________________
૨૨૮
અનુભવ સંજીવની
નિર્ણયમાં પણ સ્વરૂપનું મૂલ્ય ભાસતાં સમસ્ત જગતનું મૂલ્ય રહેતું નથી.
(૮૧૪)
ઑક્ટોબર ૧૯૯૧
સત્પુરુષના કોઈપણ વચનમાં શંકા થાય, તો તેમના જ્ઞાનીપણા પ્રત્યે જ અવિશ્વાસ થાય છે તેથી તેમના પ્રત્યે અભક્તિ જાણ્યે-અજાણ્યે થઈ જાય છે, અને તેથી મુમુક્ષુની ભૂમિકાના વ્યવહારનો નાશ થાય છે, અર્થાત્ મુમુક્ષુપણું જ રહેતું નથી. ખાસ કરીને સિદ્ધાંત જ્ઞાનનો જેને અભ્યાસ છે, તેવા મુમુક્ષુજીવે, આ વિષયમાં બહુ ઉપયોગથી વર્તવા જેવું છે. મુમુક્ષુ-ભૂમિકામાં સિદ્ધાંત વિષયક ક્ષયોપશમના આધારે જ્ઞાનીના વચનોનું તોલન કરવું ન્યાય સંગત નથી. તેમ કરવા જતાં (વસ્તુદર્શન વિના) પોતાની કલ્પના પ્રમાણે, અનાદિ મતિ વિપર્યાસ ગયા વિનાં, જ્ઞાનીપુરુષનો પારમાર્થિક દૃષ્ટિકોણ લક્ષ બહાર રહી જવાથી, તે વચનનો આશય ગ્રહણ થયા વિના જ સ્વચ્છંદે પ્રવૃત્તિ થઈ જશે, અને તેથી દર્શનમોહનું આવરણ ગાઢ થશે. તેથી આત્માર્થી જીવે અહિત થવાનો ભય રાખવો અવશ્યનો છે. (૮૧૫)
હેય-ઉપાદેય સંબંધિત અનેક ભેદ-પ્રભેદથી વિસ્તૃત ઉપદેશ છે. પરંતુ પરિણામોનું કતૃત્વ જે પર્યાયબુદ્ધિને લીધે થાય છે, જોઈએ, તે સર્વત્ર લક્ષમાં રહેવું જોઈએ. અને તેમ થવા અર્થે (સહજપણે), અંતર સ્વભાવમાં એકત્વ થવું, તે જ એકમાત્ર ઉપાય છે. સ્વરૂપમાં એકત્વ થયા પછી, ભૂમિકા અનુસાર વિભાવ મર્યાદિત થઈ જાય છે વીતરાગતાના સદ્ભાગવને લીધે, જે તે ગુણસ્થાનમાં રાગનો અભાવ થઈ સહજ અકર્તાભાવે, હેય-હેયપણે જ ભાસે છે. ઉપાદેય સહજ ઉપાસાય છે. કેવી મોક્ષમાર્ગની સુંદરતા !
ઉપદેશ બોધને અનુસરતા એવા જિજ્ઞાસુ જીવે ખચીત કરી, દર્શનમોહના અભાવના હેતુભૂત રહસ્યમય પરમાર્થને પ્રાપ્ત કરતાં, આ પ્રકાર લક્ષમાં લેવા યોગ્ય છે. નહિ તો વિવેક અથવા કર્તવ્યની ભાવના વેગમાં, કર્તૃત્વ દઢ થઈ જતાં, પરમાર્થની પ્રાપ્તિથી વંચિત રહી જવાય છે અને મૂળ સમસ્યા ઊભી રહે છે, પર્યાયનું એકત્વ છૂટતું નથી.
(૮૧૬)
પર્યાયમાં સુધાર કરવાનો હોવા છતાં, અવગુણ ટાળી ગુણ પ્રગટ કરવાનું પ્રયોજન હોવા છતાં, પર્યાયનો આશ્રય છોડતાં, તેમ (સ્વભાવના આશ્રયે) થઈ શકે છે અનાદિ પર્યાયબુદ્ધિને લીધે, પર્યાયમાં હું પણું વર્તે છે. પર્યાયમાત્રનો પોતારૂપે અનુભવ વર્તે છે, ત્યાં સુધી સ્વભાવનું જોર કોઈપણ ઉપાયે થતું નથી, અર્થાત્ પુરુષાર્થ પર્યાયાશ્રિત પરિણમનમાં લાગે છે; અને સ્વરૂપ ચિંતવન ‘કરવાના અભિપ્રાયથી’ ચિંતવનાદિ કરાય, ત્યાં સહેજે ઠીકપણું લાગે છે. તેથી બહિર્મુખતા છૂટી, અંતરમાં આવી શકાતું નથી. ‘પર્યાયમાં ઠીકપણું રહેવું' તે જ અટકવું છે, – દર્શનમોહનું સ્વરૂપ