________________
અનુભવ સંજીવની
૪૪૯
પુરુષાર્થના મૂળમાં પ્રેરકપણે આત્મભાવના રહેલી છે.
(૧૭૬૮)
અવલોકનમાં આગળ વધેલા મુમુક્ષુજીવે અપૂર્વ અંતર જિજ્ઞાસામાં આવવું ઘટે છે. સ્વરૂપ સામર્થ્યનો યથાર્થ નિશ્ચય થવા અર્થે આવી જિજ્ઞાસા કારણભૂત છે; કે જે જિજ્ઞાસા વશ સહજ ઉદાસીનતા, ઉદયમાં, રહે અને દર્શનમોહનો અનુભાગ અત્યંત મંદ થઈ જાય, જેથી જ્ઞાન નિર્મળ થઈ નિજમાં નિજ સ્વભાવને નિજરૂપે ગ્રહણ કરે. જ્ઞાનમાં સ્વભાવ પ્રગટ છે, પરંતુ નિર્મળતા વિના નિર્મળ સ્વભાવ લક્ષમાં આવતો નથી.
(૧૭૬૯)
Vજિજ્ઞાસા ઃ કુ. દેવ એમ લખે છે કે એકવાર પણ જીવ સત્પુરુષને ઓળખે તો તે નિર્વાણ પદનો અધિકારી થાય છે. તો તેમાં શું રહસ્ય છે ?
સમાધાન : દઢ મુમુક્ષુતા પ્રાપ્ત થયે, જીવને અંતરાત્મવૃત્તિ ઉદ્ભવે છે. અંતરાત્મવૃત્તિ એટલે આત્મકલ્યાણની અંતરથી ઉત્પન્ન થયેલી ભાવના-ખરી આત્મભાવના. આવી ભાવનામાં આવેલો જીવ પ્રત્યક્ષ યોગમાં સત્ શ્રવણ કરતો હોય ત્યારે, આત્મરસ વિભોર થયેલ જ્ઞાનીના આત્મભાવ નિમિતે, તે જીવને અપૂર્વ આત્મરુચિ પ્રગટ થાય છે. અત્યંતપણે સ્વભાવ રુચવાથી, સ્વભાવરુચિના કારણથી જીવને સ્વભાવના સંસ્કાર પડી જાય છે, જે સંસ્કારના બળે સર્વત્ર સની પ્રાપ્તિ હોય છે. એકવાર સ્વભાવના સંસ્કાર પડે તેને નિયમથી સમ્યકદર્શનની પ્રાપ્તિ થાય જ છે. સંસ્કાર કદી નિષ્ફળ જતા નથી. અંતે તે જીવ નિર્વાણપદને પ્રાપ્ત કરે છે. તેથી જ સત્પુરુષની ઓળખાણને પ્રથમ સમકિત (તે ભૂમિકાનું કહ્યું છે. સ્વભાવ આત્માનું શાશ્વત સ્વરૂપ છે. અને એવા નિત્ય આત્મસ્વભાવના સંસ્કર અનિત્ય હોતા નથી કેમકે તે પૂર્ણ સ્વભાવ પ્રગટવાનું બીજ છે, એ બીજમાંથી વૃક્ષ થશે
(૧૭૭૦)
ઑક્ટોબર - ૧૯૯૮ અનાદિ વિપરીત સંસ્કારથી જીવને શરીર સાથે અતિ ગાઢ એકત્વબુદ્ધિપૂર્વક એકત્વ પરિણમન થઈ રહ્યું છે, તેથી શાતા – અશાતામાં જીવને દેહની મુખ્યતા વર્તે છે. આત્માર્થી જીવ દેહાત્મબુદ્ધિને મટાડવા પ્રયત્નશીલ હોય. તેમાં પણ જ્યારે જ્યારે અશાતાનો ઉદય આવે ત્યારે તે ઉદયને પ્રયોગનું સાધન બનાવે. તેથી બીજી આત્માર્થી જીવોએ આત્મ સ્વાથ્યની – પરિણામની અને પ્રયોગની ચર્ચા કરવી / પુછવી. શરીર સ્વાથ્યની ચર્ચા ન કરવી, તેવો પરસ્પર વ્યવહાર હોવો ઘટે.
(૧૭૭૧)
આગમમાં વિશાળ વિષય પ્રતિપાદન થયેલ છે. તે સર્વ પ્રયોજનનો વિષય આત્માર્થી જીવને