________________
૨ ૨૦
અનુભવ સંજીવની જ્ઞાની પુરુષની વાણી પૂર્વાર્પર અવિરુદ્ધ અર્થાત્ નયાત્મક હોય છે. છતાં પારમાર્થિક હેતુની મુખ્યતાથી વસ્તુના મૂળ સ્વરૂપને - સાધ્યને – યથાર્થપણે, વિશેષપણે, પ્રાપ્ત થવાનું નિમિતત્ત્વ તેમાં રહેલું છે. તેથી તે નિર્દોષ છે. વિશેષ પાત્રતાવાન મુમુક્ષુને જ જ્ઞાનીપુરુષની વાણી પરખાય છે. કારણકે અધ્યાત્મરસનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પામવાથી અધ્યાત્મતત્ત્વ જે વાણીમાં હોય છે તે પ્રતિભાસે છે. આ પણ એક ભાવભાસન છે.
(૭૮૯)
વળી નયજ્ઞાન, મિથ્યાત્વના અભાવથી અને શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ સમ્યકત્વથી ઉઘડેલું જ્ઞાન છે, અર્થાત્ સ્વયંના જ્ઞાન ભંડારમાંથી આવેલું જ્ઞાન છે. તેની ચૈતન્ય જાતિ છે, જોડે રહેલા વિકલ્પની ચૈતન્ય જાતિ નથી.
નય સમ્યકત્વ અવસ્થામાં હોય છે, જ્યારે નયપક્ષ મિથ્યાત્વ અવસ્થામાં હોય છે. નયજ્ઞાન જોડે રહેલા વિકલ્પ / રાગાંશથી ભિન્ન વર્તે છે, જ્યારે –
નયપક્ષમાં જ્ઞાન અને રાગનું એકત્ર થાય છે... આમ નય અને નયપક્ષમાં મોટો ભેદ છે. તોપણ નયાતીત દશાનું મૂલ્ય વિશેષ છે કારણકે તેમાં ઉપયોગ અંતર્મુખ / પ્રત્યક્ષ થઈ, સ્વરૂપમાં એકાકાર થાય છે અને પુરુષાર્થના બળવાનપણાને લીધે, રાગ / વિકલ્પની ઉત્પત્તિ થતી નથી. નિર્જરા પણ ત્યારે વિશેષ પ્રમાણમાં થાય છે. તેથી અભિપ્રાયમાં તે ઉપાદેય છે. (૭૯૦).
સમ્યક શ્રદ્ધા, ત્રિકાળ અપરિણામી, ધ્રુવ પરમપરિણામીક ભાવ સ્વરૂપ નિજ સામાન્ય તત્ત્વમાં હું પણું કરીને, ભાવમાં અભેદપણું સાધે છે. તે સિવાયનો સર્વ વ્યવહારનયનો વિષય-ગુણભેદ અને પર્યાયભેદ . ને શ્રદ્ધા સ્પર્શતી નથી. તેથી શ્રદ્ધામાં એમ રહે છે કે, પરિણામ પરિણમે છે, હું નહિ, અર્થાત્ ત્રિકાળી અસ્તિત્વમયી સ્વમાં વ્યાપ્ય-વ્યાપકભાવે પોતાપણાની સ્થાપના થતાં, પરિણામમાંથી અસ્તિત્વપણારૂપ શ્રદ્ધાનો નાશ થાય છે, પરિણામમાં અભેદભાવે કર્તાપણું થતું હતું તેનો નાશ થાય છે, તેથી ભાવમાં પરિણામનો કર્તા પરિણામ છે – તેમ આવે છે. ત્યાં વીર્યનું જોર રહેતું નથી, જોર ત્રિકાળી હું – તેમ રહે છે. આમ પુરુષાર્થની દિશા બદલાઈ જાય છે, સાથે સાથે ચારિત્ર આદિ ગુણો પણ યથા સંભવ શ્રદ્ધા અને પુરુષાર્થને અનુસરવા લાગે છે. જો કે પ્રમાણજ્ઞાન તે જ વખતે ત્રિકાળી અને વર્તમાન પર્યાય, બન્નેને યુગપતુ જાણતાં, તેમાં હુંપણાનો અભેદ અનુભવ કરે છે. તે અપેક્ષાએ પરિણામ, પોતાના અંશરૂપે અનુભવાય છે, અને તે પ્રકારે તે માત્ર જાણવાનો વિષય રહે છે. - આમ સમ્યફદર્શન કાળે સ્વાનુભવમાં જ નિશ્ચય . વ્યવહાર (જ્ઞાન)નો (પ્રમાણમાં ગર્ભિત હોવાથી) જન્મ એક સાથે થઈ જાય છે. તેથી કયાંય અસમાધાન થતું નથી - સર્વાગ નિઃશંકતા રહે છે.
(૭૯૧)