________________
४४८
અનુભવ સંજીવની હોવું જોઈએ. પ્રયોગમાં અનુભવની મુખ્યતા હોય છે, પ્રયોગ પદ્ધતિ તે અનુભવની ભાવોને સમજવાની અનુભવ પદ્ધતિ છે અને અનુભવ પદ્ધતિથી જ અનુભવ પ્રધાન (સ્વાનુભૂતિરૂ૫) મોક્ષમાર્ગમાં પહોંચાય છે, માત્ર વિચાર – રટણથી મોક્ષમાર્ગમાં પહોંચાતુ નથી, પોતાના ભાવોને અનુભવ વડે સમજવાના અભ્યાસથી (Practice) સ્વભાવ ભાસવાનો અવસર આવે છે.
(૧૭૬૫)
પ્રયોગની ભૂમિકા મુખ્યપણે અવલોકનના સ્તરે હોય છે. નિરંતર અવલોકન થવાથી, તેમાં સૂક્ષ્મતા કેળવાય છે. અંતર્મુખ થવાના પ્રયોગમાં, પ્રથમ અસ્તિત્વ ગ્રહણનો, અર્થાત્ જ્ઞાન વેદનના આધારે રહેલા જ્ઞાન સ્વભાવી આત્માને લક્ષગોચર કરવાનો, પ્રથમ પ્રયોગ છે. અહીં બીજજ્ઞાન જે થાય છે, તે મંત્રરૂપ ગુપ્ત ભેદ છે. કેમકે અંતર્મુખ થવાનું રહસ્ય – જે અધ્યાત્મનું રહસ્ય છે તેનું અહીં જ્ઞાન થાય છે. સર્વ અધ્યાત્મ દશાનો આધાર તો ત્રિકાળી ધ્રુવ તત્ત્વ - કારણ પરમાત્મા છે. પરંતુ તેની પ્રાપ્તિની વિધિમાં આધાર જ્ઞાન વેદન છે. – આવું અટપટુ આધારઆધેયપણું આધ્યાત્મનો મંત્ર છે, જે મંત્રથી સમ્યફદર્શન આદિ મહાન દશાઓ પ્રગટે છે.
(૧૭૬૬)
જિજ્ઞાસા : સ્વરૂપનું અસ્તિત્વ ગ્રહણ થતાં જ્ઞાનમાં કેવી પ્રતીતિ આવે ?
સમાધાન સ્વરૂપના અસ્તિત્વમાં અનંત સામર્થ્ય રહેલું છે, તે ‘સ્વપણે પ્રતિભાસે છે, અનંતજ્ઞાન અને અનંત સુખની પ્રાણ પ્રત્યક્ષ થાય છે, વળી એક જ સમયમાં ઉત્પાદ – વ્યય હોવાથી અને જ્ઞાનના સાતત્યથી સ્વયંની નિત્યતા–શાશ્વતપણું અવભાસે છે, જે પોતાના ધ્રુવ – કારણ પરમાત્માનું ગ્રહણ છે, અને તેથી (૧) મૃત્યુ આદિ સર્વ પ્રકારના ભય મટે છે, અને (૨) પરની - દેહાદિની આધારબુદ્ધિ અને સુખબુદ્ધિરૂપ મોટા વિપરીત અભિપ્રાયોનો નાશ થાય છે, (૩) કુતૂહલવૃત્તિનો – પરલક્ષનું પૂર્ણ જ્ઞાનની પ્રતીતિ નાશ કરે છે, (૪) પરિપૂર્ણ સ્વરૂપની આધારબુદ્ધિ અનાદિ દીનતાને મીટાવે છે, અને (૫) પરથી ઉપેક્ષારૂપે થઈ યથાર્થ ઉદાસીનતામાં લાવે છે, – આ ઉદાસીનતા અધ્યાત્મની જનની છે. – આમ અનેક પડખાથી પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ આવે
(૧૭૬૭)
અન્યભાવો – ઉદયભાવોમાં જેટલો તાદાભ્ય ભાવ તેટલો (ભાવ) બંધ. આત્મકલ્યાણની તીવ્ર ભાવના – અંતરમાંથી ઉઠેલી ભાવના આત્મ-જાગૃતિને ઉત્પન્ન કરે છે, જેથી ઉદય-પ્રસંગોમાં નીરસતા–ઉદાસીનતા સહજ ઉત્પન્ન હોય છે. પરમ સત્સંગ યોગે ઉત્પન્ન થયેલી અપૂર્વ આત્મજાગૃતિ મોક્ષની સમીપતાની સૂચક છે. જીવને આ ભૂમિકામાં મોક્ષના ભણકારા આત્મામાંથી આવતા સંભળાય છે, જે પોતાને આત્મ પ્રત્યથી વીર્ષોલ્લાસનું કારણ બને છે, આમ આત્મ–જાગૃતિ પૂર્વકના