________________
અનુભવ સંજીવની
-
૧૫૭
તીવ્ર જ્ઞાનદશા, ઘણા ઘણા જ્ઞાની પુરુષો થાય, તેમાં કોઈ કોઈ જ્ઞાની પુરુષને હોય છે, તેનું સ્વરૂપ એવું છે કે તેમને ઉદય પ્રસંગમાં ચિત્ત સ્થિતિ ઉદાસીન, અત્યંત ઉદાસીન રહ્યા કરે. તે એવા પ્રકારે કે ક્ષણવાર પણ ચિત્ત ઉદય પ્રવૃત્તિમાં ટકી શકે નહિ, જેથી તેવા મહાત્માઓ સહજ ભાવે સર્વસંગ પરિત્યાગ કરી, અપ્રતિબદ્ધપણે વિચરે છે. અખંડપણે આત્મધ્યાન રહેવામાં, જેનો ગુરુ આદિનો સંગ છે, તે અસંગપણામાં સમાય છે. પૂર્ણ વીતરાગતા, અંતરથી તીવ્રપણે ભજયા કરે, એવું સ્વરૂપ, પુરુષાર્થની ઉગ્રતાનું અહીં છે. તેનું વારંવાર અવલોકન, તેમ થવાનું કારણ છે. ધન્ય હો તે વિદેહી દશા !
(૫૭૮)
Vઅનંતકાળથી અપ્રાપ્ય એવું જે જ્ઞાન કે જે ભવાંત થવાનું કારણ છે, તે જ્ઞાન સ્વરૂપે તો અત્યંત સુગમ છે. (કેમકે તિર્યંચને પણ તેની પ્રાપ્તિ હોય છે.) દુર્લભ હોવા છતાં કોઈક ને જ પ્રાપ્તિ હોય છે તેથી) અત્યંત સરળ પણ છે. અરે ! અત્યંત સરળતા એ તેનું રૂપ છે. પરંતુ સુગમપણે પ્રાપ્ત થવા માટે જે દશા હોવી અથવા થવી જોઈએ, તે દશા પ્રાપ્ત થવી ઘણી કઠણ છે. કારણ કે પૂર્વ કર્મ, વર્તમાન હીણી દશા, માર્ગનું અજાણપણું, વગેરે પરિસ્થિતિમાં જીવે અનંતકાળ પસાર કર્યો છે. તેમજ શ્રી સત્સંગ અને શ્રી સદ્ગુરુની દુર્લભતા સર્વ કાળે રહી છે. તેમ છતાં જીવને છૂટવાનું એક માત્ર લક્ષ થાય તો, સહજમાં પાત્રતા પ્રગટે, અને માર્ગની સુગમતા થાય.
(પ૭૯)
- જીવને જે પ્રકારે મારાપણું (ઉદયમાં થયા કરતું હોય અથવા વધ્યા કરતું હોય તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતા રહેવું – એ સત્સંગ સફળ થવાનું કારણ છે. - શ્રીમજી, પત્ર ૩૪૫
પોતે “જ્ઞાનમાત્ર હોવાથી સર્વથા ભિન્ન છે. એમ ચાલતી જ્ઞાન અવસ્થાને અનુસરી, માત્ર જ્ઞાનમાં – જ્ઞાન સામાન્યમાં હું પણું, પોતાપણું – અવલોકવું. ઉપર કહી તેવી જ્ઞાન. ભાવના તે આત્મ ભાવના છે. તેથી સત્સંગ સફળ થાય છે. સર્વ સમાધાન થાય છે. ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધનું આ સુસંગતપણું છે – આરાધનાનો આ સંક્ષેપ છે. જે સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને વિષે સુલભ છે.
(૫૮૦)
સપ્ટેમ્બર - ૧૯૯૦ V'લોકભાવના અને લોકસહવાસરૂપ જે લોકસંજ્ઞા છે, તે ભાવ જીવને ભવરૂપ હોય છે, તેથી ભવ નિવૃત્તિની અભિલાષાવાન જીવે લોકભાવના ઘટાડવા અર્થે અથવા નાશ થવા અર્થે દીર્ધકાળ પર્યત સત્સંગનું સેવન કરવું . તેવી સર્વ જ્ઞાની પુરુષોની આજ્ઞા છે, જે આત્માર્થી જીવે પરમભાવે આદરવા યોગ્ય છે, સત્કારવા યોગ્ય છે. આત્મકલ્યાણ કરવાની ભાવના અર્થાત્ પરમાર્થ ભાવના