________________
ર૩૦
અનુભવ સંજીવની સમ્યકત્વથી માંડીને, નિર્વાણ સુધીની સર્વ પર્યાયો પડી છે. વાહ ! પાત્ર જીવને કેવો આવકાર આચાર્ય મહારાજે આપ્યો છે ! તો પછી મુમુક્ષુને પાત્રતા પ્રત્યે કેટલો આદર હોવા યોગ્ય છે ! તે ગંભીરતાથી વિચારવા યોગ્ય છે.
પાત્રતા થઈ તેને સત્પરુષનો યોગ અવશ્યભાવી છે. અને જ્યાં પાત્રતા સહિત, સપુરુષ/ સદ્ગુરુ મળે, તેને ભવનો અભાવ થયા વિના રહે જ નહિ. સપુરુષ મળ્યા પછી, આત્મ-જ્ઞાન ન થાય ત્યાં પાત્રતામાં જ ખામી, સમજવી રહી.
(૮૨૦)
અસંખ્ય પ્રદેશાત્મક અખંડ ચૈતન્યદળમાં વ્યાપેલા સ્વભાવમાં, સ્વપણા વડે પ્રસરી જતાં, સ્વભાવમયપણાને લીધે, પર્યાયનું સુદ્ધાં જાણે કે દેખાતી નથી . ત્યાં પર્યાયનું કર્તૃત્વ, કે પર્યાયને આમ કરું વગેરે કયાંથી રહે? નિજ સ્વરૂપ મહિમા વડે, વ્યાપ્ય - વ્યાપકભાવે, પોતાપણું થવાનો પુરુષાર્થ, કાર્ય સાધક થાય છે. સ્વભાવના જોર (પુરુષાર્થ વિના શુભાશુભ ભાવમાં જીવ તણાઈ જાય છે. ક્ષણિક પર્યાયમાં જ પૂરો આવી જાય છે.
(૨૧)
' પ્રશ્ન :- વસ્તુ સ્વરૂપ, ઉપદેશ વગેરે સ્પષ્ટ જાણવા છતાં, જીવ મૂળ સ્વસ્વરૂપમાં સ્વપણું કેમ કરતો નથી ? અથવા આવું કર્તવ્ય જાણવા છતાં અને ઈચ્છવા છતાં કેમ પરિણમન થતું નથી ?
ઉત્તર ઃ – માત્ર જાણપણાથી કાર્ય થતું નથી. આત્મશાંતિની તીવ્ર જરૂરત ન લાગે, ત્યાં વર્તમાન જાણપણા સાથે માનસિક શાંતિ થાય છે, તેમાં ઠીકપણું રહે છે, તેમાં જાણ્યે-અજાણ્યે સંતોષ વર્તતો હોય છે, તેથી સ્વરૂપ - સુખની જરૂરત લાગતી નથી. તેથી ત્યાં જ અટકવું થયું છે. સ્પષ્ટતાની વિશેષતા લાગે છે.
વળી, સુખનું સ્વરૂપ સ્પષ્ટ અનુભવાશે જાણ્યું નથી. તેમજ વર્તમાનમાં (મિથ્યાત્વમાં તીવ્ર દુઃખ હોવા છતાં, તે લાગતું નથી.' લાગે તો દુઃખની વેદનામાં સાચું સુખ મળ્યા વિના સંતોષ કે ઠીકપણું થઈ શકે નહિ. દુઃખ મટાડવાનો સહજ પ્રયત્ન થાય જ ત્યારે જાણપણું કાર્યગત થઈ, પરિણમન રૂપ થાય. જરૂરત વિના પુરુષાર્થ ન ઉપડે – એ સિદ્ધાંત છે. (૮૨૨)
સ્વભાવ . સ્વરૂપ, તે અવલંબનનો વિષય છે, માત્ર તેનું જાણપણું કરવાથી, સ્પષ્ટતા થવાથી પરલક્ષી જ્ઞાન, આત્મસુખને ઉત્પન્ન કરતું નથી. આત્મ સ્વભાવનું સ્પષ્ટ જ્ઞાન, પરલક્ષી જાણવા વિચારવામાં થતું પણ નથી, કારણ આ અનુભવ જ્ઞાનનો વિષય છે. અને તેથી સ્વભાવના અનુભવાંશ -વિના તેનો નિશ્ચય યથાર્થરૂપે થતો નથી. વળી સ્વભાવ તો સુખરૂપ છે, અને સુખ તો વેદવાનો વિષય છે. - જાણવાનો / વિચારવાનો નહિ. તેથી માત્ર વિચારમાં તેના સ્વાદની સ્પષ્ટતા થાય