________________
४४७
અનુભવ સંજીવની તેમાં વિપરીતતા થાય તો નુકસાન થાય.
(૧૭૬૨)
શ્રીગુરુ પ્રત્યે અર્પણતા હોવી – તે સર્વ ધર્મ સમ્મત છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાનું તે બળવાન કારણ છે અને સુગમ ઉપાય પણ છે. સંસારી જીવ સંયોગમાં ઝુકેલો છે-, અર્ધાયેલો છે, તેને ગુરુ પ્રત્યે, પોતાના સર્વ અભિપ્રાયો મુકીને, સદ્ગુરુ આજ્ઞાએ વર્તવામાં પરમ હિત છે. – એવું જેને સમજાય છે, તેને ખરી અર્પણતા આવે છે. ખરી અર્પણતા એટલે સર્વાર્પણબુદ્ધિ,અભિન્નભાવ થવો તે ગુણનો પ્રેમ હોવાને લીધે, અચલ પ્રતીતિ થવાથી ગુરુ – આજ્ઞાનું અમલીકરણ થાય છે, જેથી નિશ્ચિત કલ્યાણ સધાય છે, ભવનો અભાવ થઈ જાય છે. જેને યથાર્થ પ્રતીતિ નથી, તેને અર્પણતાની સાથે અહંભાવ થાય છે, તે બુદ્ધિપૂર્વક ગણત્રી, કાયદા, વાયદા વગેરે ભાવોથી પ્રાયઃ દર્શનમોહ વધારે છે. તે જીવને હજી પોતાનો લાભ – અર્પણતાને લીધે થતો દેખાયો નથી. વાસ્તવમાં તો જેણે ગુરુને સ્વીકાર્યા તેણે પોતાનો સ્વીકાર કર્યો છે અને જે પોતાને સ્વીકારે છે તે ગુરુને સ્વીકારે છે. બધા આગ્રહો, આત્માર્થીને છૂટી જાય છે. ગુરુ વચન આગળ પોતાનું ડહાપણ કરવાનું ન હોય.
(૧૭૬૩)
લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.” – જિનપદ સમાન નિજપદનું લક્ષ – ઓળખાણ થાય તેવા આશયથી શાસ્ત્રો કહ્યાં છે. તેથી મુમુક્ષુએ શાસ્ત્ર સ્વાધ્યાય, નિજ પરમપદની ઓળખાણ થાય તેવા દૃષ્ટિકોણથી, કરવો યોગ્ય છે. જો તેવા દૃષ્ટિકોણ વિના શાસ્ત્ર સ્વાધ્યાય કરવામાં આવે, તો શાસ્ત્રકારનો આશય જ ગ્રહણ ન થાય અને અન્યથા ગ્રહણ થવાથી સ્વાધ્યાય સફળ થતો નથી. શાસ્ત્રમાં જે જે ભાવો સંબંધી બોધ આપ્યો હોય તેને પોતાના અનુભવાતા ભાવો સાથે મેળવીને– અવલોકીને ભાવભાસન કરવું જોઈએ. એટલે કે જે તે ભાવોનું અનુભવજ્ઞાન કરવું જોઈએ. જેથી આકુળતાવાળા વિભાવભાવોથી નિરાકુળરૂપ જ્ઞાન ભાવ જુદો પરખમાં આવે પરખ – ઓળખવાની તીવ્ર જિજ્ઞાસા હોવી જોઈએ.
(૧૭૬૪)
વિચાર તે પ્રયોગ નથી. પ્રયોગ કાળમાં વિચાર ભલે હોય. વિચાર શક્તિ બધા સંશી જીવોને હોય છે, તેથી વિચારો બરાબર ચાલે, પરંતુ પ્રયોગ તો સંવેગ હોય તો ચાલે. માત્ર વિચારો આત્મકલ્યાણ માટે પર્યાપ્ત નથી. વિચારબળ પણ જોઈએ. આત્મ-સાધના એ વિચાર નથી. પરંતુ પ્રયોગાત્મક પરિણમન છે. તથાપિ જેને સંવેગ ઉત્પન્ન થયો નથી, તે પ્રયોગની વાતને વિચાર કક્ષામાં લઈ લે છે, તેથી આગળ વધી શકતા નથી. મુમુક્ષુને આ પ્રકારે ભૂલ થાય છે. તે ન થવા અર્થે સત્સંગ પરમ ઉપકારી છે. સ્વલક્ષે યથાર્થ સમજણ થયા પછી, ઉદયમાં તે સમજણને લાગુ કરવી તે પ્રયોગ છે. જીવને પ્રયોગનો વિચાર ચાલે છે કે પ્રયોગ ચાલે છે, તે સ્પષ્ટ ખ્યાલમાં / સમજમાં