________________
અનુભવ સંજીવની
૨૨૩ V શેયાકાર જ્ઞાન વૃદ્ધિગત થઈને અંગપૂર્વની ધારણા કરવા છતાં મિથ્યાશ્રદ્ધાનો અભાવ રહે છે, અને તિર્યંચ સિંહ જેવા પ્રાણી પણ મિથ્યાશ્રદ્ધાનો અભાવ કરી શકે છે. તેનું કારણ વિચારણીય છે અને તેથી સ્પષ્ટ થાય છે કે જોયાકાર જ્ઞાનવડે શ્રદ્ધામાંથી મિથ્યાત્વને પલટાવી સમ્યકત્વ થઈ શકતું નથી. પરંતુ તદન અલ્પ ઉઘાડવાળા તિર્યંચ પણ વેદન અંશના આધારે, પ્રતીતિમાં સ્વરૂપને ગ્રહણ કરી શકે છે. તેથી જ્ઞાનના અંતરંગરૂ૫ વેદન વડે, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાની ઉત્પત્તિ થવાનો નિયમ
વ્યવહારિક પ્રસંગોમાં પણ, પ્રત્યક્ષ અનુભવથી જેવી ખાત્રી થાય છે, તેવી પરોક્ષ સમાચાર જાણવાથી થતી નથી.
તેમ જ શાસ્ત્ર જ્ઞાનું પરોક્ષ માહિતી રૂ૫ છે, અને અનુભવાંશ પ્રત્યક્ષ જ્ઞાન છે, જ્યાં સ્વભાવ વ્યક્ત/ પ્રગટ છે, જેના આધારે સ્વરૂપનો પ્રતિભાસ થવાથી પુરુષાર્થ સમુત્પન્ન થઈ, અતિન્દ્રિય સુખ પ્રગટ થાય છે.
(૭૯)
અનાદિથી જીવને જોયાકાર જ્ઞાનનો પરિચય અને અનુભવ છે. તેથી જીવસ્વરૂપની તેવી જ પ્રતીતિ વર્તે છે. અથવા બહિદષ્ટિ અનાદિ હોવાથી જીવને પણ જ્ઞાનનો બહિરંગ (જ્ઞયાકાર) રૂપે જ શ્રદ્ધે છે, જેમાં શેય-જ્ઞાયક સંકર દોષ વર્તે છે – આવી સ્થિતિ મૂળમાં હોવાને લીધે સર્વ દોષની પરંપરા તેમાંથી પાંગરે છે. ભેદજ્ઞાનથી જોયાકાર જ્ઞાન, અને રાગાદિ, જ્ઞાનવેદન દ્વારા, ગૌણ થઈને સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ જ્ઞાન સ્વપણે વેદાય છે, તેમાં ત્રિકાળીનું અવલંબન સહજ છે. (૮૦૦)
V પ્રતિકૂળ ઉદયમાં સામાન્યતઃ મુમુક્ષુજીવને પણ થોડી ઘણી ચિંતા થાય છે, ત્યારે આર્તધ્યાન થાય છે, તે આત્મહિતને પ્રતિબંધક છે, અને અહિતકર પણ છે. તેવા પ્રસંગે અહિતથી બચવાનો પ્રયત્ન થવો તે મુમુક્ષતા છે. આ પ્રયત્નમાં સ્વભાવના લક્ષ, ચિંતાનું અકાર્યકારીપણું, નુકસાનપણું જાણી – તેનો નિષેધ થવો ઘટે છે. જો તેમ યથાર્થ પરિણમન થાય તો ચિંતાનો રસ મંદ થાય, વર્તમાનમાં જ આકુળતાનો રસ ઘટે, અને તેથી અનુકૂળતારૂપ ફળ આવે ત્યારે તે વખતે પણ તીવ્ર રસ ન વેદાય. પરંતુ જો તે પ્રકારે જાગૃતિપૂર્વક પ્રયત્ન ન થાય તો આર્તધ્યાનમાં રસ વધી જાય, અને અનુકૂળતા થતાં પણ તે તીવ્ર રસે વેદાય; અને આત્મભાવમાં મોટું નુકસાન થાય.
જ્ઞાની પુરુષને તો સહજ સ્વભાવના અવલંબને . પુરુષાર્થ બળે નિષેધ વર્તતો હોવાથી, ફળનો આદર હોતો નથી. અર્થાત્ અનુકૂળતામાં રસ વેદાતો નથી.
(૮૦૧).
ક
સપ્ટેમ્બર - ૧૯૯૧ જ્ઞાનીપુરુષની વાણીમાં આશયભેદ હોય છે, તેનાથી તેમનું અનુભવ-જ્ઞાન વ્યક્ત થાય છે.