________________
અનુભવ સંજીવની
૨૨૫ ભાવશ્રુત જ્ઞાન, પોતાના સ્વરૂપમાં રહેલા આવા ગુણોને અંતર્મુખ થઈને માપવા જતાં, તેનો અંત (તળીયું) દેખાતું નથી. તેવું સ્વરૂપ જોઈને, જોતાં જોતાં થંભી જાય છે. ઉપયોગ ક્ષયોપશમ ભાવે છે, અને શક્તિ પારિણામીક ભાવે છે, અમર્યાદ સામર્થ્યને જાણતાં ઉપયોગ થંભી જાય, તેવું અદ્ભુત વચનાતીત સુધામય સુખ સ્વરૂપ પોતાનું જ છે. તેનાથી ઉત્કૃષ્ટ કે અધિક કાંઈ નથી.
તમ :--- માત્મ: સ્વભાવ મહિમા સમૃતાત અદ્ભુતમ્ વિનયતા (સ. સાર)
(૮૦૫)
અનાદિથી પર્યાયમાં એકત્ર થઈ રહ્યું છે, તે મટાડવા અર્થે, અને જ્ઞાનમાત્ર સ્વભાવમાં એકત્વ થવા અર્થે, પર્યાયથી ભિન્નતાનું અને સ્વભાવના મહિમાનું જોર દીધા વિના, દષ્ટિ સ્વરૂપમાં અભેદ થવારૂપ પ્રયોજન સિદ્ધ થતું નથી. પરિણામને પરિણામના સ્થાનમાં . માત્ર જાણવાનો વિષય છે. • યથા – વ્યવહાર તે કાળે (ઉત્પાદ સમયે, જાણેલો પ્રયોજનવાન છે.” (સ. સાર. ગાથા - ૧૨) તે મોક્ષમાર્ગી જીવને સહજ જણાય છે. પરંતુ તેની ઉપર વજન નથી જતું. -
ભાવના સ્વભાવ . સ્વરૂપની હોય, તો જ તે આત્મભાવના છે. તે આત્મ ભાવના દૃષ્ટિના પરિણમન થવા માટે અનુકૂળ છે. તેવી જ રીતે જ્ઞાનનો વિષય, અંતરદૃષ્ટિને અનુકૂળ થાય, તેમ લક્ષમાં લેવો યોગ્ય છે. તેથી વધારે બીજા સર્વ ન્યાયોનું પ્રયોજન નથી. વિપર્યાસ ન થવા અર્થે જ્ઞાનનો વિષય જાણવા યોગ્ય છે.
(૮૦૬)
Vઅંતર સ્વરૂપની દૃષ્ટિમાં, સ્વરૂપનું સર્વસ્વપણે ઉપાદેયપણું વર્તે છે. તેથી દ્રવ્યદૃષ્ટિવાનને બહિર્મુખ પરિણામ અંશરૂપ પ્રવૃત્તિનો નિષેધ વર્તે છે. રાગ તો બહિર્મુખ છે જ, પણ તે ઉપરાંત રાગમાં દુઃખ અને મલીનતા પણ છે, તો તેના નિષેધની તો વાત જ શું કરવી ? પરંતુ જ્ઞાન અને વીર્યનો અંશ બહાર જાય, તેનો પણ નિષેધ આવવો જોઈએ. શાસ્ત્ર ભણતર, શ્રવણ વગેરે, ભલે પ્રથમ અવસ્થામાં યથાસ્થાને હો – પણ એકંદર તેનો નિષેધ સહજ આવવો જોઈએ. તો જ અંતર્મુખ થવાનો અવસર આવે.
(૮૦૭)
સર્વજ્ઞ વીતરાગદેવનું સ્વરૂપ ઓળખાતા મોહ ક્ષય થાય છે તેવો નિયમ છે. પરંતુ કોઈ પ્રગટ કારણને (પ્રતિમાજી અથવા શાસ્ત્રજી) અવલંબી, સર્વજ્ઞને સમ્યકત્વભાવે પણ જો ઓળખવામાં આવે, તો તેથી જીવ મોક્ષમાર્ગની સન્મુખ અવશ્ય થાય.
પ્રત્યક્ષ સર્વજ્ઞ પરમાત્મા, અથવા પ્રત્યક્ષ સત્પરુષ વા મુનિરાજના સમાગમ યોગે, સ્વભાવનું સમ્યકપણું ભાસે, તો તેથી જીવ મોક્ષમાર્ગની સન્મુખ અવશ્ય થાય, તે તેનું મહતું ફળ છે. તે અપૂર્વ છે. ઉત્કૃષ્ટ પાત્રતાવાન અથવા ખરી મુમુક્ષતા પ્રગટવાથી જ સફળતા પ્રાપ્ત થાય છે. (૮૦૮)