________________
અનુભવ સંજીવની
૧૫૯
જાણવાના – અપ્રયોજનભૂત – વિષય પ્રત્યે ‘ઉદાસીન ભાવ’ ના અર્થમાં સમજવા યોગ્ય છે. (૫૮૪)
*
જેમ, પરમ સુખધામ એવા આત્મસ્વરૂપની પ્રાપ્તિ પછી, અનંતકાળનું યાચકપણું મટી, સર્વકાળને માટે, અયાચકપણું પ્રાપ્ત હોય છે, તેમ મુમુક્ષુ જીવને સત્પુરુષની પ્રાપ્તિ થયા પછી, એમ જ ભાસે છે કે “પરિપૂર્ણ મોક્ષદાતા હવે મને પ્રાપ્ત છે, તેથી મોક્ષપદની પણ ચિંતા નથી’—એવા તરણતારણ પુરુષના ચરણકમળનું ધ્યાન કરીએ છીએ, પરમ પ્રેમે ધ્યાન કરીએ છીએ. કેમકે મોક્ષ કરતાં પણ મુક્તપણાનું દાન આપનાર દુર્લભ છે.' એ વાર્તા પરમ સત્ય છે.
(૫૮૫)
સત્સંગની રુચિ થતાં, અસત્સંગની અરુચિ સહજ થવા યોગ્ય છે. તેમ છતાં અસત્સંગમાં રહેવું પડે, તેવો પ્રસંગ પ્રાપ્ત થતાં, તેમાં ઉદાસીનતા સહજ રહે, તો જ જ્ઞાનને આવરણ ન આવે, તેથી મુમુક્ષુજીવે જાગૃત રહી, અસત્સંગમાં નીરસ / ઉદાસ રહેવા યોગ્ય છે, તો જ સાન’ની પ્રાપ્તિ થાય અથવા સમજાય . અન્યથા ધારણામાં થયેલ બોધને ઘણા પ્રકારના અંતરાય હોય છે. સામાન્ય રુચિવાન મુમુક્ષુને પ્રાયઃ એવું અસમાધાન થઈ આવે છે, કે ઘણા દીર્ઘ સમય પર્યંત સત્સંગમાં રહેવું થવા છતાં, જ્ઞાન કેમ પ્રગટતું નથી ? પરંતુ યથાયોગ્ય જાગૃતિના અભાવમાં, ‘અસત્સંગમાં ઉદાસીનતા નહિ' – તે પ્રકારમાં વર્તવાનું રહ્યા કરતું હોવાથી, અંતરંગ અંતરાય - કારણ, પોતાને સમજમાં આવતું નથી. તેથી એમ નિશ્ચય કરવા યોગ્ય છે કે જગત અને મોક્ષનો માર્ગ એ બન્ને એક નથી.
(૫૮૬)
-
‘સત્’ સ્વરૂપ પોતે જ છે; પોતે પોતાથી જરાપણ દૂર નથી (દ્રવ્ય, ક્ષેત્રે) તોપણ તે પ્રાપ્ત થવામાં—ભાવે અનુભવ થવામાં, અનેક અંતરાય રહ્યા છે, જે પોતાની દશામાં પ્રગટ થયા કરે છે. તોપણ પ્રાપ્તિના લક્ષે અંતર અવલોકન નહિ હોવાથી, તે અંતરાયરૂપ આવરણથી ‘સત્’ આવરીત રહે છે, તે કેવા પ્રકારે ? તે પોતાને જોવામાં – દિઠામાં આવતું નહિ હોવાથી, અને આવા પ્રકારના ઉપાયથી અજાણ હોવાથી, જીવ ગતાનુગતે બાહ્ય પ્રવૃત્તિથી `સત્' પ્રાપ્ત કરવા મિથ્યા પ્રયાસ કરે છે, જે સ્વયં આવરણરૂપ છે. તેથી ‘સત્' નું શ્રવણ, મનન, ગવેષણા કર્તવ્ય છે. (૫૮૭)
-
/ આત્મકલ્યાણની અપૂર્વ ભાવના થાય ત્યારે, આત્માર્થી જીવની વિચારજ્ઞાનની દશા વિશેષ રહિત થાય અને આત્મકલ્યાણના ઉપાયરૂપ ધર્મમાં નિશ્વળ પરિણામ થાય.
વ્યવહાર પ્રસંગોમાં ચિંતાના કારણો - ચોતરફથી ચિંતા ઉત્પન્ન થાય એવા કારણો, જોઈને પણ નિર્ભયતા રહે, – તે પ્રત્યે ઉદાસીન થઈ, એક લક્ષપણે, એક ધ્યેયપણે રાખીને, એકલયે અવિસ્મરણપણે ચડતી શ્રેણીનાં ભાવે, અત્યંત પ્રયોજનભૂત ભાસવાથી સાવધાનપણે, સર્વ અન્યવૃત્તિ