________________
૨૨૬
અનુભવ સંજીવની
સંયોગની અનુકૂળતા અને પ્રતિકૂળતાના પ્રકારો જીવના પરિણામને નિમિત્ત માત્ર છે. તે એવા પ્રકારે કે પાત્રતાના અભાવમાં જીવ બંન્ને પ્રકારના સંયોગમાં વિશેષપણે કર્મ બંધનને પ્રાપ્ત થાય છે. જ્યારે પાત્રતાના સદ્ભાવમાં જીવ બંન્ને પ્રસંગમાં, ભિન્નપણાના અનુભવ માટે સહજ પ્રયાસ કરે છે. તેમાં ફસાતા નથી. તેથી સ્પષ્ટ એમ છે કે, પરિણમન કેવું થાય તે ઉપાદાનની યોગ્યતા પર આધારિત છે. અવલોકનથી મુમુક્ષુ પોતાની પાત્રતાને સમજી શકે છે.
(૮૦૯)
પરની આધારબુદ્ધિ, રાગ-દ્વેષની ઉત્પાદક છે. જ્ઞાનના પરિણમનમાં અનાદિથી (અકારણપણે) આ સ્થિતિ ભજી રહી છે. નિઃશંકપણે (જીવો) પર-જણાતાં, પરનું અવલંબન સહજ લઈ લ્યે છે, તે સહજ થઈ પડયું છે. તેમ થતાં ચારિત્રનાં પરિણમનમાં રાગાદિ થવા અનિવાર્ય છે, તેથી નિષ્કારણ કરુણાવંત જ્ઞાનીઓએ બોધ્યું કે જ્ઞાનને નિશ્ચયથી રાગ કે પર સાથે જરાય આધાર – આધેય સંબંધ જ નથી. જો તેવા સદ્બોધને પ્રયોગની કસોટીએ ચડાવવામાં આવે તો, મુમુક્ષુજીવને બોધ અનુસાર સ્વયંની સ્વતંત્ર નિરાલંબી સ્વરૂપની પ્રતીતિ સ્પષ્ટ અનુભવાશે થાય છે. તેમાં સ્વયંના સામર્થ્યની, ઓળખાણ થઈ, પુરુષાર્થ અને સ્વરૂપ મહિમા જાગૃત થાય છે. - આમ આધાર—આધેય ભાવના અવલોકનથી ભેદજ્ઞાનની વિધિ પ્રાપ્ત થવા યોગ્ય છે. અર્થાત્ ભેદજ્ઞાન થવામાં, આધારઆધેય ભાવની વાસ્તવિકતાનો અનુભવ થઈ સ્વરૂપ પ્રાપ્તિ થાય છે. સ્વરૂપ અસ્તિત્વનું નિરપેક્ષપણું અનુભવથી પ્રતીતમાં આવતાં, દીનતાનો અભાવ થઈ, આત્મબળ અનંતુ પ્રગટ થાય છે. સમયસાર સંવર અધિકારમાં ગાથા - ૧૮૧-૧૮૨-૧૮૩ની ટીકામાં આ વિષયની ઘણી ગંભીરતા છે, વિશદ્ અને બળવાન પ્રતિપાદન છે.
(૮૧૦)
સત્પુરુષના હૃદયમાં બિરાજમાન પ્રગટ પરમતત્ત્વના દર્શન, ધર્માત્માની અંતર્ પરિણતિ દ્વારા, મુમુક્ષુજીવને થાય છે, ત્યારે ઓઘભક્તિનો અભાવ થઈ, ખરી ભક્તિ પ્રગટે છે, અને સત્પુરુષ પરમાત્માપણે દેખાય છે. આવી રીતે સત્પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ થતાં મુમુક્ષુજીવની પાત્રતા ઉત્તમ કક્ષાની હોય છે. અહીં દર્શનમોહ પણ અત્યંત મંદ થાય છે, એટલું જ નહિ, જેમ જેમ સત્પુરુષ પ્રતિ ભક્તિના ભાવ વર્ધમાન થતાં જાય છે, તેમ તેમ દર્શનમોહ સહજપણે નબળો / પાતળો પડતો જાય છે, અને આત્મ સ્વરૂપનું ભાવભાસન થવા યોગ્ય જ્ઞાનની (મતિની) નિર્મળતા આવે છે, અને સહજ માર્ગ પ્રાપ્તિ થાય છે. (૮૧૧)
*
જ્ઞાનના ‘સ્વસંવેદન’ રૂપ- સ્પષ્ટ અનુભવાશે સ્વરૂપ લક્ષ થાય છે, અને લક્ષપૂર્વક સામાન્યનો આવિર્ભાવ, ‘નિર્વિકલ્પ સ્વાનુભૂતિ' ને પ્રગટ કરે છે તેથી જ્ઞાનમાં રહેલા જ્ઞાન-વેદનથી અજાણ -રહેવા યોગ્ય નથી, અર્થાત્ અવલોકનના અભ્યાસથી અથવા આધાર-આધેયપણાનાં અવલોકનરૂપ