________________
અનુભવ સંજીવની
૪૪૫ અધ્યાત્મનો વિષય અતિ સૂક્ષ્મ છે. શેયાકાર જ્ઞાન અને જ્ઞાનાકાર જ્ઞાન બંન્ને એક જ પર્યાયના અંગ છે. જ્ઞાન સ્વભાવથી જ સ્વ-પર પ્રકાશક છે, તેથી બંન્ને પ્રકારનું પરિણમન સહજ છે. તોપણ છવસ્થ અવસ્થામાં જોયાકાર જ્ઞાનને ગૌણ કરવાનો ઉપદેશ છે. કેમકે તે જ્ઞાન અનેક આકારે છે, જ્યારે આત્મ સ્વભાવ એકાકાર છે, જેથી જોયાકાર ભાવ, સ્વભાવ સદશ નહિ હોવાથી સ્વરૂપ સાથે તેને સુસંગતતા નથી.
વળી, બંન્ને અંગમાં, એકની મુખ્યતા રહે છે, અને બીજાની સહજ ગૌણતા થઈ જાય છે ત્યાં વિવેક કરવો–થવો આવશ્યક છે. શેયાકાર જ્ઞાનની મુખ્યતા થવાથી શેય લુબ્ધતા – આસક્તિ થઈ જાય છે, જેથી દુઃખ ઉપજે છે . મૂળમાં દુઃખ ઉત્પત્તિનું આવું કારણ છે. ઊંડા અધ્યાત્મ જ્ઞાનથી સમજાય, તે વિના ન સમજાય અને તે સિવાઈ વિધિની ભૂલ ટળે નહિં; માર્ગ મળે નહિ.
(૧૭૫૭)
જિજ્ઞાસા સ્વરૂપ-સાધના કેવળ અંતર્મુખ પરિણામે છે પરંતુ કેમ અંતર્મુખ થવું? તે સમસ્યા છે. તેનું સમાધાન શું છે ?
સમાધાન : જ્ઞાનને જ્ઞાનનું – સ્વયંનું વેદન અર્થાત્ સ્વસંવેદન અંતર્મુખ ભાવે થાય છે. જ્યાં જોયાકાર જ્ઞાન શૈય પ્રતિ ઉત્સુક / અપેક્ષાવાળું હોય, ત્યાં સહજ બહિર્મુખતા થાય છે. અથવા પર પ્રવેશ રૂપ અધ્યાસીત જ્ઞાન પર-વેદનરૂપ મિથ્યા અનુભવરૂપ પરિણમે ત્યાં સ્વસંવેદનને રોધ થાય છે. તેથી સ્વસંવેદન પ્રગટ થવા અર્થે શેયાકાર જ્ઞાનમાં ઉદાસીનતા હોવી આવશ્યક છે.
સામાન્ય જ્ઞાન – જ્ઞાનાકાર જ્ઞાન પોતે સ્વયં વેદનરૂપ છે – વેધ-વેદકરૂપ છે. તેના આધારે અખંડ ત્રિકાળી અંત તત્વ સામર્થ્ય સ્વરૂપનું અસ્તિત્વ ગ્રહણ થાય છે. જેમાં જ્ઞાનવિશેષ અંતરમાં વળે છે – અહીંથી અંતર્મુખ થવાની કળા પ્રાપ્ત થાય છે. જે જ્ઞાનોપયોગ – જ્ઞાનવિશેષ, બહિર્મુખ થઈ શેય પ્રતિ વળેલો તે અંતરમાં જ્ઞાનવેદન ઉપર વળતાં વેદન કે જે નિર્વિકલ્પ છે, તેમાં એકાકારપણું પામ્યો – આ પ્રકારે સ્વરૂપ લક્ષે ઉપયોગનું અંતર પરિણમન થાય છે, તે જ જ્ઞાનકળા છે. સ્વરૂપ સાવધાનીપૂર્વક તે પ્રકારે વારંવાર અભ્યાસ થવા યોગ્ય છે.
(૧૭૫૮)
Vજિજ્ઞાસા યથાર્થ વૈરાગ્ય અને અયથાર્થ વૈરાગ્ય એટલે ઉદાસીનતા કેવા પ્રકારે ઉત્પન્ન થાય છે ? બંન્નેનું પરિણામ શું આવે ?
સમાધાન : અયથાર્થ વૈરાગ્ય યથાર્થ જ્ઞાનના અભાવે ઉદયના આધારે ઉત્પન્ન હોય છે, કોઈવાર પ્રતિકૂળતાના કારણથી દુઃખ ગર્ભીત વૈરાગ્ય થાય છે. અથવા માન ગર્ભીત – માનની આકાંક્ષા અથવા લોભ ગર્ભીત વૈરાગ્ય પણ હોય છે, જેમાં બાહ્ય દૃષ્ટિએ બાહ્ય ત્યાગ, કૃત્રિમતા, કર્તબુદ્ધિ અને ક્રિયા જડત્વ અથવા બાહ્ય ક્રિયા ઉપર દૃષ્ટિ - વજન, આગ્રહ – રહે.