________________
૪૫૨
અનુભવ સંજીવની
તીવ્ર આકુળતા – દુઃખ અનુભવ થતાં સહજ વિરક્તિ થાય છે.
(૧૭૭૭)
// જિજ્ઞાસા : પરિણમનમાં સમ્યપણું આવે છે ત્યારે જીવના પરિણામ કેવા પ્રકારે પરિણમે
છે ?
સમાધાન : સભ્યપ્રકારના પરિણમનમાં, સ્વ સન્મુખતા, સ્વયંની અભિન્નતા, સ્વરૂપની અત્યંત મુખ્યતા, નિજ અનંત સુખધામની સુખબુદ્ધિ અને સ્વરૂપની સર્વસ્વપણે ઉપાદેયતા, સહિત સંવેગ / પુરુષાર્થ હોય છે. અને પરદ્રવ્ય પરભાવોથી ભિન્નતા, શરીર, કુટુંબ આદિ સંયોગોમાં પારકાપણું, તેથી ઉત્પન્ન ઉદાસીનતા – વિરક્તિ, તે સર્વની અત્યંત ગૌણતા, અને તેમનું હેયપણું વર્તે છે. ઉદયમાં અપ્રયત્નદશાએ સમભાવે વેદન કરવું – એમ ત્રણે કાળે હોય છે. અને અહીં દ્રવ્યાનુયોગ પરિણામ પામ્યો છે અને એ દર્શનમોહનો ઘાત થયો છે.
(૧૭૭૮)
-
//જે મુમુક્ષુ પોતાના દોષને સ્વીકારે છે, તથાપિ દર્શન મોહના દૃષ્ટિકોણથી તેનું નુકસાન અને ગંભીરતા સમજતા નથી તેથી હળવાશથી તેની નોંધ લે છે, તેને રસપૂર્વકનું દોષિત પરિણમન હોય છે, તેથી તેમાં આકુળતા વેદાતી પકડાતી નથી. તેમજ વિપરીત અભિપ્રાય મટતો નથી. તેથી તેવો દોષ વારંવાર થયા કરે છે; અને દોષ મટાડવાની ઈચ્છા તેમજ સત્સંગ નિષ્ફળ જાય છે. આ પ્રકારમાં દોષદષ્ટિ પૂર્વક દોષનો સૂક્ષ્મ બચાવ પણ છે જે ગુણદષ્ટિના અભાવનો સુચક છે.
(૧૭૭૯)
-
જિજ્ઞાસા : કોઈપણ બાબતમાં જે અભિપ્રાય હોય છે તે ક્યા કારણથી બદલાય છે ?
સમાધાન : અભિપ્રાય બદલાવાનું ખાસ કારણ જે તે વિષય – બાબતમાં ‘અનુભવ’ થતાં બદલાઈ જાય છે. તેથી મુમુક્ષુની ભૂમિકામાં અનુભવ પદ્ધતિ દ્વારા વિપરીત અભિપ્રાયો બદલવાની જ્ઞાનીઓની શિક્ષા છે.
(૧૭૮૦)
જ્ઞાનીપુરુષની અનુભવવાણી છે, તે મુમુક્ષુજીવને, જેમ જેમ અનુભવ પદ્ધતિએ–પ્રયોગ પદ્ધતિએ પરિણમન થતુ જાય છે, તેમ તેમ તે વાણી પરિણમે છે. અર્થાત્ તે વાણી આત્મા ઉપર અસર કરે છે. પ્રત્યક્ષ યોગે તે વાણીનું અતિ ચમત્કારી ફળ હોય છે, જીવની યોગ્યતા જ બદલાઈ જાય છે. આત્માર્થી જીવની આત્મરુચિને પુષ્ટિ મળવાનું આ વાણીમાં અનુપમ કારણ હોય છે. ‘તું રુચતાં જગતની રુચિ આળસે સૌ’
(૧૭૮૧)
/ જ્ઞાન એકાંત શુદ્ધ અનુભૂતિ સ્વરૂપ છે. સ્વયંનું આવું શુદ્ધત્વ અનુભવનીય છે, તેથી જીવ