________________
૪૫૧
અનુભવ સંજીવની શાસ્ત્રમાં અધ્યાત્મના પ્રકરણમાં આત્મસ્વરૂપ સમજાવવા, આત્મામાં રહેલા અનેકગુણ–ધર્મોને દૃષ્ટાંતો, યુક્તિઓ અને ન્યાયોથી સમજાવેલ છે. જીવ ઉઘાડ જ્ઞાનમાં, અનાદિ રાગની પ્રધાનતામાં પણ, આ બધી વાતો સમજી શકે છે, પરંતુ અનુભવ તો જ્ઞાનની પ્રધાનતામાં પ્રયોગ થવાથી થાય છે. સમજવા માત્રથી નિવેડો નથી, પરંતુ અનુભવથી નિવેડો છે. તેથી વજન માત્ર સમજવા ઉપર ન રહેવું જોઈએ, પરંતુ પ્રયોગ ચડીને અનુભવ સુધી પહોંચવું જોઈએ. (૧૭૭૪)
Vઆત્માનું સ્વરૂપ-જ્ઞાન જે પ્રકારે પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં ઉપજે છે, તે પ્રકારે તેમની વાણીનું પણ પૂજ્યપણું છે. પ્રત્યક્ષયોગ વિના સજીવનમૂર્તિના આત્મભાવોનું દર્શન થતું નથી અને તે આત્મભાવોની અભિવ્યક્તિ તેમની વાણી દ્વારા થાય છે, તેથી સ્વરૂપ જ્ઞાન ઉપજવામાં જેમ જ્ઞાની ઉપકારી છે, તેમજ તેમની વાણી પણ ઉપકારી છે. ભલે વાણી અચેતન છે, તોપણ જેને પોતાના આત્મા ઉપર ઉપકાર થયો છે, તેને સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને–અનુસરીને આવેલી વાણીનો– જિનવાણીનો ઉપકાર સમજાય છે અને સહજ પૂજ્યપણું પણ આવે છે, બેહદ ભક્તિ આવે છે. બીજાને – જેને આ પ્રકારે ઉપકાર થયો નથી, તેને આવું પૂજ્યપણું સમજાતું નથી. અને યથાર્થ અર્પણતા પણ આવતી નથી.
(૧૭૭૫)
જિજ્ઞાસા : “ભાવના, પુરુષાર્થ આદિ કર્તવ્ય છે'—એવા ઉપદેશબોધથી પર્યાયનું કર્તાપણું થવાનો ભય રહે છે તો પર્યાયનું કર્તુત્વ ન થાય તેનો શું ઉપાય છે ?
સમાધાન : આત્મામાંથી ઉત્પન્ન થયેલી ખરી ભાવના એટલે રાગ-દ્વેષપૂર્વક ઉત્પન્ન નહિ થયેલી – એવા ભાવનાવાળાને સહજતા એ બધા આનુષંગિક પરિણામો ઉત્પન્ન થાય છે, તેથી તેમાં કર્તાપણું તીવ્ર - દૃઢ થતું નથી. પરંતુ મોળું પડે છે. તેને કૃત્રિમતા થતી નથી. તે જીવ પૂર્ણ શુદ્ધિના લક્ષવાળો હોવા છતાં, અવલોકનમાં સ્વરૂપની ઓળખાણ ભણી અપૂર્વ જિજ્ઞાસાથી વળે છે, તેવી સૂઝ હોવાથી, કર્તૃત્વ દઢ કેમ થાય ? સ્વરૂપના અવલંબને સહજ શુદ્ધિ અને શુદ્ધિની વૃદ્ધિ થઈ પૂર્ણતા થશે જ તેવી પ્રતીતિ ત્યાં થઈ આવે છે તેથી ઉન્માર્ગે જવાનું, ખરી ભાવનાથી, થતું નથી.
(૧૭૭૬)
જડ – ચેતનની ભિન્નતા – એ દ્રવ્યાનુયોગનો મુખ્ય સિદ્ધાંત છે. ભિન્ન પદાર્થનો અનુભવ – પ્રાપ્તિ સર્વથા અશક્ય છે.—એવું જે સમ્યકજ્ઞાન જીવન પર પ્રત્યેથી ઉદાસીન કરી નિજ પરમ આનંદધામ પ્રત્યે વળવા સહજ પ્રેરે છે. જ્ઞાની સહજ વૈરાગી, ઉક્ત પ્રકારે વસ્તુ સ્વરૂપના, જ્ઞાનને લીધે છે, આસક્તિભાવ, સ્વરૂપ-જ્ઞાનના અભાવે, પરમાં સુખબુદ્ધિથી જીવને ઉત્પન્ન થાય છે તેથી પરમાં એકત્વ ગાઢ થઈ, સ્વ-સન્મુખ થવું દુર્લભ થાય છે, પરંતુ ભિન્ન જ્ઞાન વેદન દ્વારા આસક્તિમાં