________________
૧૫૮
અનુભવ સંજીવની
ને આવરણ કરનાર આ લોકભાવના છે, જેને લીધે પરમાર્થ ભાવનાની પરિણતિ ઉલ્લાસીત થઈ શકતી નથી અને જે મંદ અર્થાત્ સાધારણ આત્મહિતની ભાવના થાય છે, તેનું નિષ્ફળપણું થાય છે - આ પ્રકારે ભવભ્રમણ નહિ મટવાનું થયા કરે છે.
(૫૮૧)
મુમુક્ષુની ભૂમિકામાં વર્તતા જીવને, આત્મહિતની ભાવનાને બાધ કરનારા પ્રસંગો પણ આવે છે, ત્યારે તેવા પ્રસંગ પ્રત્યે સઉપયોગે વિચારી વર્તવાનું ઈચ્છવું. સિદ્ધપયોગે એટલે પરિણામે આત્મ-અહિત ન થાય તેવી સાવધાની રાખવી તે; અને તેવો પુરુષાર્થ જે કાંઈ થાય તે કરવા દઢતા રાખવી યોગ્ય છે. આ પ્રકારે પ્રવર્તવામાં, અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તે પ્રાપ્ત કરવું છે, તે લક્ષ હોવા યોગ્ય છે; તે પ્રાપ્ત કરવા જતાં થોડો સમય વધુ લાગે, તેમાં હાનિ નથી, પરંતુ જેની પ્રાપ્તિ કરવી છે, તે વિષયમાં ભ્રાંતિ થાય કે ભૂલ થાય તેમાં ઘણી હાનિ છે. તેથી સત્પુરુષના આશ્રયે ! આજ્ઞાએ રહી, પ્રત્યક્ષનો વિયોગ હોય, તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે, તેમ સમજીને, સમાગમને વિષે ચિત્ત વર્તે તો હાનિ ન થાય, સત્પુરુષનું સ્વરૂપ ભાસ્યમાન થાય તો હાનિ ન થાય; અને અનુક્રમે હિત સધાય.
(૫૮૨)
જ્ઞાન, ધ્યાન, જપ, તપ, આદિ કોઈપણ ક્રિયા સંબંધી, જ્ઞાની પુરુષનું માર્ગદર્શન આત્માર્થી જીવ માટે પરમફળનું કારણ છે. – તેમ નિશ્ચય હોવો યોગ્ય છે. – દઢ નિશ્ચય એવા પ્રકારનો હોવો યોગ્ય છે, કે જેથી જ્ઞાની પુરુષનું વચન શીરોધાર્ય થવામાં પાછળથી પણ બુદ્ધિ મચક ખાય નહિ, લોકસંજ્ઞાએ પણ તે વચન ગણ થાય નહિ . શાસ્ત્ર સંજ્ઞાએ પણ તે વચન પ્રત્યે શિથિલપણું આવે નહિ, કદાચ લોકસંજ્ઞા કે શાસ્ત્રસંજ્ઞા સંબંધી વિકલ્પ થાય, તો તે નિશ્ચયે ભ્રાંતિ છે, – તેમ લક્ષમાં હોય, તેવી ધીરજથી જ્ઞાનીપુરુષના વચનરૂપ આજ્ઞા અવધારવા યોગ્ય છે. તેવી યોગ્યતા પ્રાપ્ત થયે, માર્ગનું રહસ્ય જ્ઞાની પુરુષ થકી, પ્રાપ્ત થાય છે, જેનું ફળ - પરમફળ છે. એવો સપુરુષોનો પરમ નિશ્ચય છે.
(૫૮૩)
જે ભાવથી સંસારની ઉત્પત્તિ થાય છે, તેવો ભાવ જ્ઞાની પુરુષમાંથી નિવૃત્ત થઈ ગયો છે. તોપણ જ્ઞાની પૂર્વકર્મને લઈને અથવા અન્ય પાત્ર જીવો પ્રત્યેની અનુકંપાને લીધે પ્રવૃત્તિમાં જોવામાં આવે છે, ત્યાં પ્રાપ્ત સ્થિતિમાં અવિષમપણે વર્તે છે. એવા જ્ઞાની પણ સત્સમાગમમાં પોતાનો નિવાસ ચાહે છે; અને બીજી દુન્યવી પ્રવૃત્તિનાં નિવૃત્તપણાને ચાહે છે; તેવા જ્ઞાનીના ચરણારવિંદમાં વારંવાર નમસ્કાર હો !
પ્રગટ મૂર્તિમંત સત્, એવા જે જ્ઞાની, તેના આશ્રયે, જે કેવળ નિસ્પૃહ ભાવે વર્તે છે તે નિકટપણે અવશ્ય કલ્યાણને પામે છે, તે નિઃસંદેહ છે. ઉપર ‘નિસ્પૃહભાવે લખ્યું છે, ત્યાં અન્ય