________________
૧૬૪
અનુભવ સંજીવની
બનતું નથી. આ પ્રકાર પ્રગટ થવાથી પર્યાયબુદ્ધિ-દર્શનમોહ- તીવ્ર થતો નથી; પરંતુ મંદ થાય છે. પ્રારંભમાં ‘પૂર્ણ શુદ્ધિનું ધ્યેયરૂપ લક્ષ' પર્યાય વિષયક હોવા છતાં, તેના ગર્ભમાં પર્યાયબુદ્ધિ નાશ થવાનું બીજ રહેલું છે. તે આ અલૌકિક પ્રારંભનો ચમત્કાર જ છે.
આવી મુમુક્ષુતા પ્રગટતાં, તેને કેવળ ઉદયભાવમાં ગણવા યોગ્ય નથી, પરંતુ ભવ્યત્વ - પારિણામીકનો પરિપાક ગણવા યોગ્ય છે. કારણ કે આત્માર્થી જીવને, અહીં મોક્ષનાં ભણકાર આવે છે અને આસન્ન ભવ્યતાને લીધે, તત્ સંબંધી નિઃશંકતા વર્તે છે.
(૬૦૧)
તત્ત્વનું શ્રવણ પ્રીતિથી- પ્રસન્ન ચિત્તથી કરવું જોઈએ-એમ જિનાજ્ઞા છે, ત્યાં તત્ત્વ એટલે આત્મસ્વરૂપ પ્રત્યેની રુચિનો નિર્દેશ છે. પરંતુ માત્ર વાણી પ્રત્યેના રાગની વાત નથી. વાણીનાં રાગથી શ્રવણ કરવામાં, સ્વરૂપની રુચિ કેળવાતી નથી. પરંતુ પુદ્ગલની રુચિ થઈ જાય છે, તેથી વાચક શબ્દોના અથવા કથન શૈલીના રાગમાં આવીને તત્ત્વજ્ઞાનનું શ્રવણ થવું ન ઘટે, પરંતુ વાચ્યના લક્ષે, વાચ્યની રુચિપૂર્વક શ્રવણ થવું યોગ્ય છે.
(૬૦૨)
પોતાથી વિશેષ ગુણવાનનો સંગ કરવો, - તેવું શ્રીગુરુનું ફરમાન છે; અને તેવા સત્સંગમાં, સરળતા, વૈરાગ્ય, નિખાલસતાપૂર્વક પરસ્પરના ગુણદોષની ચર્ચા, પરસ્પર આત્મીયતા, વાત્સલ્યનો પ્રેમ વગેરે હોવા અત્યંત જરૂરી છે. તેમ છતાં પોતાથી હીન યોગ્યતાવાળો મુમુક્ષુ સંગમાં આવે અથવા રહે, ત્યારે તેના વિપર્યાસ કે અયથાર્થતાનો વાત્સલ્યભાવે નિર્દેશ કરી, દૂર કરવાના હેતુથી વર્તવું - યોગ્ય છે. પરંતુ અપેક્ષા બુદ્ધિથી સંગ કરી, તેનો વિપર્યાસ પુષ્ટ થાય - તેમ વર્તતા - પોતાનું પતન થયા વિના રહે નહિ. તેથી સંગ’ ની બાબતમાં અત્યંત ગંભીર ઉપયોગે વર્તવું ઘટે
છે.
(૬૦૩)
જેનો બદલો વાળી ન શકાય, એવું પરમાત્મપદ, જેમણે કાંઈપણ અપેક્ષા વિના આપ્યું, માત્ર કરુણાશીલપણાને લીધે આપ્યું, તેમની સરળતા નિસ્પૃહતા આદિ ગુણોની વાત કરવાની શક્તિ નથી; પરંતુ જેના વચને આત્મસ્વરૂપ સહજમાં પ્રગટે અને જેમના ગુણ સ્તવનથી પણ આત્મસ્વભાવ પ્રગટે છે, તેમ જાણી સત્પુરુષનું ઓળખાણ થવા માર્ગબોધ પ્રકાશ્યો, તે પ્રકારે બહુમાન, ભક્તિ, માત્ર આત્મકલ્યાણના હેતુથી નિરૂપણ કર્યું, તે સત્પુરુષનાં ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિથી નમસ્કાર હો ! નમસ્કાર હો !!
(૬૦૪)
*
શાસ્ત્ર વાંચન કરવું પડતું હોય, તો નિષ્કામ ભાવે, નિષ્કારણ કરુણા – અનુકંપાએ થવું ઘટે, સાથે સાથે આત્મરસ આવિર્ભાવ થાય, તો પોતે અપરિણામી રહીને બીજાને એકાંતે સંભળાવે