________________
અનુભવ સંજીવની
૪૫૭
છે. સર્વ પરદ્રવ્યથી અને પરભાવથી ભિન્ન જ્ઞાનમય આત્માના અવલંબને સહજ સમાધિ રહે અને રાગનું એકત્વ તોડવા ભેદજ્ઞાનનો પ્રયોગ એક માત્ર સાધન છે. તેનાથી શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય છે, કારણકે તેની સિદ્ધિ આત્મબળથી છે.
(૧૭૯૬)
જિજ્ઞાસા : મુમુક્ષુ તત્વજ્ઞાનનો અભ્યાસ, પૂજા-ભક્તિ, દાન આદિ કરવા છતાં માર્ગ મળતો નથી, તેનું શું કારણ ? કરવા જેવું શું રહી જાય છે ?
સમાધાન ઃ ઉપરોક્ત બાહ્ય સાધન કરવા છતાં, પરલક્ષ હોવાથી માર્ગ અવરોધક એવા પ્રતિબંધક ભાવો પ્રત્યે ધ્યાન જતું નથી. અને એક લયે અંતરની ભાવનાપૂર્વક જે તીખો-કરડો પુરુષાર્થ ઉપડવો જોઈએ તે ઉપડતો નથી, અને તેની ખટક આવવી જોઈએ, તે ન આવે તો માર્ગ ક્યાંથી મળે ? ઉપદેશ પરિણમવા અર્થે પ્રાપ્ત ઉપદેશને પ્રયોગાન્વિત કરવો જોઈએ. અને તે માટે સતત પુરુષાર્થ ચાલવો જોઈએ તો કાર્ય થાય જ, માર્ગ મળે જ. એવી જ્ઞાની–અનુભવી પુરુષોએ ખાત્રી (ગેરંટી) આપી છે.
(૧૯૯૭)
જિજ્ઞાસા : પ્રત્યક્ષ જ્ઞાનીના યોગે પરમ સત્સંગ પ્રાપ્ત થયા પછી સ્વરૂપની ઓળખાણ થવા અર્થે કેવો પ્રયાસ અપેક્ષિત છે ?
સમાધાન : સ્વરૂપની ઓળખાણ એ બીજજ્ઞાન છે અને સમ્યક્ત્વનું અંગ છે. કેમકે સ્વભાવના સંસ્કારનું કારણ હોવાથી તેનું મહત્વ ઘણું છે. તે ઓળખાણ જ્ઞાનલક્ષણ કે જે સ્વસંવેદનરૂપ છે, તે દ્વારા થાય છે. લક્ષણથી લક્ષિત થયેલું નિજ પરમાત્મ પદનું લક્ષ મટતું નથી અને સ્વરૂપ લક્ષે થયેલ સામાન્ય જ્ઞાનના આવિર્ભાવથી (વિશેષ જ્ઞાનના તિરોભાવપૂર્વક) પરમાર્થ નિર્વિકલ્પ સમ્યક્દર્શન અને સ્વાનુભવની પ્રાપ્તિ છે.
વેદનભૂત એવું જે જ્ઞાનલક્ષણ, તે સર્વકાળ જીવોને પ્રગટ છે, છતાં જ્ઞાનની નિર્મળતા અને સૂક્ષ્મતાના અભાવને લીધે માલૂમ પડતું નથીઃ અર્થાત્ ભ્રાંતિને લીધે આવરણ પ્રાપ્ત હોવાથી માલૂમ પડતુ નથી - તે દૂર થવા અર્થે યથાર્થ પ્રકારે વિભાવરસ મંદ પડવો ઘટે છે. તેમજ ગ્મે તેવા ઉદયકાળે રસ તીવ્ર ન થાય તેની જાગૃતિ રહેવી ઘટે છે. વિભાવ ૨સ મંદ થવા માટે જ્ઞાનીપુરુષની અચલ પ્રતીતિ સમેત સ્વચ્છંદ નિરોધ ભક્તિ કે જે ભક્તિના સદ્ભાવમાં સંસાર ભક્તિ – સંસાર પરિણતિ ભેદાય અને વિરક્તિ સહજ (ઉદયમાં) રહે. બીજો પ્રયોગ નિજ પરિણામોનું સતત અવલોકન રહેવું તે છે, કે જે અવલોકનના અભ્યાસે જ્ઞાન સૂક્ષ્મ અને નિર્મળ થઈ જ્ઞાનવેદન સુધી પહોંચે, જેના આધારે સ્વરૂપ ઓળખાય. અવલોકનનો અભ્યાસ વિભાવરસને તત્કાળ તોડે છે, જેથી દર્શનમોહ યથાર્થ પ્રકારે હાનિ પામે છે, અહીં જ્ઞાનબળ સહજ વધવાથી મનોવિકાર રૂપ મન માંદુ પડે છે અને ભેદજ્ઞાનના સ્તરે મનોજય યથાર્થ પ્રકારે થાય છે. (૧૭૯૮)