યોગ્ય મુખ્યપણે ચર્ચા થતી હોય, અને તનુસાર અમલીકરણનું માર્ગદર્શન પ્રાપ્ત થતું હોય, તે યથાર્થ સત્સંગ છે.
* જ્યાં, આત્મરસ અને આત્મરુચિને પોષણ થઈ તે વૃદ્ધિગત થતા હોય. * જ્યાં, અધ્યાત્મ તત્ત્વ અને સિદ્ધાંતોની ચર્ચા થતી હોય,
* જ્યાં, જ્ઞાની પુરુષોનાં જ્ઞાન, ધ્યાન અને પુરુષાર્થની પ્રશંસા / બહુમાન થતાં હોય, ત્યાં યથાર્થ સતસંગ જાણવો.
(૧૬૬૯)
*
*
*
| Vઉપદેશબોધ જૈનદર્શનમાં છે અને અન્ય દર્શનમાં પણ ઘણો છે. પરંતુ જેનદર્શનમાં ઉપદેશબોધ છે, તે સિદ્ધાંતબોધને કારણભૂત થાય તેવો છે, કારણકે તે વસ્તુ સ્વરૂપ અનુસાર છે. અન્ય દર્શનમાં ઉપદેશ ન્યાય અનુસાર છે, પરંતુ વસ્તુ-વિજ્ઞાન ત્યાં નહિ હોવાથી, તેમાં આધાર ભેદ છે. તેથી જ તેવા ઉપદેશમાં સ્થિત રહેવું સંભવિત નથી. જ્યારે જૈનના મહાત્માઓ સદાને માટે સ્વરૂપ – ધ્યાનમાં સ્થિર રહી પરમેશ્વરપદે બિરાજે છે, કારણકે તેમને વસ્તુસ્વરૂપનો આધાર છે. (૧૯૭૦)