________________
અનુભવ સંજીવની
૧૬૧ જ્ઞાનમાં બળવાનપણે વર્તતું હોવા છતાં, સાંસારીક વ્યવસાયમાં અપ્રધાન રાખી વર્તવું પડે, તેનો જ્ઞાની પુરુષને ત્રાસ વર્તે છે; તેથી તે વ્યવસાયથી નિત્ય છૂટવાની લારૂપ વૃત્તિ રહ્યા કરે છે. જેના અનુભવમાં એક વિકલ્પ પણ સ્વરૂપને ફાંસી આપવા જેવો લાગે છે, તેની પાસે સંસારના કાર્યોના અનેક વિકલ્પની જાળ, અને તે અંગેનો બોજો ઉપડાવવાની કઠોરતા કયા કારણથી યોગ્ય છે ? તેનો વિચાર કરતાં રોમાંચ ખડા થઈ, હૃદય દ્રવી ઊઠે છે; હે કરુણાસાગર ! આ સ્થળે તારી અનંત કરુણાનો શું અંત આવી ગયો છે ? !
(૫૯૨)
- સર્વશ્રેષ્ઠ એવું આત્મધ્યાન, (મોક્ષનું સાક્ષાત્ કારણ હોવાથી) આત્મજ્ઞાનની પ્રાપ્તિ સિવાઈ થતું નથી. આવું આત્મજ્ઞાન યથાર્થ - વિપર્યાસ રહિત - સમજણ વિનાં પ્રાપ્ત થતું નથી. તેવી યથાર્થ સમજણ / બોધ પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ, બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય થવો તે છે; યદ્યપિ જ્ઞાની પુરુષનો સંગ ઘણીવાર થયો છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, અને હવે તેમનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે . એમ જીવને, ઓળખાણ થઈ, આવ્યું નથી; અને તે જ કારણથી પરિભ્રમણ ચાલુ રહ્યું છે. તેમ ભાસે છે. - શ્રીમજી - ૪૧૬.
અસત્સંગમાં પ્રીતિ, તર્જનિત સ્વચ્છેદરૂપી મહાદોષ તેને લીધે લોકસંજ્ઞા, હું પણ સમજું છું એવું માન, પરિગ્રહાદિક પ્રત્યે જ્ઞાની કરતાં અધિકતા, લોકભય, અપકીર્તિભયને લીધે જ્ઞાનીની અવગણના / વિમુખતા અથવા વિનય–ભક્તિમાં ઓછ૫ – એ વગેરે કારણો જ્ઞાનીની ઓળખાણ થવા દેતા નથી.
(૫૯૩)
અસત્સંગને લીધે સૌથી મોટું નુકસાન જીવને થાય છે, તે એ છે કે તે કારણથી પુરુષનું ઓળખાણ થવું દુષ્કર થાય છે; અને પ્રાયઃ અસતુપુરુષમાં પ્રતીતિ આવી, જીવ ત્યાં જ રોકાય જાય છે. તેમજ અધ્યાત્મ ગ્રંથોનું વાંચન – અધ્યયન કરતાં, તે વિષયમાં જીવ કલ્પના કરે છે. અધ્યાત્મ - વચનોથી કેટલોક વિષય બુદ્ધિગમ્ય છે, તે ઉપરથી તે વિષયમાં ભાવભાસન વિના, અનુમાન લંબાવી, નિર્ધાર થવો, તે કલ્પના અર્થાત્ અવાસ્તવિકતા છે, તેમાં વિપર્યાસ રહેલ છે. અધ્યાત્મ વિષયમાં અનુભવની પ્રધાનતા છે. તેથી સ્પષ્ટ અનુભવાંશ વિના, માત્ર બૌદ્ધિક સ્તરથી / પ્રકારથી, તેની પ્રાપ્તિ હોતી નથી - તેથી આત્માર્થીએ તેવા પ્રકારમાં ન જવું જોઈએ. પરંતુ અનુભવ પદ્ધતિથી સત્ય ગ્રહણ કરવું જોઈએ. અને કથનમાત્ર અધ્યાત્મ પ્રાપ્ત કરી, ભાવથી અધ્યાત્મ તત્ત્વસ્વરૂપનું અવલંબન કે અવલંબનનો પુરુષાર્થ નહિ વર્તવા છતાં પોતાને વિષે મોક્ષમાર્ગ કહ્યું છે અને તેવી મતિકલ્પનાથી થયેલ માન્યતાનો આગ્રહ બંધાઈ જવાથી, સપુરુષના સમાગમ પ્રસંગે, તે માન્યતાનો આગ્રહ આડો આવી, સ્તંભભૂત થાય છે. (પરમાર્થ ગ્રહણ થવામાં તેનો ખ્યાલ પણ જીવને આવતો નથી. તેથી પુરુષની સર્વ વાતો જીવને સંમત થતી નથી. કોઈ કોઈ વાતો સંમત