________________
અનુભવ સંજીવની
૧૬૩
* વૈરાગ્ય અને ઉપશમ, જેના નિમિત્તથી સહેજે ઉત્પન્ન થાય, તેવાં વચન- સંગ્રહને ઉપદેશ બોધ કહે છે. જેથી કષાય રસ ઘટે છે, દર્શનમોહ મંદ થાય છે.
* વસ્તુના સ્વરૂપ જ્ઞાનને પ્રકાશનારા વચનોને સિદ્ધાંત બોધ કહે છે. જેના વડે ગ્રહણ કરાયેલ ઉપદેશનું સ્થિરીકરણ થાય; નહિતો ઉપદેશ-બોધમાં ટકી શકાય નહિ.
* આત્મજ્ઞાન અને સ્વરૂપ શ્રદ્ધા પ્રગટ થાય, એવી આત્મશ્રેયની પદ્ધતિ સૂચક વચનોને માર્ગબોધ કહેવાય છે. જેથી માર્ગની વિધિ (કથંચિત્ વક્તવ્યપણે) વ્યક્ત થાય છે.
*
કઠોર (બાહ્ય) તપશ્ચર્યા કે યોગાદિ બળવાન પ્રયોગો કરવા છતાં, (તેવા સાધનો વડે બળવાન પરિશ્રમ કરવા છતાં), પ્રાપ્તિ ન થઈ, તે સ્વરૂપની સહજે પ્રાપ્તિ થાય, તેવો ઉદ્દેશ્ય મુખ્યપણે, પ્રગટપણે જે વચનોમાં પ્રકાશિત હોય, તેને શ્રી જિનેન્દ્ર ભગવંતનાં ઉદ્દેશ-વચન કહેવામાં આવે
છે.
(૫૯૮)
અનંતકાળથી જીવે પોતાનું કલ્યાણ નથી કર્યું, તેનું કારણ આ જીવને ખરી મુમુક્ષુતા જ આવી નથી; અને અસત્સંગની ઉપાસના છે; અથવા વાસના છે. અસત્સંગમાં વસવું રુચે તે અસત્સંગની વાસના છે, જે જીવને અનાદિ ભ્રાંતિનું મૂળ કારણ છે, અને સ્વચ્છંદ જેવા ભયંકર મહારોગનું ઉત્પાદક છે. આત્માને વિષે તથા સત્પુરુષને વિષે અરુચિ થવાનું પણ તે જ કારણ છે. ત્રણે કાળે દુર્લભ એવા સત્પુરુષના યોગે, મોટો અંતરાય થઈ જીવને પ્રતિબંધ થવાનું કારણના મૂળમાં અસત્સંગની વાસના જ રહેલી છે. લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા, અને કલ્પિત જ્ઞાન' થવાનું મૂળ અસત્સંગમાં રહ્યું છે. તેથી આત્માર્થી જીવે આ સ્થળે બહુ બહુ વિચાર અને વિવેક કરવા યોગ્ય છે. તે અસત્સંગથી છૂટવા જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકાર થવું તે છે.
(૫૯૯)
ૐ વર્તમાનમાં જે વિષમતાઓ વર્તે છે, તેમાં શહેરનાં ક્ષેત્રો અનાર્યક્ષેત્ર જેવાં થઈ ગયા છે. પાંચેય ઈન્દ્રિયોના વિષયો માટેની ઈચ્છાઓ અત્યંત પ્રબળપણે સળગતી નજરે પડે છે. ખાણી-પીણી, રહેણીકરણીમાં અત્યંત વિવેક શૂન્યતા થઈ ગઈ છે. આત્મહિત કરવા અંગેની બુદ્ધિ જાણે કે સાવ હણાઈ ગઈ હોય તેવું પ્રત્યક્ષ છે, વ્યવહારમાં સરળતા તો પરદેશમાં ચાલી ગયા જેવું છે ત્યારે આત્માર્થી જીવને બચવા યોગ્ય કોઈ ઉપાય હોય તો તે એકમાત્ર નિરંત સત્સંગનું ઉપાસવું તે જ છે, જે સંસારમાં વ્યાપેલ વિષાક્ત વાતાવરણમાં સમુદ્રની વચ્ચે રહેલી અમૃતની મીઠી વીરડી છે. માત્ર આત્મહિત વાંચ્છું' જીવો પણ ક્વચિત્ જ માલૂમ પડે છે.
(૬૦૦)
૮ ખરી મુમુક્ષુતાના પ્રારંભમાં, મોક્ષ અભિલાષ’ અર્થાત્ ‘પૂર્ણતાનું લક્ષ’ થઈ શરૂઆત થાય
છે. તેથી આત્માર્થીને યોગ્ય, ઉત્કૃષ્ટ પાત્રતા પ્રગટ થવા છતાં, ક્યારે પણ સંતુષ્ટ થવાનું સહજ