________________
અનુભવ સંજીવની
૨૨૧
Vરાગ-દ્વેષ, મોહરૂપ જીવના અંતર શત્રુ છે, તેમને એકમાત્ર, સકલ ઉપાધિથી રહિત, જીવ સ્વરૂપના પ્રત્યક્ષ અનુભવથી જ જીતી શકાય છે, તે સિવાઈ અન્ય કોઈ ઉપાય નથી. જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી, ત્યાં સુધી પોતાના અપરાધરૂપ રાગ-દ્વેષ, મોહ, કર્મ-નોકર્મરૂપ ઉદયને લીધે થાય છે, તેવી ભ્રાંતિ મટતી નથી. તેથી ભેદજ્ઞાન દ્વારા, ભિન્ન ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કર્તવ્ય છે. ‘માત્રજ્ઞાન’ સિવાઈ, સર્વ દ્રવ્ય-ભાવથી ભિન્નપણાની પ્રતીતિ જે રીતે ઉપજે, તે રીતે પુરુષાર્થ અને પ્રયોગ થવા યોગ્ય છે. તે સ્વાનુભવનું મૂળ છે.
(૭૯૨)
Vવસ્તુ-સ્વરૂપ ભલે સામાન્ય-વિશેષાત્મક હો, ભેદાભેદ સ્વરૂપે હો, પરંતુ જે શ્રદ્ધાનો વિષય છે, તે જ જ્ઞાનમાં મુખ્ય થવો ઘટે. સંસારી જીવનું જ્ઞાન મુખ્ય - ગૌણ ભાવે પરિણમે છે. તે સ્થિતિના કારણથી, અનાદિ પર્યાયબુદ્ધિને લીધે, વિશેષની / ભેદની મુખ્યતા વર્તી રહી છે, અને તેથી જ સંસાર છે, હવે મોક્ષાભિલાષીને મૂળ સ્વરૂપની ઓળખાણ કરીને તે સ્વરૂપ સિવાઈ, અન્ય સર્વ ગૌણ થવુ, (સહજપણે) ઘટે.
ખાસ કરીને, શાસ્ત્ર અધ્યયન કરતાં આત્માર્થી જીવે તો, પર્યાયનું એકત્વ મટાડવા અર્થે, વિશેષ લક્ષ આપવું ઘટે છે. સર્વ ઉપદેશમાંથી, આ જ તાત્પર્ય કાઢવું જોઈએ, અથવા સર્વ ઉપદેશમાં આ લક્ષે વિચારવું જોઈએ.
(૭૯૩)
૨૮ ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો અનુભવ એટલે શુદ્ધ ‘જ્ઞાનમાત્ર’નું આસ્વાદન અર્થાત્ વેદન, આવું વેદન દૃષ્ટિબળથી સમ્યક્ત્વ થતાં ઉપજે છે. ત્યાં રાગાંશ હોવા છતાં, અનુભવાતું જ્ઞાન તેનાથી રહિત છે, તેમ પ્રત્યક્ષ / વિશદપણે અનુભવાય છે. તેથી સુખ-દુઃખરૂપ અશુદ્ધ ચેતનાથી રહિતજ્ઞાનમાત્રપણે સ્વયં અનુભવાતો હોવાથી, વર્તમાન ઉદયથી પરમ ઉદાસીન થવાય છે, ત્યાં ભવિષ્યની ચિંતા તો થાય જ કયાંથી ? જે ભવિષ્યની ચિંતાથી, મનુષ્ય છૂટી શકતો નથી, અને જેને લીધે અધોગતિમાં જીવ ધકેલાઈ જાય છે, તેનાથી આ આ રીતે સહજ જ છૂટી શકાય છે.
અવલંબનભૂત સ્વસ્વરૂપ ત્રિકાળ જ્ઞાન અને સુખાદિ વૈભવથી પૂર્ણ અને શાશ્વત છે તેના (સ્વયંના) આધારથી જ ઉપાધિ રહિત થવાય છે સમ્યક્ત્વના પ્રભાવથી સર્વ કર્મ-ક્ષય થાય છે, જ્યારે મિથ્યાત્વના પ્રભાવથી કર્મનો ફેલાવો થાય છે.
(૭૯૪)
જ્ઞાનીપુરુષ સ્વતઃ તૃપ્ત છે, અર્થાત્ અતિન્દ્રિય સુખના અનુભવને લીધે તૃપ્ત છે. તેથી નિર્વાણપદને પ્રાપ્ત કરે છે, કે જે નિર્વાણપદ વર્તમાન અનંત સુખમય છે, અને ભાવિ અનંતકાળ પર્યંત અનંત સુખમય છે આમ હોવાથી, પૂર્વકર્મના ફળરૂપ વર્તમાન ઉદય, અર્થાત્ સંસાર સંબંધી સુખ - દુઃખને ભોગવવાના ભાવ કે જે ચૈતન્ય પ્રાણના ઘાતક હોવાથી વિષ સમાન લાગે છે, –