________________
૨૨૪
અનુભવ સંજીવની તે આશયભેદ કેવા પ્રકારે હોય છે ? તે ગવેષણીય છે. જ્ઞાનીની વાણીમાં, આત્માનું અવ્યક્ત સ્વરૂપ વ્યક્તપણે ભાવતાં પ્રસિદ્ધ થતું હોય છે. કારણકે સ્વસમ્મુખતામાં સ્વરૂપ પ્રત્યક્ષ છે, અને સ્વરૂપ ભાવના વડે પ્રગટ પરિણમન પણ વર્તે છે. આમ વિષય અને વિજયી બન્નેમાં પ્રત્યક્ષતા છે, તેમજ અવ્યક્ત જે રીતે વ્યક્ત થાય છે, તે વિધિ સ્વયં વર્તી રહી છે. જેની અભિવ્યક્તિ તેમની વાણીમાં આગવી રીતે થાય છે. જે તથા પ્રકારની યોગ્યતામાં અર્થાત્ જ્ઞાનની નિર્મળતામાં સમજાય છે, અથવા ઓળખાય છે. પરંતુ આવી દશા વિશેષના અભાવમાં, તે પ્રકારનો, સ્વરૂપે પ્રગટ થાય તેવી અનુભવની વિધિથી અજાણ જીવને, વાણીનો યોગ હોઈ શકતો નથી. અથવા પરલક્ષી ધારણામાં, આ વિષયનું ગ્રહણ ન થતું હોવાથી, તથા પ્રકારે તે કહેવાનું થઈ શકતું નથી – આમ અજ્ઞાનીની વાણી, જ્ઞાનીની વાણીથી – આશયભેદ – ને લીધે જુદી પડે છે.
(૮૦૨)
જ્ઞાની જે વિધિથી સ્વરૂપ સાધી રહ્યા છે, તેમાં જે રસ અને જોશ (Force) છે, તે તેમની વાણીમાં જ સહજ સ્વાભાવિક પ્રકારે વ્યક્ત થાય છે, તેને પણ જ્ઞાનીની વાણીનો આશય ગણી શકાય, કારણકે તેવી સહજ આત્મરસ નીતરતી વાણીનો ધ્વનિ અજ્ઞાનદશામાં હોતો નથી. અજ્ઞાન દશામાં જ્યાં આત્માના પ્રત્યક્ષ દર્શન જ નથી, ત્યાં પ્રત્યક્ષ દર્શનને લીધે છે અને જેવો રસ સહજ ઉત્પન્ન થઈ જાય, તેવો રસ આત્મ સ્વરૂપથી અને માર્ગથી અજાણ જીવને, તેમાં અંધારું હોવાથી સહજ કયાંથી ઉદ્ભવે ? આ વિષયમાં કૃત્રિમતા, જ્ઞાની અનુસાર કરવા જતાં, ફરક પડી જાય છે. અને કૃત્રિમ પ્રકારથી, નિમિત્ત - નૈમિત્તિક ભાવે, શ્રોતાને આત્મરસ ઉપજતો નથી. – આમ આશય ભેદ સમજમાં આવે છે.
(૮૦૩)
પ્રત્યક્ષ પરમાત્મ સ્વરૂપનો મહિમા આવે તેને બંધમાર્ગ સંબંધી અને મોક્ષમાર્ગ સંબંધી, વિકલ્પનું શું પ્રયોજન છે ?
સ્વરૂપ મહિનામાં ડુબેલા રહેવાથી પર્યાયમાં સ્વરૂપાકારભાવ–પ્રત્યક્ષ અનુભવ પ્રગટ થાય છે. ત્યારે કોઈ વિકલ્પ વિદ્યમાન રહેતા નથી.
મનુષ્યને સાંસારિક પ્રયોજનમાં વિકલ્પ છોડી દેવાર્થના વિકલ્પ છોડી) આત્માર્થના વિકલ્પ પ્રથમ ભૂમિકામાં આવે છે, પરંતુ જ્યાં સુધી વિકલ્પ રહે છે, ત્યાં સુધી શુદ્ધ સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ નથી. કારણકે ત્યાં સુધી સ્વરૂપ વિકલ્પમાં) પરોક્ષ રહે છે. પ્રત્યક્ષ સ્વરૂપનો અનુભવ પણ પ્રત્યક્ષભાવે છે.
(૮૦૪)
આત્માનું પરમ સ્વરૂપ, અનંત શક્તિઓના સામર્થ્ય રૂપે છે. તેમાં પ્રત્યેક શક્તિનું સામર્થ્ય, અસીમ અર્થાત્ બેહદ છે. તેમાં પણ જીવને આકર્ષણ થાય તેવા ગુણ આનંદ અને શાંતિ છે.