________________
અનુભવ સંજીવની
૪૫૩ જ્યારે પોતાના શુદ્ધત્વને અનુભવે છે ત્યારે શુદ્ધ થાય છે. શુદ્ધ થાય છે એટલે શ્રદ્ધાનો વિપર્યાસ મટે છે અને ચારિત્રમાં મલિનતા મટે છે. - આમ શુદ્ધને અનુભવતા શુદ્ધ થવાય છે, બીજો તો કોઈ ઉપાય નથી. આત્માનું શુદ્ધિકરણ થવા અર્થે જ્ઞાનીના માર્ગે ચાલવું. (૧૭૮૨)
/ / નિષ્પક્ષ થઈને સત્સંગ કર્તવ્ય છે એટલે કે પૂર્વેગ્રહેલાં મિથ્યા આગ્રહોથી જ હું દોષિત છું – દુઃખી છું . એમ નિશ્ચય કરીને મધ્યસ્થ ભાવે સત્સંગ કરવામાં આવે તો સત્ સમજાય. સત્ સમજાય એટલે પરમાર્થ સમજાય. એટલે પોતાના વિપરીત અભિપ્રાયો કે જે પરિભ્રમણ કરાવનારા છે તેનાથી છૂટવાનું સમજાય. પછી કોઈ મુક્તિનો માર્ગ બતાવનાર સત્પુરુષ મળે તો ઓળખે કે ખરેખર આ પુરુષ મને ભવથી ભવનાં કારણો–ભવરોગથી છોડાવે છે – તેવો પ્રત્યક્ષ અનુભવ થાય છે, ત્યારે બાહ્ય દષ્ટિ ટળે છે – એટલે પુરુષનું બાહ્યાચરણ જોવાતું નથી, ફકત તેમનું સ્વરૂપ જ જોઈને પરમેશ્વરબુદ્ધિ ઉપજે છે અને તે જ ભવસાગર તરવાનો ઉપાય છે. (૧૭૮૩)
જિજ્ઞાસા : હેય અને ઉપાદેય – બંન્ને ભાવમાં વિકલ્પ– શુભરાગ પણ છે અને વિવેકરૂપ જ્ઞાન પણ છે, તો ત્યાં રાગ છે કે જ્ઞાન છે ? તેનો નિશ્ચય કેમ થાય ? વિવેકનો સમ્યક્ પ્રકાર શું ?
સમાધાન : હેય – ઉપાદેય ભાવો અનેક વિધ સ્તરે અનેક પ્રકારે હોય છે, તેથી તેના વિકલ્પો અનેક છે. જે રાગથી તેમાં રોકાઈ જાય છે, તેમાં રાગ પ્રધાનતા હોવાથી જ્ઞાન ગૌણ છે, તેથી ત્યાં રાગ છે તેવો નિશ્ચય કરવો. જે જ્ઞાન પ્રધાન પરિણમન છે, તેમાં પરદ્રવ્ય અને પરભાવોની એકતાની ગાઢતા તોડી, સ્વ દ્રવ્યની પ્રગાઢતા થવાની પ્રક્રિયા થતી હોય, તેવા પ્રકારમાં અંતે નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થતી હોવાથી તે સમ્યક્ પ્રકારનો વિવેક છે.
(૧૭૮૪).
Vજિજ્ઞાસા : મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થતા કેમ ઉત્પન્ન થાય ? અને તે નિઃશંક યથાર્થતા જ છે, તેમ કેવી રીતે જણાય છે ?
સમાધાન : જેને એકમાત્ર આત્મા જ જોઈએ છીએ અને આ જગતમાંથી બીજું કાંઈ જોઈતું નથી – એવી ખરી અંતરની આત્મભાવનાથી – ૧ યથાર્થતાની શરૂઆત થાય છે. ત્યારબાદ તે જીવ પોતાના સર્વ પ્રકારના વિપસ મટાડવા અંતર – બાહ્ય પ્રયોગ કરે છે, ત્યાં તેને પોતાના પરિણમનમાં જે જે અનુભવ થાય છે, તે અનુભવમાં આવતા ભાવોમાં આકુળતા, મલિનતા, વિપરીતતા, કષાયરસ, અભિપ્રાયની ભૂલ, વગેરેના અનુભવ જ્ઞાનથી (૨) યથાર્થતા આવે છે, તેમજ (૩) સપુરુષ પ્રત્યે નિષ્કામ પ્રેમ–ભક્તિથી દર્શનમોહનો અનુભાગ ઘટવાથી યથાર્થતા ઉત્પન્ન હોય છે. – આ ત્રણે કારણોથી દર્શનમોહ નિર્બળ થાય છે, તે જ યથાર્થતા આવવાનું સામાન્ય કારણ છે. ત્યાં