________________
અનુભવ સંજીવની
૨૨૯
તેથી જ સર્વ પ્રથમ પૂર્ણતાના લક્ષે સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાથી સ્વભાવની ઓળખાણ થઈ, સ્વભાવના લક્ષે પુરુષાર્થ / ચૈતન્યવીર્યની ફુરણા વડે, અંતર્મુખ થઈ, સ્વાનુભવ થાય છે. “સ્વભાવના લક્ષ' વિના અંતર્મુખી પુરુષાર્થ ઉત્પન્ન થતો નથી. તેથી સૌ પ્રથમ જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો, તેવી શ્રીગુરુની આજ્ઞા છે.
(૮૧૭)
હું ધ્રુવ અસંગ તત્ત્વ છું – ઉપયોગ સ્વભાવી હોવા છતાં નિર્લેપ છું. સંસારના કોઈ સંબંધો તો મારે નથી – પરંતુ ધાર્મિક ક્ષેત્રના કોઈ સંબંધો પણ મારે નથી. બધું જ મારાથી બાહ્ય છે, ભિન્ન છે.
પુલાત્મક શરીરનો સંબંધ નહિ હોવાથી, શરીરની વેદનાથી / શાતાથી પણ હું ભિન્ન છઉં – તેનું વેદન – જ્ઞાન વેદનથી ભિન્ન જાતિનું - વિરુદ્ધ જાતિનું – પ્રત્યક્ષ છે. મલીન અને આકુળતામય છે. તેથી સહજ નિષેધ્ય છે.
પરંતુ હું એક સમયની પર્યાયથી પણ પર હોવાથી, અને પરમોત્કૃષ્ટ સ્વરૂપે હું હોવાથી, પર્યાયની, સાવધાની છોડી, સ્વરૂપમાં જ હું સાવધાન છઉં. દ્રવ્ય સ્વભાવ તો ત્રિકાળ સહજ છે. પર્યાયનું સ્વરૂપાકારે થવું તેવો સહજ પર્યાય સ્વભાવ છે. તેથી પર્યાય પોતાના સ્વભાવે પરિણમે, તેમાં વિશેષતા શું? માત્ર પરિણામ જેટલો જ થોડો છું ? સ્વરૂપ સમુદ્ર પાસે બિંદુના સ્થાને પર્યાય જણાય છે.
(૮૧૮)
પરિણામનું અવલોકન કરવાનું કહેવામાં આવે છે. ત્યાં પણ પર્યાયબુદ્ધિ દઢ થાય, તેવો વિપર્યાસ થવો ન જોઈએ. તે ખાસ ધ્યાનમાં | લક્ષમાં લેવા યોગ્ય છે. અવલોકન વડે, પરલક્ષનો અભાવ કરાવવાનો હેતુ છે - તે ઉપરાંત, સ્વભાવ ઓળખવા માટે જ્ઞાન નિજાવલોકનરૂપ અનુભવાતા ભાવોનો પરિચય સાધી, સ્વભાવનો નિર્ણય કરાવવાનો હેતુ છે. પરિચયની પ્રક્રિયા (Process) નિજ ભાવોના અવલોકન સિવાઈ અન્ય પ્રકારે થઈ શકતી નથી. પરંતુ માત્ર પરિણામને જ દેખતા રહેવાથી, સ્વભાવનો નિશ્ચય થવાનું રહી જાય, તો પર્યાયનું એકત્વરૂપ મિથ્યાત્વ દઢ થઈ જાય – તેવો વિપર્યાસ થાય નહિ, તે અવલોકનમાં પ્રવેશતાં જ લક્ષમાં હોવું જોઈએ. અવલોકન કરવાનું કહેવામાં આવે કે અન્ય કાંઈ કરવાની વાત હોય, કોઈ પણ પર્યાયની મુખ્યતા રહેવી / થવી ન જોઈએ. પરંતુ સહજ તેમ થઈ જાય (સ્વરૂપ લક્ષે) . તેમ સમજવા યોગ્ય છે. (૮૧૯)
ભગવાન પદ્મનંદિ આચાર્યદેવે -ચૈતન્ય સ્વભાવની વાત અંતરંગ રુચિથી સાંભળનારને ભાવિ નિર્વાણનો ભાજન' કહેલ છે. તેથી સ્પષ્ટ એમ છે કે ખરી મુમુક્ષતા અથવા પાત્રતાના ગર્ભમાં,