________________
૨૨૨
અનુભવ સંજીવની
તેને વાંછતા નથી.
જે સંસાર પ્રસંગમાં મિથ્યાષ્ટિ જીવને મીઠાશ આવે છે, તેનાથી ઉક્ત પ્રકારના અનુભવ વડે | લીધે ધર્માત્મા ઉદાસીન છે.
(૭૯૫)
જે કોઈ મિથ્યાત્વ અવસ્થામાં વ્રતાદિ દ્રવ્યક્રિયા ધારણ કરે છે, તેમજ અનેક ઘણા શાસ્ત્રો પરલક્ષમાં વાંચે છે, અને તેથી કલ્યાણ થશે, તેવી પ્રતીતિ કરે છે, તેથી તેમાં મમતા રાખે છે, તે જીવ પરમાર્થ દૃષ્ટિથી શૂન્ય છે, તેથી “શુદ્ધ સ્વરૂપનો અનુભવ - મોક્ષમાર્ગ છે,'
એવી પ્રતીતિ કરતો નથી, તેથી તેવા જીવને અંતર્મુખ થવાનો પુરુષાર્થ કરવાનો અવસર પ્રાપ્ત થતો નથી અથવા અંતર્મુખ થવાનું તેને સૂઝતું નથી. જેને ઉક્ત દ્રવ્યક્રિયાના વિકલ્પો બોજારૂપ લાગે, આત્મશાંતિના અભાવમાં અસંતોષ વર્તે, તે જ જીવને સત્યમાર્ગની “અંતર-શોધ વર્તે, અને તે બાહ્યક્રિયામાં અટકે નહિ – તેમ મુમુક્ષુજીને વિચારવા યોગ્ય છે.
(૭૯૬)
છે - પ્રશ્ન – પોતાનો (આત્માનો) દ્રવ્યરૂપે અનુભવ કેવી રીતે કરવો ? * ઉત્તર :- દ્રવ્યરૂપે અનુભવ કરવામાં, શેયનું જ્ઞાન એમ ન જોતાં (અનુભવતાં) જ્ઞાનાકાર જ્ઞાનને દ્રવ્યરૂપે દેખતાં / અનુભવતાં, શેયથી ભિન્ન માત્ર પોતાના સ્વરૂપે સ્વયં સિદ્ધ વસ્તુ સધાય છે. ત્યારે જ શક્તિ અને વ્યક્તિનું અનેકાંતરૂપ યથાર્થ જ્ઞાન થાય છે.
(૭૯૭)
/ જેમ ખોવાયેલો હીરો, ચમક (પર્યાય) પરથી મળી જાય છે, જડે છે. * જેમ અંધ મનુષ્ય ગળપણના સ્વાદથી (પર્યાયથી) સાકર-દ્રવ્યને ગ્રહણ કરે છે, તેમ જ્ઞાન (પર્યાય) થી, જ્ઞાન સ્વભાવ દ્રવ્યને ગ્રહણ કરવામાં આવે છે. ઉપરના દ્રષ્ટાંતે વ્યવહારમાં / પ્રયોગમાં, પર્યાય દ્વારા જે તે પદાર્થનું ગ્રહણ કરવામાં આવે છે, તેમજ પ્રયોગ પદ્ધતિમાં જ્ઞાન વેદન દ્વારા શાયક (ત્રિકાળી)નું ગ્રહણ કરવામાં આવે છે. – આ વિધિ વિષયક પ્રયોગનો સિદ્ધાંત છે. (૭૯૮)
અનંત અને સર્વ દોષનું મૂળ પરાશ્રય અર્થાત્ પરમાં અસ્તિત્વ ગ્રહણ થવું તે છે પરમાં અસ્તિત્વ વેદાવાથી, પરની આધારબુદ્ધિ સહજ, અનિવાર્યપણે થઈ જાય છે, અને તેથી સર્વ અનિષ્ટ ભાવોની પરંપરા સર્જાય છે. – આ સર્વનું મૂળ પર્યાયબુદ્ધિ અર્થાત્ પર્યાયમાત્રમાં વસ્તુપણાની માન્યતા, અર્થાતુ પર્યાય ક્ષણ વિનાશી હોવા છતાં તેમાં અસ્તિત્વનું ગ્રહણ વા પર્યાયનું એકત્વપણું – (પર્યાય મૂઢતા) વેદવું તે છે. વેદન / અનુભવજ્ઞાન સાથે માન્યતા થાય છે. માત્ર જાણપણાથી માન્યતા થતી નથી. તેથી જેણે સ્વરૂપની શ્રદ્ધા – સમ્યક્દર્શન પ્રાપ્ત કરવું હોય, તેણે સ્વરૂપાનુભવમાં આવવું આવશ્યક છે.