________________
૪૪૩
અનુભવ સંજીવની
તે બહુ સ્વાભાવિક છે જેના આત્મા ઉપર ઉપકાર થયો હોય વર્તતો હોય, તેને જ અનુભવથી તે લાગણી સમજાય છે, બીજાને તે સમજાતુ નથી. અને જ્યાં સુધી એવી ઉપકારબુદ્ધિ પૂર્વક સર્વાર્પણબુદ્ધિ થતી નથી, ત્યાં સુધી ઉપદેશ પણ પરિણમતો નથી.
(૧૭૪૯)
-
જે જીવ સ્વરૂપનો મહિમા કરી સ્વરૂપનો અનુભવ કરવા માગે છે, પરંતુ સ્વરૂપ પ્રાપ્તિની યથાર્થ વિધિના વિષયમાં ઉદાસીન છે, તેને માત્ર વિકલ્પનો રાગ છે, ખરેખર સ્વરૂપની ચાહ– રુચિ નથી. ચાહ વાળો રાહમાં ઉદાસીન રહી શકે નહિ, બલ્કે યથાર્થ વિધિ માટે તે આતુર હોય. શાસ્ત્રમાં પણ જિન-વચનમાં પરસ્પર વિરોધાભાસી કથનોનો મેળ / સંધી, આસન્ન ભવ્ય જીવ જ કરે તેવું વિધાન છે. વિધિ પર્યાય નયનો વિષય છે, તેમ ગણીને તેની ઉપેક્ષા કરવી ઘટે નહિ, કેમકે અપેક્ષાએ તે પ્રયોજનભૂત વિષય છે. વળી સ્વરૂપ મહિમા પણ પર્યાય છે, સ્વાનુભૂતિ પણ પયાર્ય છે, તેથી તેની યથાર્થતા અને સભ્યતા હોવી ઘટે છે. (૧૭૫૦)
સપ્ટેમ્બર ૧૯૯૮
જિજ્ઞાસા : કૃપાળુદેવે લખ્યું છે કે જીવને એકવાર પણ ખરી મુમુક્ષુતા આવી નથી,' તો તેવી ખરી મુમુક્ષુતાનું સ્વરૂપ કેવું છે ?
-
સમાધાન : અનંત જન્મ-મરણ કરી ચુકેલા એવા આ (પોતાના) આત્માની કરુણા તેવા અધિકારી જીવને ઉત્પન્ન થાય છે. અને તે જ કર્મ-મુક્ત થવાનો ખરો અભિલાષી કહેવાય છે.' અર્થાત્ જે જીવને પરિભ્રમણનાં દુઃખોથી છૂટવાની, (આત્માના અંતરમાંથી) ભાવના થઈ. વેદના ઈ-હોય તેને જ ખરી મુમુક્ષુતા કહી શકાય અને તે જ જીવ ગમે તેવા ઉદયમાં છૂટવાના યથાર્થ પ્રયાસમાં જોડાય છે, – તેવી સૂઝ તેને આવે છે. તેવી સૂઝમાં, સ્વચ્છંદ ન થવા અર્થે, આત્મજ્ઞાન જેને થયું છે, તેવા પુરુષના શરણે રહી જ્ઞાન પ્રાપ્તિ કરવા ઇચ્છે છે અને આજ્ઞાધીન વર્તી નિજ કલ્યાણ સાધી લ્યે છે.
(૧૭૫૧)
વસ્તુ ધર્મ બે પ્રકારે છે, વસ્તુ અપરિણામી પણ છે અને પરિણામી પણ છે. આખી વસ્તુનો ધર્મ સદાય પરિણમનશીલ રહેવાનો છે, જ્યારે ત્રિકાળી શુદ્ધ સ્વભાવ જે અનંત ગુણોનું એકરૂપ છે, તે અપરિણામી છે, તે કુટસ્થ ધ્રુવ રહે છે. આમ પરસ્પર વિરૂદ્ધ સ્વભાવપણું વસ્તુ – સ્વરૂપમાં છે, નિશ્ચયનય ત્રિકાળી આત્મસ્વરૂપને અવલંબે છે, ત્યારે સ્વાનુભૂતિ પ્રગટે છે જેમાં દ્રવ્ય – પર્યાયનો યુગપદ અનુભવ થાય છે, તેને જ્ઞાનાનુભૂતિ પણ કહેવાય છે, કારણકે જ્ઞેયાકાર એવા જ્ઞાન વિશેષનો તિરોભાવ કરી જ્ઞાન સામાન્યના આવિર્ભાવ રૂપ આ અનુભૂતિ છે.
(૧૭૫૨)