________________
અનુભવ સંજીવની
૧૬૫ છે, – તેમ ન બને; નહિ તો મને કેવું સારું વાંચતા – સમજાવતાં આવડે છે, મારી શૈલી સારી છે, તેવા પરિણામથી સંસાર વધારવાનું થશે – અહીં ઉપરોક્ત પ્રકારે જાગૃતિ રહેવી ઘટે. (૬૦૫)
ભોગ-ઉપભોગ સાંભરે છે, કારણ અભિપ્રાયમાં, તેમાંથી સુખબુદ્ધિ ગઈ નથી, તેથી તે સંબંધી ચિંતા પણ મટતી નથી. આ ચિંતવના જીવને ગળે પડી છે, છૂટતી નથી. તેથી આત્મકલ્યાણની ચિંતા નથી. પરમાર્થ - ચિંતાનો અભાવ છે, તે સ્થિતિ કરુણાજનક છે. મુમુક્ષુને પરમાર્થની અભિલાષામાં, વૈરાગ્ય, ઇન્દ્રિયજય, વગેરે અથવા મમત્વ છોડવાની કોઈ શરત કઠણ લાગે નહિ. કઠણ લાગે તો, તેને પ્રબળ વિપર્યાસ છે.
(૬૦૬)
જ આત્માર્થી જીવોને પરસ્પર સત્સંગનો પ્રસંગ હોવાથી, કદાપિ વિચાર ભેદ થાય તોપણ મન ભેદ રાખવો ન જોઈએ, અંતભેદ રાખ્યા વિના, પ્રેમ અને વાત્સલ્યથી સાથે મળી, સત્સંગ કરવો, તેમ કરવા જતાં, પ્રકૃતિ જોર કરે તો તેને ધક્કો મારવો; કે અહીં તારું જોર ચાલવા નહિ દઉં, અર્થાત્ પ્રકૃતિને દબાવવી, સાધર્મીિની પ્રેમથી ભૂલ સુધારવી સહેલી છે.
(૬૦૭)
ઓક્ટોબર - ૧૯૯૦ V જિન-પ્રભુના દર્શન કરતાં, પોતાની વિદ્યમાનતામાં જાગૃત રહી દર્શન કરવા, અથવા પોતાના ભાવમાં પોતાનું સ્વરૂપ લક્ષમાં રાખી, વિદ્યમાનપણું જાગૃત કરીને દર્શન / નમસ્કાર કરવા. (૬૦૮).
શરીરની શુભા-શુભ ક્રિયા | પ્રવૃત્તિ કાળે ઉપયોગની પ્રવૃત્તિ તેમાં થાય છે. તેથી પોતાને, પોતાના હોવાપણા વિષે અંતરાય પડે છે. તેથી જેમ બને તેમ ઉપયોગને છૂટો ને છૂટો રાખવા સહજ પુરુષાર્થ / જાગૃતિ થવી ઘટે. શરીરમાં પોતાપણું થતાં મિથ્યાત્વ થાય છે. તેમાં અનંત દુઃખ છે, પરંતુ તેને જગત આખામાં કોઈ દુઃખ માનતું નથી. ઉલટું તેવા મમત્વ ભાવમાં સુખની કલ્પના કરે છે, તે મહા વિપરીતતા છે.
(૬૦૯)
V કોઈને પણ તેના દોષની વાત ખુલ્લી રીતે કહેવામાં આવે તો પ્રાયઃ તેનું મન દુભાય છે. પરંતુ પોતાના દોષ જાણીને ટાળવાના અભિપ્રાયથી, જે સાંભળવા ચાહતો હોય, તેને કહેવામાં (હિતબુદ્ધિથી) પ્રાયઃ સંકોચ કરવા યોગ્ય નહિ, તોપણ તેવા સમયે સાંભળનારને ઉપકાર ભાસે અને દોષ ટાળવાનો ઉલ્લાસ વારંવાર વધતો હોય, તો જ કહેવાય, પણ સાંભળીને મોઢું ફરી જતું હોય, અર્થાત્ થોડું પણ મન દુભાતું હોય, ત્યાં સુધી તેમ ન કહેવું જોઈએ. (૬૧૦)