________________
४४४
અનુભવ સંજીવની સ્વાનુભૂતિ રૂ૫ જ્ઞાન મોક્ષમાર્ગ છે, દ્વાદશાંગનું જ્ઞાન વિકલ્પ છે, મોક્ષમાર્ગ નથી. દ્વાદશાંગમાં અનુભૂતિ કરવાનું વિધાન છે. પરંતુ અનુભૂતિ બાહ્ય શાસ્ત્રી જ્ઞાન કરવા પ્રેરતી નથી. અધ્યાત્મમાં અંતર્મુખ પરિણામોનો આદર છે અને બહિર્મુખ પરિણામોનો નિષેધ છે. અંતર્મુખતા સ્વભાવભૂત છે. જ્યારે બહિર્મુખભાવ વિભાવ છે, પ્રત્યેક ગુણના પરિણમન માટે આ નિયમ છે. (૧૭૫૩)
કે અનંતકાળમાં આત્મહિત સધાયું નથી અને ભવરોગ ચાલુ રહ્યો છે.તેની ગંભીરતા - તે સમસ્યાની ગંભીરતા જ્યાં સુધી સમજાતી નથી, ત્યાં સુધી સત્સંગથી માંડીને સર્વ સાધન અગંભીરપણે – હળવાશથી જીવ લે છે આ ક્ષતિ બહુ મોટી હોવા છતાં અગંભીરતાને લીધે દેખાતી નથી અને આત્મહિત સધાવું સમુળગુ બાકી રહી જાય છે, જેથી આ ક્ષતિ અંગે બહુ વિચારવું ઘટે છે.
(૧૭૫૪)
પર્યાયનયે પર્યાયના દૃષ્ટિકોણથી પર્યાયના ગુણ – દોષનો વિવેક થઈ પર્યાયમાં સુધાર થાય તેવું પ્રયોજનભૂત જ્ઞાન કરવામાં આવે છે, ત્યારે તે જ્ઞાનમાં અનેક પડખાંથી તેની વિચારણા થાય છે–જે વિચારણાનું એક મહત્વનું પાસું એ છે કે – દોષનો અભાવ થઈ શુદ્ધતા પ્રગટ થાય પણ, તે સહજ થવું ઘટે છે, કર્તુત્વબુદ્ધિએ નહિ. તેથી તેમ થવા અર્થે અવલંબન સંબંધી વિવેક થાય છે; અને “અવલંબનને યોગ્ય તો એક સહજાત્મ સ્વરૂપ પરમોત્કૃષ્ટ શાંત ધ્રુવ સ્વભાવ જ છે. જેના અવલંબને સહજ સ્વભાવાકાર નિર્વિકાર દશા રહે છે. આવી યથાર્થ સમજણ પૂર્વક સ્વરૂપની અપૂર્વ જિજ્ઞાસાપૂર્વક અંતરશોધ શરૂ થાય છે, અને સ્વરૂપ નિશ્ચય થાય છે, જ્યારથી ભાવભાસનપૂર્વક અસ્તિત્વ ગ્રહણ થાય છે, ત્યારથી પર્યાયનયનો યથાર્થપણે) વિષય ગૌણ થઈ, નિજ કારણ પરમાત્માની અત્યંત મુખ્યતા વર્તે છે, જે ગુણ પ્રગટ થઈ, દોષનો અભાવ થવાનો સમ્યક ઉપાય છે.
સારાંશ એ છે કે, મુમુક્ષતાના પ્રારંભમાં પર્યાયની મુખ્યતાવાળુ પરિણમન હોય છે, પરંતુ સ્વરૂપ નિશ્ચય થયા પછી દ્રવ્યની મુખ્યતા અત્યંત પણે થઈ જવાથી પર્યાય ગૌણ થઈ જાય છે અને પ્રયોજનની સિદ્ધિ થાય છે. પ્રારંભવાળાએ પર્યાયનું કર્તુત્વ દઢ ન થાય તે લક્ષગત કરવું ઘટે છે.
(૧૭૫૫)
સ્વરૂપની ઓળખાણ વિના, માત્ર જાણપણું કરી, ઓઘસંજ્ઞાએ સ્વરૂપનું ચિંતવન, રટણ કરતાં ભાવમાં શુષ્કતા આવે છે અને સ્વરૂપના મહિમાથી જે પ્રકારનો પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ, તેમ બનતું નથી. તેથી સ્વરૂપલક્ષ થવા જ્ઞાનીઓનો ઉપદેશ છે, તેમ સમજવા યોગ્ય છે. ઓઘસંજ્ઞા
જ્યાં સુધી છે ત્યાં સુધી જ્ઞાન રાગના આધારવાળું અને કલ્પના યુક્ત હોય છે. જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવ ભાસવાથી ચૈતન્ય વીર્યની ફુરણા થઈ સ્વભાવ સમીપ જવાય છે. (૧૭૫૬).