________________
૪૫૪
અનુભવ સંજીવની જ્ઞાનની નિર્મળતા અને અનુભવથી નિઃશંકપણે યથાર્થ આમ જ હોય તેમ સહજ જણાય છે. ગૌણપણે દર્શનમોહ ઘટવાના અનેક કારણરૂપ પરિણામો હોય છે.
(૧૭૮૫)
/ પરિણામમાં રસ વૃદ્ધિ થવાનો ઉપાય, જે તે વિષયમાં વારંવાર અનુભવ કરવાથી થાય છે. પંચેન્દ્રિયના વિષયમાં જેને જે વિષયની આસક્તિ અથવા સુખબુદ્ધિ હોય છે, તે વારંવાર તે વિષયનો અનુભવ કરી રસ વધારે છે. તે સૌને અનુભવ ગોચર છે. તે સિદ્ધાંત અનુસાર જ્ઞાનાનુભવથી જ્ઞાનરસ – આત્મરસની જ્ઞાની વૃદ્ધિ કરે છે. આત્માર્થીએ વિભાવરસ તોડવા માટે જે તે વિષયમાં પૂર્વગ્રહ વિરુદ્ધના પરિણામો દ્વારા ઉલ્ટા પ્રયોગથી અંતર – બાહ્ય પ્રયાસ કરવા યોગ્ય છે. અશાતા વેદનીના ઉદય પ્રસંગે પણ દેહાત્મબુદ્ધિ મંદ થવા અર્થે ઉપચારના પરિણામો અલ્પ થવા ઘટે.
(૧૭૮૬)
પરપદાર્થમાં પોતાપણાના પરિણામો અને પોતાપણાનો અભિપ્રાય પરિભ્રમણની વેદના આવ્યું મંદ પડે, દેહાત્મબુદ્ધિ મંદ થવા અર્થે દેહમાં અશાતાનો ઉદય આવ્યે, યથાર્થ પ્રકારે અવલોકન આદિ પ્રયોગ કરવાથી આકુળતા પકડાય તો આકુળતાથી ખસવાના પ્રયાસમાં અંશે સફળતા મળે, રાગથી એકત્વ મટવાનું અતિ સૂક્ષ્મ અને કઠણ છે, તે એકત્વ જ્ઞાન અને રાગની સંધિ—આકુળતા, મલિનતા અને વિપરીતતાના અનુભવ જ્ઞાનથી પકડાય, તેમજ માર્ગની અપ્રાપ્તિની અટક વા વેદનાથી ઉત્પન્ન ભેદજ્ઞાનથી મંદ પડે છે. મુમુક્ષુની ભૂમિકામાં ઉપરોક્ત પ્રકારે પરદ્રવ્ય અને પરભાવનું એકત્વ મંદ થાય તો જ્ઞાનદશાની સહજ પ્રાપ્તિ થાય છે, જે કાંઈ દુર્લભ છે તે તો મુમુક્ષતામાં યથાર્થતા પ્રાપ્ત થવી તે, તે કારણની દુર્લભતા હોવાથી અનંતકાળનું પરિભ્રમણ રહ્યું છે. કારણ મળે કાર્ય સહજ અને સુલભ છે.
(૧૭૮૭)
| મુમુક્ષજીવે દર્શનમોહ મંદ થવા અર્થે ઉદયભાવોમાં પોતાને નીરસપણે સહજ રહે તે જરૂરી છે. તે માટે શાતા-અશાતા, ખાવા-પીવા, પહેરવા-ઓઢવામાં પ્રયોગથી યોગ્ય ફેરફાર કરવો યોગ્ય છે. વિભાવરસ દર્શનમોહ વધવાનું કારણ છે તેવી સમજણપૂર્વક ઉદયભાવોમાં થતી આકુળતાના અનુભવથી ખસવાના પ્રયાસમાં વિભાવરસ સહજ મંદ પડી જાય તો જીવની મુમુક્ષતા નિર્મળ થાય છે. મુક્ત થવાના અભિલાષીને ઉક્ત પ્રયોગમાં ઉમંગ વર્તે.
(૧૭૮૮)
ઈચ્છાની પૂર્તિ કરનાર પ્રત્યે રાગ થઈ જવો સહજ છે. વીતરાગ થવાવાળા મુનિરાજ, તેથી જ આહાર, નિવાસ આદિની બીજાઓ દ્વારા પૂર્વ યોજીત અનુકૂળ વ્યવસ્થાનો સ્વીકાર કરતા નથી અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રતિબંધ વિણ વિચરે છે. વળી તેમને અનુકૂળ-પ્રતિકૂળ જેવું કાંઈ