________________
૧૬૨
અનુભવ સંજીવની થાય છે. પરંતુ અજાણે તેમાં સપુરુષ પ્રત્યેની અભક્તિ થઈ જાય છે, જે પરમાર્થ ગ્રહણમાં મોટો પ્રતિબંધ છે.
(પ૯૪)
- સિદ્ધાંત ગ્રંથો અને સિદ્ધાંત આશ્રિત અધ્યાત્મ વિષય પ્રતિપાદિત છે. તેવા ગ્રંથો, પોતાની તથા પ્રકારની વિશેષ યોગ્યતા થયા પહેલાં, સદ્દગુરૂગમે સમજવાને બદલે, પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ, નિર્ધારી લઈ, વિભાવરસ મંદ થયા વિના, અંતર્દશા ફર્યા વિના, (પરિણતિ ફર્યા વિના) પોતાને વિષે જીવ “જ્ઞાન” કલ્પે, ત્યારે તે ગ્રંથો શસ્ત્ર જેવાં ઘાતક થઈ પડે છે, જેને નિષ્પક્ષપાતપણે દોષ-
વિભાવભાવનું પણ અવલોકન ન હોય, તે સૂક્ષ્માતિસૂક્ષ્મ અધ્યાત્મ તત્ત્વને કયાંથી જોઈ શકે ? તેથી વિચારવાન જીવે લક્ષ રાખી, ઉપર કહ્યા તેવા પ્રકારમાં કે પ્રવાહમાં આવી ન જવાય તેની સાવધાની રાખી, સપુરુષનો યોગ અને પોતાની પાત્રતા પ્રાપ્ત કરી, સર્વ દોષ છેદ કરવાનો, સત્ય માર્ગ / સન્માર્ગ પ્રાપ્ત કરવા યોગ્ય છે.
(પ૯૫)
જ્ઞાની પુરુષના આશ્રયે, આત્માર્થને જાણ્યા વિના, જીવે અનેક પ્રકારે કલ્પિત ધર્મ-સાધન અનંતવાર કર્યા છે પરંતુ તેથી આત્મકલ્યાણ થયું નથી. ઉલ્યું તે તે સાધન કર્યાનું દુષ્ટ અભિમાન, પર્યાયબુદ્ધિ હોવાને લીધે . કર્યું છે; જે સંસારનું મુખ્ય કારણ છે. આવા પ્રકારની થતી આવી ભૂલ મટાડવા “અપૂર્વજ્ઞાન સિવાય કોઈ બીજો ઉપાય નથી. અપૂર્વજ્ઞાન અપૂર્વવિચાર વિના ઉત્પન્ન થતું નથી; અર્થાત્ આત્મહિતનો, અપૂર્વ ભાવનાથી, અપૂર્વ જાગૃતિથી, વર્તતો જે વિચાર, તે આત્મવિચાર છે. અને તે પ્રકારને લીધે ઉત્પન્ન જે પરિણતિ તે જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તતાં જીવને થાય છે. તેથી જ્ઞાતિપુરુષની આજ્ઞાનું આરાધન એક નિષ્ઠાપૂર્વક થતાં, તે સિદ્ધપદનો શ્રેષ્ઠ અને સુગમ ઉપાય છે. આમ સદ્ગુરુની આજ્ઞાનું (આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું મહત્વ અપાર છે. – (અનું - ૫૪૦)
(પ૯૬)
- દેહ છે, તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. દેહનો જોનાર, જાણનાર એવો આત્મા દેહથી પ્રગટ ભિન્ન છે. આવા ભિન્ન દેહમાં મૂછ હોવાથી, પ્રાયઃ જીવ તેની ચિંતનામાં આકુળતા ભોગવતો થકો, જીવન ગુમાવે છે.
મુમુક્ષુજીવે દેહની ચિંતામાં જીવન ખર્ચવું યોગ્ય નથી જ. માત્ર સ્વરૂપનું અજ્ઞાન છે; તે જ ચિંતા અને ભય થવો ઘટે છે. આ મહાન આત્મા દેહની ચિંતા કરવાને યોગ્ય નથી. દેહની વૃદ્ધિક્ષય આદિ પરિણામ જોઈને હર્ષ - શોક કરવો ઘટતો નથી. મૃત્યુ સમીપ દેખાવા છતાં, જ્ઞાને કરીને, જેને દેહને વિષે મૂછ વર્તતી નથી . તેમને નમસ્કાર હો !
(પ૯૭)