________________
૪૫૦
અનુભવ સંજીવની હોતો નથી. તેમાં પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂતને જુદા પાડવા જોઈએ. અને માત્ર પ્રયોજનભૂત વિષયને જ મુખ્ય કરીને તેના અમલીકરણમાં–પ્રયોગમાં જવું જોઈએ. તેમ થવા અર્થેની એક ચાવી તે છે કે, જીવને પ્રયોજન તો (૧) દુઃખ ન થાય અને સુખ થાય તેટલું જ છે. તેથી શું મુખ્ય કરવાથી ઉક્ત પ્રયોજન સધાય તેની સૂઝ, જે જીવ ચાલતા પરિણમનમાં આકુળતાને પકડી શકતો હોય, તેને હોય છે, અને તે પોતાના અનુભવથી મેળવીને પ્રયોજનભૂત વર્તમાનમાં શું છે ? તેનો નિર્ણય કરી, હિત સાધી શકે છે. જેથી (૨) વિકલ્પ / અશાંતિ વધે તે ગૌણ થાય અથવા જે (૩) અવલંબન લેવા યોગ્ય હોય તે મુખ્ય થાય. તે પ્રકારે મુખ્ય ગૌણ થવું ઘટે. જેથી સ્વરૂપ શાંતિ પ્રગટે.
(૧૭૭૨)
• / પ્રશ્ન : પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂતનું વિભાગીકરણ થવા અર્થે ક્યા કયા મુદ્દાઓ ધ્યાનમાં 'લેવા યોગ્ય છે ? અને તે કયા પ્રકારે ?
સમાધાન : નીચેના મુદ્દાઓ લક્ષમાં લઈ યથાયોગ્ય પ્રવર્તન વા પ્રયોગ કર્તવ્ય છે.
૧. ધ્યેય પૂર્ણ શુદ્ધિનું હોવા છતાં વર્તમાનમાં પોતાની નિકટ દશા અનુસાર આગળ વધવાનું પ્રયોજન હોવું ઘટે.
૨. જાણવાનો વિષય, જાણવાની વિપરીતતા દૂર કરી, તે વિષયને ગૌણ કરી, આદરવાના વિષયની મુખ્યતાપૂર્વક અમલીકરણનો પુરુષાર્થ થવો ઘટે.
૩. વિકલ્પ વૃદ્ધિ ન થાય અને અંતે નિર્વિકલ્પ થવાય તે પ્રકારે જિનાગમોનો સ્વાધ્યાય થવો ઘટે. તેમાં ભેદ . પ્રભેદો ઉપર વજન ન રહે તેવું લક્ષ હોય. વજન અભેદતા ઉપર હોય.
૪. સુખ-દુઃખના સદ્ભાવ અને અભાવનું પ્રયોજન હોવાથી વર્તમાનમાં ચાલતા પરિણમનમાં જાગૃતિ હોવી ઘટે, અને વિકલ્પ / બહિર્મુખ ભાવ માત્ર દુઃખ રૂ૫ છે, વિભાવ (જ્ઞાનનો પણ) દુઃખનું કારણ છે, તેનું અવલોકનપૂર્વક અનુભવ-જ્ઞાન હોવું ઘટે; તો જ જીવ દુઃખથી ખસવાના અંતર્મુખના સહજ પ્રયાસમાં આવે;
૫. દોષ – અવગુણ દુઃખનો ઉત્પાદક છે, અને ગુણ એટલે નિર્દોષતા સુખ ઉત્પન્ન કરનાર છે, તેથી ગુણ-દોષની યથાર્થ તુલના થવી ઘટે. તેમાં દર્શનમોહ અને ચારિત્રમોહ સંબંધીનો વિવેક સ્પષ્ટ હોવો ઘટે.
. અભેદ આત્મ-સ્વરૂપ જે ત્રિકાળ ધ્રુવ છે, તે અંતર અવલંબનનો વિષય છે, તેની અપેક્ષાપૂર્વક ગુણભેદ અને પર્યાયભેદ ગૌણ થવા જોઈએ. સ્વરૂપની ઓળખાણ થઈ આ પ્રકારે સ્વરૂપની મુખ્યતા થાય, માત્ર જાણપણાથી વિકલ્પ થાય, તેમ ન હોય.
પ.ક. દેવે સત્ય જ કહ્યું છે કે જ્યાં જ્યાં જે જે યોગ્ય જે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં (મુખ્યતાથી) તે તે આચરે, આત્માર્થી જન એહ.” (આસિ.)
(૧૭૭૩)