________________
૧૬૬
અનુભવ સંજીવની
જો પોતાને શુદ્ધ સ્વરૂપની વાતમાં સાચો રસ હોય, તો પોતાના અશુદ્ધ ભાવો તે રૂપ દોષ કાઢવાની વાતમાં – પ્રયોજનભૂત હોવાથી – અવશ્ય રસ આવે જ, પરંતુ જો દોષ કાઢવાની વાતથી અરુચિ થાય તો, તેમ સમજવા યોગ્ય છે કે, શુદ્ધ સ્વરૂપની વાતનો રસ યથાર્થ નથી, માત્ર આડંબરરૂપ
છે.
(૬૧૧)
*
જેમ ભોજનનું અજીર્ણ થવાથી રોગ થાય છે, તેમ સાંભળેલું, વાંચેલું – જ્ઞાન અજીર્ણ થાય - અર્થાત્ પચાવવામાં ન આવે, તો તેનું અભિમાન થાય છે. એ જ પ્રકારે તપનું અજીર્ણ થતાં ક્રોધ થાય છે. પરંતુ જ્ઞાનવાન તો નિરઅભિમાની હોય છે. તે જ શોભે છે, જેમ ધનવાન દાતાર હોય, અને શુરવીર ક્ષમાવાન હોય, તો શોભે તેમ –
જો કે જ્ઞાનીપુરુષને પોતાની જ્ઞાન દશામાં, અભિમાનના નિમિત્તભૂત સમસ્ત સંયોગ સ્વપ્નવત્ જ ભાસે છે. પછી કેવી રીતે અભિમાન થાય ? અર્થાત્ અભિમાન જે કલ્પનાથી થાય છે. તેવી કલ્પના ઉદ્ભવ થવાનો ત્યાં અવકાશ જ નથી. કેમકે સ્વરૂપમાં અહંપણું વર્તે છે, તે અન્યમાં અહંપણું થવા દેતું નથી. (૬૧૨)
આત્માનું (જ્ઞાનનું) કામ જોવાનું છે. જણાય તેને પકડવાનું નથી. તેમ છતાં આત્મા પકડવા પ્રયત્ન કરે છે. તે વિભાવ છે, અર્થાત્ માત્ર જાણવાની પોતાની (સ્વભાવની) મર્યાદાનું ઉલ્લંઘન કરવારૂપ અપરાધ છે. આવા અપરાધકાળે, મર્યાદાનું ભાન રહે તે જ્ઞાન છે, અને ભાન ન રહે તે અજ્ઞાન છે; જેથી અજ્ઞાન જનિત સર્વદોષનો જન્મ થાય છે આ સાદી સરળ પરિણમનની ઘટનાનું અવલોકન કરી, નિજ મર્યાદામાં રહેવું ઘટે છે.
(૬૧૩)
-
શ્રી ગુરુના શ્રીમુખેથી બે શ્રવણ થવા યોગ્ય છે, એક આત્મકલ્યાણ - બીજું આત્મ-સ્વરૂપ. સત્શાસ્ત્રમાં પણ આ બે જ વાંચવા યોગ્ય છે. અન્ય સર્વ માત્ર જાણવાનો વિષય છે, તેમ જાણી ગૌણ કરવા યોગ્ય છે.
(૬૧૪)
નિષ્કામ મુમુક્ષુ સત્પાત્રજીવ પ્રત્યે વાત્સલ્ય ભાવ થવો, તે સન્માર્ગને વિષે સહજપણે જ્ઞાનીપુરુષે આચરણથી સ્થાપેલ છે. તેથી તેવા જીવની દ્રવ્યાદિ કારણથી, અનુકંપાને યોગ્ય સ્થિતિમાં સેવા આદિ કર્તવ્ય છે. પરંતુ તેમ કરતાં સામા જીવને અપેક્ષાવૃત્તિ થાય તો, તે પરમાર્થને રોધ કરનારું કારણ જાણવા યોગ્ય છે. ત્યાં તે જીવ દીનવૃત્તિ, સંયોગમાં સુખબુદ્ધિની વૃદ્ધિરૂપ મલિન વાસનાને પામી, ક્રમે કરીને મુમુક્ષુતાનો નાશ કરે, તેવું થાય નહિ, તેની કાળજી રાખી, સામા જીવની હિતબુદ્ધિની મુખ્યતા રાખી, વાત્સલ્યની પ્રવૃત્તિમાં વિવેક કર્તવ્ય છે. કર્તવ્ય – અકર્તવ્યની
—