________________
અનુભવ સંજીવની
૪૫૫ જ હોતું નથી, તેવો સમભાવ હોઈ છે. તેથી રાગ થાય તેવા કારણ પ્રકારથી સહજ જ દૂર રહે છે. ધન્ય મુનિદશા !
(૧૭૮૯)
V જિજ્ઞાસા : અભિપ્રાય અને દૃષ્ટિકોણ એક જ પર્યાય છે કે જુદા જુદા પ્રકારનું જ્ઞાન છે ?
સમાધાન : બંન્ને જ્ઞાનની જુદા જુદા પ્રકારની પર્યાય છે. અભિપ્રાયપૂર્વક દૃષ્ટિકોણ પ્રવર્તે તેટલો–તેવો સંબંધ છે.
અભિપ્રાય પ્રમાણે જ્ઞાન કાયમ રહે છે અર્થાત્ તે પ્રકારનો પૂર્વગ્રહ ઉત્પન્ન થાય છે, જે વિપરીત અનુભવથી પલટવા યોગ્ય છે. દૃષ્ટિકોણ જે તે સમયે હેતુ / ઉદ્દેશ્ય અનુસાર પ્રવર્તતો જ્ઞાનનો પર્યાય છે. - આ પ્રકારે બે વચ્ચે તફાવત છે.
(૧૭૯૦)
નવેમ્બર - ૧૯૯૮ જિજ્ઞાસા ? સમકિતની સ્પર્શના થઈ હોય અને તેથી કેવી દશા હોય ? –તે મુમુક્ષુ પોતાના ક્યા અનુભવથી કહી શકે ?
સમાધાન : યથાર્થ મુમુક્ષુતા હોય, ત્યાં હિત – અહિતરૂપ પરિણામો ચાલતા અનુભવમાં સમજાઈને તેનો વિવેક આવે છે, તે જ્ઞાનની નિર્મળતા, મોહ અને કષાયના ઉપશમથી હોય છે. – એવો પ્રકાર સમક્તિમાં પણ હોય છે. - આમ સમાન પ્રકારના અનુભવથી સમક્તિનું સ્ફરવું અને દશાને મુમુક્ષુ કહી શકવા યોગ્ય છે. – ૧.
બીજુ, સપુરુષની ઓળખાણ થવાથી તેમના પ્રત્યે પરમભાવે ભક્તિ – પ્રેમરૂપ થવાથી પોતાની સંસાર પરિણતિ શાંત થઈ હોવાથી ઉદય—પ્રસંગો અને ઉદય ભાવોમાં, યથાર્થ ઉદાસીનતાનો અનુભવ જ્ઞાનીના સમ્યક્ વૈરાગ્યને પીછાણે છે. -૨
પોતે સમ્યક પ્રાપ્તિ અર્થે પ્રયત્ન – પ્રયોગ કરે છે તે પ્રકારના અનુભવ ઉપરથી જ્ઞાનીપુરુષના અલોકિક પુરુષાર્થથી ઉત્પન્ન સમકિતને કહી શકવા યોગ્ય છે – ૩.
ચાલતા વિકલ્પોમાં આકુળતા, મલિનતા અને વિપરીતતાના અનુભવથી, પ્રતિપક્ષે જ્ઞાની પુરુષની શાંત, પવિત્ર અને અવિપરીત (સમ્યક) દશા સમજાય છે અને આત્મશાંતિની પરખ હોય છે. કારણ અમુક અંશે (દર્શનમોહની મંદતાના પ્રમાણમાં શાંતિનો અનુભવ, યથાર્થ સમાધાનપૂર્વક થવાથી, સમકિતની સ્પર્શના અને દશા કહી શકે છે.
(૧૭૯૧)
Vઅનુભવ શક્તિ દરેક જીવને હોય છે. તેમાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવને વિચાર સાથે અનુભવ શક્તિ હોવાથી પારમાર્થિક વિવેકપૂર્વક સ્વાનુભવ કરી શકે. જ્ઞાનગુણ શુદ્ધ સ્વરૂપને અનુભવ કરવાનો છે. તદર્થે પરિણમન, નિજમાં નિજનો અનુભવ કરે – તેમ, કેળવવું જરૂરી છે. જેથી પરિભ્રમણ