________________
૪૪૬
અનુભવ સંજીવની - યથાર્થ વૈરાગ્યનો ક્રમ પરિભ્રમણની વેદના આધ્યે આત્મકલ્યાણની ભાવનાથી શરૂ થઈ વૃદ્ધિગતુ થયા કરે છે. દઢ મુમુક્ષતા પ્રાપ્ત થયે, આત્મકાર્યના સંવેગ પૂર્વક સહજ નિર્વેદ – ઉદાસીનતા વધે છે. સ્વરૂપની અંતર શોધ, અપૂર્વ જિજ્ઞાસા પૂર્વક ચાલતાં, ઉદાસીનતા અધ્યાત્મને જન્મ આપે તેવી હોય છે અને સ્વરૂપના અવલંબને સ્વરૂપ જ્ઞાન ગર્ભત સહજ વૈરાગ્ય અકર્તાભાવે હોય છે. જે યથાર્થ વૈરાગ્યનું સ્વરૂપ છે-તે સફળ છે.
અયથાર્થ વૈરાગ્ય ટકતો નથી, કાયમી નથી - તેથી કાળે કરીને તે જીવ સંસારી ભાવોમાં ખેંચાઈ જાય છે. અને પરિભ્રમણથી મુક્ત થતો નથી યથાર્થ વૈરાગ્ય અધ્યાત્મદશાનું કારણ થઈ મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવે છે.
(૧૭૫૯)
જે પ્રતિકૂળતાથી ઉત્પન્ન વૈરાગ્ય અનુકૂળતાના ઉદયમાં અસ્ત પામી જાય છે. અપમાનથી થયેલી ઉદાસીનતા માન મળવાથી નાશ પામે છે. તથાપિ જીવ તેવા વેરાગ્ય સમયે વસ્તુસ્વરૂપનો યથાર્થ વિચાર કરી (આસક્તિના અભાવમાં વસ્તુ-વિચાર થવાનો અવકાશ ઉત્પન્ન હોય છે. વિકલ્પ અનુસાર અન્ય પદાર્થ પરિણમતા નથી તેવો પ્રત્યક્ષ અનુભવ થાય છે તેથી) જ્ઞાન - યથાર્થ સમજણપૂર્વક ઉદાસીનતામાં આવે તો, તેવી પ્રતિકુળતા ઉપકારી સમજવા યોગ્ય છે. જો જીવ યથાર્થ સમજણથી સન્માર્ગ ગ્રહણ ન કરે તો વૈરાગ્ય ભક્તિ આદિ સાધન બંધન રૂપ થાય છે. (૧૭૬૦)
V ધર્મક્ષેત્રમાં પ્રમાણિકપણે દોષ મટાડનાર, યથાર્થ કાર્ય પદ્ધતિને નહિ સમજવાથી પ્રાયઃ અન્યથા ઉપાય કરે છે, જેથી મૂળમાંથી દોષ મટતાં નથી, પરંતુ મંદ પડીને ફરી પાંગરી જાય છે. જીવને પાત્રતા આવે તે મુખ્ય થવું જોઈએ. યોગ્યતા આવ્યું જ્ઞાન પરિણમે છે અને તે માટે પ્રથમ અભિપ્રાય યોગ્ય થવો જોઈએ, અભિપ્રાયમાં સુધાર થયા વિના પરિણમનમાં સુધાર થતો નથી તેવો નિયમસિદ્ધાંત છે. તેથી મુમુક્ષુજીવે જ્ઞાનીના માર્ગે સૌ પ્રથમ અભિપ્રાયની વિપરીતતા મટાડવી જોઈએ.
(૧૭૬૧)
પ્રત્યેક મનુષ્ય ગુણ-દોષના મિશ્ર પર્યાયે હોય છે. પરંતુ જ્યારે કોઈ મોટો ગુણ પ્રગટે છે, ત્યારે બીજા દોષો ગૌણ કરવા લાયક છે. તે મોટો ગુણ એટલે જેનાથી દર્શનમોહ હાનિ પામે; અને ભાવિમાં અનંત મોટો લાભ થાય. એવો મોટો ગુણ-જ્ઞાનીના માર્ગે ચાલવાનો દઢ નિશ્ચય કે જે અચલ પ્રતીતિ અને પ્રેમરૂપ ભક્તિ સહિત હોય છે. આ જીવ અવશ્ય દુસ્તર એવા સંસારને તરી જાય છે. બીજી તરફ, અનેક લૌક્કિ ગુણો અને મંદ કષાયી જીવ હોય, પણ દર્શનમોહ તીવ્ર થાય તેવા વિરાધક પરિણામોવાળા જીવને મોટું નુકસાન થાય છે. તેથી તેવા ગુણ ગૌણ કરવા યોગ્ય છે. તેવો પ્રકાર અનુસરણ કરવા યોગ્ય નથી. ગુણદોષની તુલના આ પ્રકારે થવી ઘટે,