________________
૪૫૬
અનુભવ સંજીવની મટે. અનાદિથી પરમાં નિજનો અનુભવ કરી સંસાર પરિભ્રમણ થઈ રહ્યું છે, નિજાવલોકન દ્વારા અનુભવશક્તિ કેળવીને જ્ઞાનગુણ' પ્રગટ કરવા યોગ્ય છે, તે સિવાઈ અન્ય પ્રકારે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નથી.
(૧૭૯૨)
જ્ઞાન શબ્દ વાચક છે, જ્ઞાનભાવ તેનું વાચ્ય છે. જ્યાં શબ્દ સાધન છે, ત્યાં તે જ્ઞાન પદનો અર્થ જ્ઞાનના અનુભવથી સાધ્ય થવો તે જ્ઞાન – પદાર્થનું ભાવભાસન છે. જ્ઞાનનું પોતારૂપે ભાવભાસન થતાં જ સહજ જ્ઞાનરસ – આત્મરસ ઉત્પન્ન થાય છે. આમ જિનવાણીનો ઉપકાર થાય છે.
(૧૭૯૩)
સ્વરૂપની ઉપાદેયતા વાસ્તવિકપણે સ્વરૂપ-સન્મુખ થવામાં છે. હેય – ઉપાદેયના વિકલ્પની દિશા સ્વરૂપથી વિમુખ છે, ઉપયોગ સ્વરૂપ સન્મુખ થતાં જે સ્વરૂપ જાણવામાં આવે છે તે સર્વસ્વપણે ઉપાદેય છે'—એમ જાણવામાં આવે છે. - એવા ખેંચાણમાં અન્ય સર્વ દ્રવ્ય-ભાવોથી ઉદાસીન થવું સહજ છે. ઉપાયભૂત એવું નિર્વિકલ્પ અભેદ અનંત મહિમાવંત સ્વરૂપ પ્રત્યેનો મહિમા વૃદ્ધિગત થઈ, નિર્વિકલ્પ સ્વરૂપાકાર સ્વસંવેદનભાવે અમૃતરસનું પાન કરાવે છે. હેય-ઉપાદેયનું આ સમ્યક સ્વરૂપ છે.
(૧૭૯૪)
શ્રુતજ્ઞાનમાં સ્વરૂપનો અનુભવ કરવો તેને ભાવશ્રુત કહે છે. દ્રવ્યશ્રુતના વાગ્યનો અનુભવ કરવો એટલે કે પરમાત્મા ઉપાદેય છે,' – એવા દ્રવ્યશ્રત દ્વારા નિજ પરમાત્માની ઉપાદેયતાસાક્ષાત્ ઉપાદેયતા ભાવમાં થવી – તે ભાવકૃત છે. નિજ પરમેશ્વરપદનો સાક્ષાત્કાર તે જ સમ્યક ઉપાદેયતા છે. અથવા અનુભવકાળે જ પરમપદ ઉપાદેય થાય છે, જ્યાં સુધી હેય ઉપાદેયનો વિકલ્પ છે તેમાં, ત્યાં સુધી ખરેખર સ્વરૂપ ઉપાદેય થયું નથી. પરંતુ શ્રુતજ્ઞાનમાં અભેદ સ્વરૂપનો અભેદ અનુભવ થવો તે ભાવકૃત છે. તે અમૃતરસ છે. તે અનન્યરુચિથી પરમપ્રેમથી આસ્વાદન કરવા યોગ્ય છે.
(૧૭૯૫)
સમાધાન બે પ્રકારે છે. (૧) યુક્તિથી, મનોબળથી અને નિયયબળથી જે સમાધાન થાય છે, તે કૃત્રિમ હોવાથી સ્થાયી – કાયમી ટકતું નથી. છેવટે અસમાધાન અને અશાંતિ–કલેશ ઉત્પન્ન થયા વિના રહેતો નથી, કારણકે તેનો આધાર પર સંયોગ અને રાગ છે, અને તે બંન્ને અસ્થિર અને અસ્થાયી છે. ઉપરોક્ત સમાધાનથી પ્રતિકૂળતા ઉપરથી ઉપયોગ પલટાવી શકાય છે, પરંતુ રાગથી એકત્વ તોડી શકાતું નથી.
૨. સર્વાગ સમાધાન સ્વરૂપ આત્માના આધારે જે સમાધાન થાય છે, તે સહજ સમ્યક સમાધાન