________________
૧૬૦
અનુભવ સંજીવની પ્રત્યેના રાગને મટાડી, જ્ઞાનીપુરુષના, આત્મ-શ્રેયની પદ્ધતિ સૂચક, વચનો / માર્ગ બોધ, શ્રવણ પ્રાપ્ત થાય, ત્યારે અપૂર્વ લાભ થવો સંભવે છે.
(૫૮૮)
ધર્માત્મા પ્રતિ નિષ્કામ એવી ભક્તિ / પ્રેમ તે ખરેખર ધર્મ પ્રત્યેનો પ્રેમ અથવા ભક્તિ છે. તેવી અત્યંત ભક્તિના પરિણામે, તેવા ભક્તિમાન પ્રત્યે પણ ભક્તિ થઈ આવે છે, ત્યારે મુમુક્ષુજીવ સમકિત સંબંધિત નિર્મળતાને વિષે સ્થિત થાય છે – અથવા તે ભૂમિકાના ઘણા દોષથી નિવૃત્તિ થવાને યોગ્ય થાય છે. આવી યોગ્યતા જ જ્ઞાન પ્રાપ્તિનું કારણ છે. નહિ તો અલ્પજ્ઞાનની ભૂમિકામાં, અંતર્મુખના અજાણ્યા એવા માર્ગ પ્રત્યે જતાં . જ્ઞાન પ્રધાનપણે જતાં, – સ્વરૂપ સંબંધી ભ્રાંતિ અથવા સ્વચ્છંદાદિ દોષની પ્રાપ્તિ થઈ જાય છે. તેથી ઉક્ત એવી ભક્તિ મુમુક્ષુએ રૂડી રીતે આરાધવા યોગ્ય છે.
(૫૮૯).
- જેને દર્શનમોહ બળવાનપણે વર્તે છે, તે જીવ જ્ઞાનીથી વિમુખ થઈ, તેની અવજ્ઞા, અવગણના, અવર્ણવાદ કરે છે. તેમ કરવાનું નિમિત્ત / કારણ પોતા થકી, તેવા જીવને, પ્રાપ્ત ન થાય, તેવી સાવધાની મુમુક્ષુ જીવે રાખવી યોગ્ય છે. અને તે બન્ને માટે હિતકારક છે. જ્ઞાની પુરુષનો અવર્ણવાદ કરવો તે જીવને અનંત સંસારનું વધવાનું કારણ છે, અને જ્ઞાની પુરુષના ગુણગ્રામ કરવા, તેમાં ઉજમાળ થવું (રસ આવવો) તેમની આજ્ઞામાં સરળ પરિણામે, પરમ જાગૃતિપૂર્વક વર્તવું–તે અનંત સંસારના નાશનું કારણ છે. – તેમ જિનાગમ કહે છે. – શ્રીમજી – ૩૯૭.
સત્પુરુષ પ્રત્યેના ઉપર કહેલાં બન્ને પ્રકારના વલણમાં દર્શનમોહનીય ભાવને તીવ્ર-મંદ થવાનો પ્રકાર હોવાથી, મુમુક્ષજીવે તે પ્રયોજનભૂત જાણી, લક્ષમાં લેવા યોગ્ય છે. (પ૯૦)
પરિપૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરવાનું ધ્યેય બાંધીને જ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન આદરવા જેવો છે. ઉક્ત ધ્યેય બાંધ્યું છે, તેનું લક્ષણ એ છે કે, ત્યાર પછી સર્વ પ્રકારની ધર્મ પ્રવૃત્તિમાં, ધ્યેય લક્ષના સ્થાને રહી – વિસ્મરણ થતું નથી, અને તેથી ઉપદેશ બોધના પરિણમનમાં આવવું સહેજે થાય છે, પછી પણ પદાર્થ, નિર્ણય થઈ, યથાર્થ નિશ્ચયનો પક્ષ થઈ, પક્ષાંતિક્રાંત થવા સુધીમાં કયાંય પણ વિપર્યાસ થઈ, માર્ગની અપ્રાપ્તિ થાય તેવું કાંઈ પણ બનતું નથી . પરંતુ પાયામાં ઉક્ત પ્રકારે જો શરૂઆત ન હોય તો સ્થૂળ કે સૂક્ષ્મપણે અયથાર્થતા રહી જવાથી, માર્ગની અપ્રાપ્તિ હોય છે. અથવા યથાર્થપણે સ્વરૂપ નિશ્ચય જ થઈ શકતો નથી, કે જે માર્ગ પ્રાપ્તિનું કારણ છે. તેથી પૂર્ણતાના લક્ષે શરૂઆતનું મહત્વ ઘણું છે.
(૫૯૧)
- સર્વોત્કૃષ્ટ મહાન એવું નિજ પરમાત્મપદ સર્વથા મુખ્ય જ રાખવા યોગ્ય છે, એવું શ્રદ્ધા .