________________
૨૨૭
અનુભવ સંજીવની અભ્યાસથી મુક્તિનો માર્ગ પ્રગટ કરવા યોગ્ય છે.
આધાર–આધેયપણાનું અવલોકન' એટલે કે જ્ઞાન પોતાના આધારે, પોતાની શક્તિથી, સ્વયં જ થઈ રહ્યું છે તેમાં અન્ય કોઈ દ્રવ્યભાવની અપેક્ષા નથી, તેમ અનુભવગોચર થવું . અર્થાત્ તેવા અનુભવનું અવલોકન થવું ( માત્ર વિચાર જ્ઞાનથી સંમત નહિ કરતાં, ચાલતા પરિણમનમાં પ્રાપ્ત અનુભવને અવલોકવો) વારંવાર તથારૂપ અવલોકનથી સ્વભાવીશક્તિની ઓળખાણ અને આત્મબળ પ્રગટ થાય. સ્વભાવનું નિરાલંબન પણું પ્રતિભાસમાં આવવું તે પુરુષાર્થને પ્રગટવામાં એક મહત્વપૂર્ણ કારણ છે. જ્યાં સુધી નિરાલંબ સ્વરૂપ લક્ષમાં આવતું નથી, ત્યાં સુધી સહજ પુરુષાર્થ ઉત્પન્ન થતો નથી.
(૮૧૨)
ઓઘસંજ્ઞાએ, જ્ઞાની પુરુષનો, મોક્ષમાર્ગનો અને મોક્ષનો મહિમા આવે તો પણ આત્મકલ્યાણની દિશામાં યથાર્થ પ્રગતી થતી નથી – અને તેથી ઉક્ત પરિસ્થિતિમાં મુમુક્ષુને મૂંઝવણ પણ થાય છે–શું કરવું ? કેમ કરવું ? તે સૂઝતું નથી, અને કાળ વ્યતીત થઈ જાય છે. તેથી આકુળતા પણ થાય છે, તેવી સ્થિતિમાં, ઉક્ત મહિમા થવામાં મૂલ્યાંકનની ક્ષતિ સમજવી ઘટે છે, અને ખરું મૂલ્યાંકન થવા અર્થે, અને તે પૂર્વક પરિણામની ગતિ યથાયોગ્ય સહજપણે પ્રાપ્ત થવા અર્થે, પ્રતિબંધક કારણરૂપ જગતના પદાર્થોનું પૂર્વગ્રહિત મૂલ્યાંકન છૂટવું ઘટે છે. ત્યાં આવા પ્રકારે ફેરફાર થવા ઉપર લક્ષ ન જાય તો, ઓઘસંજ્ઞા અને મૂંઝવણની નિવૃત્તિ થવી સંભવીત નથી. યદ્યપિ અસ્તિના પ્રયત્નમાં અવરોધ (નાસ્તિ) નું મટવું સહજ છે. પણ ઓઘસંજ્ઞારૂપ દશામાં તેવું થતું નથી. તેથી તે પ્રકારના પ્રયાસમાં યથાર્થપણું નથી. તે થવા અર્થે વર્તમાન વિપરીત મૂલ્યાંકનની હાનિ થવાની દિશામાં ખચીત પ્રયત્ન થવો ઘટે છે.
(૮૧૩)
\/અનાદિ અગૃહિત મિથ્યાત્વ ભાવે સંયોગમાં સુખબુદ્ધિના સંસ્કાર સુદઢ થયેલા હોઈ, અને તેથી કરીને જીવ હીન સત્ત્વ થયો હોઈ, જીવને આત્મિક સુખનું મૂલ્ય ભાસતું નથી. તેમજ ભૌતિક સુખનું મૂલ્ય ખસતું નથી. આ પરિસ્થિતિમાં, મુમુક્ષુજીવે શું કરવું ઘટે ? કે જેથી સાંસારિક સુખનો વ્યામોહ ઘટે, અને તે નિર્મુલ્ય થઈ, આત્મસુખનું / આત્મકલ્યાણનું મૂલ્યાંકન થાય. આ સમસ્યાનું સરળ સમાધાન એ છે કે, સરળતા, વૈરાગ્ય અને ભક્તિ સહિત સત્સંગને ઉપાસવો.
કોઈ મહતું પુણ્ય યોગે, માર્ગ જેણે જોયો છે, તેવા અનુભવી પુરુષનો યોગ પ્રાપ્ત થાય, તો સર્વ સાધનને ગૌણ કરી, તે સત્સંગને પરમ સ્નેહ, પરમ હિતકારી જાણી ઉપાસવો, તેમ થતાં અવશ્ય પરમાર્થનું મૂલ્યાંકન થઈ, પરમ પ્રયોજનની પ્રધાનતા થઈ, યથાર્થતા ઉત્પન્ન થઈ, જિનેશ્વરના માર્ગમાં અગ્રેસર થવાશે.
પ્રયોજનનું મૂલ્યાંકન થવું – તે મુમુક્ષુજીવ માટે પાયાનું મહત્વપૂર્ણ કાર્ય છે. તેથી સ્વરૂપ